Whatsappની વધતી જતી વસ્તી સાથે, આવનારા દિવસોમાં નવી સુવિધાઓ રજૂ કરવામાં આવી રહી છે અને હવે ત્યાં એક વધુ અપડેટ છે. વોટ્સએપની 'મલ્ટી શેર' સુવિધાને અપગ્રેડ કરવામાં આવી છે. વાબેટાઇન્ફોના જણાવ્યા મુજબ, જો કોઈ યૂઝર્સ થર્ડી પાર્ટી એપ્સથી કોઇ લિંક અથવા તો વધારે લોકોને શેર કરે છે. તો મોકલતા પહેલા, વૉટસએપ તેનું પ્રિવ્યું શો કરશે.
આ ફિચરથી યૂઝર્સ કોઇને ભૂલથી કંઇક મોકલવાથી અટકશે અને પ્રિવ્યુ મળવાથી તે સુનિશ્ચિત કરવામાં સમર્થ હશે. હાલમાં, મલ્ટિ શેર ફિચર,વોટ્સએપના એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.18.366 પર ઉપલબ્ધ છે અને એવું કહેવામાં આવે છે કે તે ટૂંક સમયમાં જ તમામ યૂઝર્સ માટે જારી કરવામાં આવશે.
WhatsApp is rolling out the new "Multi Share" feature for Android beta 2.18.366.
You need to use the "Share" (sharing text from another app) native feature and it allows to see the preview of the text you are sharing (with 2 or more contacts).
It’s compatible with link preview. https://t.co/SigJvV09Io
આ સાથે વાબેટાઇન્ફોએ એક અન્ય ટ્વીટ્ કરી જણાવ્યું છે કે વોટ્સએપમાં નવું જીઆઇએફ સર્ચ ઇન્ટરફેસ અને હાલમાં જ રજૂ કરવામાં આવેલ સ્ટીકર્સને સર્ચ કરવા પર પણ જોડાશે. હાલમાં એપમાં ઇમોજી અને જીઆઇફ સર્ચ કરવા માટે ઓપ્શન આપવામાં આવ્યો છે. જેમા યૂઝર્સ પણ ઇમોજીને તેના મુડ મૂજબ સર્ચ કરી શકે છે.
Finally some improvements — New GIF search UI + Stickers search feature.
[AVAILABLE IN FUTURE] pic.twitter.com/F72vMn89ox
આ ઉપરાંત, વાબેટાઇન્ફોએ તાજેતરમાં સ્ટેટસ એડ ફિચરને લઇને એક મતદાન દ્વારા યૂઝર્સને પૂછ્યું હતું કે, જો ભવિષ્યમાં જાહેરાત દેખાશે, તો શું તેઓ Whatsapp નો ઉપયોગ કરશો? 60% લોકોએ કહ્યું કે તેઓ વોટ્સએપનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે, જ્યારે 40% લોકોએ કહ્યું કે તેઓ વૉટસએપનો ઉપયોગ કરવાનું બંધ કરશે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર