Home /News /tech /

સ્ક્રીનશોટ બ્લોક કરવાથી લઈને ઓનલાઈન સ્ટેટસ છુપાવવા સુધી, WhatsApp પર આવી રહ્યાં છે 3 શાનદાર ફિચર્સ!

સ્ક્રીનશોટ બ્લોક કરવાથી લઈને ઓનલાઈન સ્ટેટસ છુપાવવા સુધી, WhatsApp પર આવી રહ્યાં છે 3 શાનદાર ફિચર્સ!

WhatsAppમાં 3 નવા પ્રાઈવસી ફીચર્સ આવી રહ્યા છે.

ટ્વિટર પર WhatsAppની સત્તાવાર પોસ્ટ પરથી જાણવા મળ્યું છે કે WhatsApp 3 નવા પ્રાઈવસી ફીચર્સ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં 'Online Presence, Screenshot blocking for view once અને Leave Group Silently'નો સમાવેશ થાય છે.

    વોટ્સએપે (WhatsApp) તેમના યુઝર્સ માટે ટૂંક સમયમાં ત્રણ નવા પ્રાઈવસી ફીચર્સ લાવવાની જાહેરાત કરી છે. કંપનીના માલિક માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) ફેસબુક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. વળી, ટ્વિટર પર WhatsAppની સત્તાવાર પોસ્ટ પરથી જાણવા મળ્યું છે કે WhatsApp 3 નવા પ્રાઈવસી ફીચર્સ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં 'Online Presence, Screenshot blocking for view once અને Leave Group Silently'નો સમાવેશ થાય છે. આવો જાણીએ આ ત્રણ વિશેષતાઓ વિશે...

    Online Presence: વોટ્સએપ આ મહિને એક ફીચર લાવવા જઈ રહ્યું છે જેમાં યુઝર્સને એ નક્કી કરવાનો અધિકાર હશે કે તેમને કોણ ઓનલાઈન જોઈ શકે છે, એટલે કે હવે યુઝર્સ અલગ-અલગ લોકો માટે સેટ કરી શકશે કે જેઓ તેમને ઓનલાઈન જોઈ શકે.

    Screenshot blocking for view once: WhatsAppએ તાજેતરમાં 'વ્યૂ વન્સ મેસેજ' ફીચર રજૂ કર્યું છે, જેના દ્વારા મેસેજ માત્ર એક જ વાર વાંચી શકાય છે અને તે પછી તે આપમેળે અદૃશ્ય થઈ જાય છે. આ રીતે, વપરાશકર્તાઓને વિકલ્પ મળે છે કે કોઈ તેમના મોકલેલા સંદેશાઓનો ડિજિટલ રેકોર્ડ રાખી શકશે નહીં. પરંતુ આવા મેસેજના સ્ક્રીનશોટ લેવાની કેટલીક ફરિયાદો મળ્યા બાદ હવે વોટ્સએપે તેને સુધારવા માટે એક નવું ફીચર લાવવાની તૈયારી કરી છે.

    ફેસબુકે કહ્યું છે કે વ્હોટ્સએપ હવે વધારાની સુરક્ષા માટે વ્યુ વન્સ મેસેજના સ્ક્રીનશોટને રોકવા પર કામ કરી રહ્યું છે. આ ફીચર હાલમાં ટેસ્ટિંગ હેઠળ છે અને ટૂંક સમયમાં જ યુઝર્સને રજૂ કરવામાં આવશે.

    આ પણ વાંચો: WhatsApp એ મેસેજ ડિલીટ કરવાની વધારી સમય મર્યાદા, જાણો તમામ વિગતો

    Leave Group Silently: ઝકરબર્ગે આ મહિને કહ્યું હતું કે તે એક પ્રાઈવસી ફીચર લાવી રહ્યું છે જે ગ્રૂપ ચેટમાં સામેલ યુઝર્સને જાણ કર્યા વિના ગ્રૂપમાંથી બહાર નીકળી શકશે. એટલે કે જો તમે ગ્રૂપ છોડો છો, તો કોઈને નોટિફિક્શન મળશે નહીં.

    આ પણ વાંચો: WhatsApp પર Security થશે વધુ કડક, આ નવું ફીચર હેકિંગથી બચાવશે તમારુ એકાઉન્ટ

    ઉલ્લેખનીય છે કે, વોટ્સએપ તેના યુઝર્સ માટે વધુ એક સારા સમાચાર લઈને આવ્યું છે. વાસ્તવમાં વોટ્સએપે કહ્યું છે કે હવે યુઝર્સ કોઈપણ મેસેજને ડિલીટ કરવામાં બે દિવસ (WhatsApp delete message time)નો સમય લઈ શકશે. કંપનીએ ટ્વિટર દ્વારા આ જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે પહેલા મેસેજ ડિલીટ કરવા માટે માત્ર એક કલાકનો સમય મળતો હતો, પરંતુ હવે યુઝર્સ બે દિવસ સુધી મેસેજ ડિલીટ કરી શકશે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Gujarati tech news, Whatsapp features

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन