Home /News /tech /

WhatsAppએ 2019માં અત્યાર સુધી રજુ કર્યા બે જબરદસ્ત ફીચર્સ, જાણો ઉપયોગ

WhatsAppએ 2019માં અત્યાર સુધી રજુ કર્યા બે જબરદસ્ત ફીચર્સ, જાણો ઉપયોગ

WhatsAppએ જબરદસ્ત ફીચર રજૂ કર્યું છે

2019માં બે મહિનામાં WhatsAppએ બે જબરદસ્ત ફીચર્સ એડ કર્યા છે

    ન્યૂઝ18 ગુજરાતી: વર્ષ 2019ના બે મહિના પૂરા થઇ ગયા છે અને બીજો મહિનો શરૂ થઇ ગયો છે. આ બે મહિનામાં WhatsAppએ બે જબરદસ્ત ફીચર્સ એડ કર્યા છે. 'ગ્રુપ કોલિંગ શોર્ટકટ' અને 'ફેસ લોક/ટચ આઇડી'. ઉપરાંત આના કેટલાક ફીચર્સ અત્યારે ટેસ્ટિંગ લેવલે છે, જે ટૂંક સમયમાં જ યુઝર્સ માટે રજૂ કરવામાં આવશે. આવા ચાલો જાણીએ આ વર્ષો લોન્ચ થયેલા બે ફીચર્સ વિશે. જોઇએ તે કેવી રીતે કામ કરે છે.

    Group Calling Shortcu

    આમાં કોલિંગ કોલિંગ માટે એક અલગથી બટન આપવામાં આવ્યં છે. નવું ગ્રુપ બટન પહેલાં આપેલા કોલિંગ બટનની જેમ કામ કરશે, પરંતુ આની ખાસ વાત એ છે કે યુઝર્સ આ બટનની મદદથી એક વખતમાં જ એકથી વધારે લોકોને કોલ કરી શકશે. WhatsAppએ ગયા વર્ષે ઓગસ્ટમાં ગ્રુપ વોઇસ અને વીડિયો કોલિંગ ફીચર રજૂ કર્યા હતા. જેમાં આ વર્ષે જાન્યુઆરીમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

    કેવી રીતે કામ કરે છે આ ફીચર

    પહેલાં ગ્રુપ કોલ કરવા માટે કોઇ એક કોન્ટેક્ટને વોઇસ અથવા વીડિયો કોલ કરવું પડતું હતું. આ નવા ફીચર બાદ કોલ રિસીવ થતાં તેમને ઉપર ડાબી બાજુ પ્લસ સાઇન સાથે 'Add Person' બટન જોવા મળશે. જ્યાં ક્લિક કરી તમે બીજા લોકોને એડ કરી શકો છો. આવી રીતે તમે એક-એક કરીને ચાર લોકોને એડ કરીને ગ્રુપ કોલ કરી શકો છો.

    આ પણ વાંચો: Facebook Messengerમાં આવ્યું Dark Mode ફીચર, જાણો કઇ રીતે કરશો એક્ટિવ

    Face Lock/Touch ID

    આ અપડેટ બાદ યુઝર્સની ચેટ વધુ સિક્યોર થઇ જશે. આ નવા ફીચરનો લાભ એ થશે કે WhatsApp તમારો ફેસ જોઇને અથવા ફિંગપ્રિન્ટથી ઓપન થશે. હાલ તે માત્ર iOS યુઝર્સ માટે જ છે. જોકે, ટૂંક સમયમાં જ તેને એન્ટ્રોઇડમાં રજૂ કરવામાં આવશે. WhatsApp ફેસ આઇડી અને ટચ આઇડી બન્નેને એપમાં ઇન્ટીગ્રેટ કરવામાં આવ્યું છે.

    કેવી રીતે કામ કરે છે આ ફીચર

    જો તમારી પાસે iPhone X અથવા આનાથી લેટેસ્ટ ફોન છે તો આમાં તમને Face ID ઓપ્શન જોવા મળશે. જો તમારી પાસે જૂનો iPhone હોય તો તમને Touch ID અથવા પાસકોડનો વિકલ્પ મળશે. આ ફીચર iOS 8 અને તેના ઉપરના વર્ઝનને સપોર્ટ કરશે. જ્યારે તમે તમારા ફોનમાં Face ID અથવા Touch IDને અનેબલ કરી લેશો તો જ્યારે તમે WhatsApp ખોલશો તો ફિંગરપ્રિન્ટ અથવા ફેસ ઓથોન્ટિક કરવાનું કહેવામાં આવશે. જો તમારો ફોન ફેસ અથવા ફિંગરપ્રિન્ટ ઓળખવામાં નિષ્ફળ રહે તો તમારે 6 આંકડાનો iPhone Passcode નાંખવાનો રહેશો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: 2019, Whatsapp

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन