Home /News /tech /WhatsAppનું નવું ફીચર! સેન્ડ કરાયેલો ફોટો કે વીડિયો એક વાર જોયા પછી થઈ જશે ડીલીટ

WhatsAppનું નવું ફીચર! સેન્ડ કરાયેલો ફોટો કે વીડિયો એક વાર જોયા પછી થઈ જશે ડીલીટ

પ્રતીકાત્મક તસવીર

WhatsApp View Once Feature: ફોનમાં ફોટા કે વીડિયો રહી જાય અને કોઈ જોઈ લે તેવો ડર ધરાવતા લોકો માટે આ ફીચર મહત્વનું સાબિત થશે

સોશિયલ મીડિયા (Social Media)ના વધતા ઉપયોગ સાથે પ્રાઇવસી (Privacy)નો પ્રશ્ન પણ ગંભીર બન્યો છે. સોશિયલ મીડિયા કંપનીઓ આ પ્રશ્નને ઉકેલવા પ્રયાસ કરે છે. આવા જ એક પ્રયાસના ભાગરૂપે વોટ્સએપ દ્વારા ખાસ ફીચર (WhatsApp New Feature) લવાયું છે. ફોનમાં ફોટા કે વીડિયો રહી જાય અને કોઈ જોઈ લે તેવો ડર ધરાવતા લોકો માટે આ ફીચર મહત્વનું સાબિત થશે.

વોટ્સએપના આ ફિચરનું નામ ‘View Once’ છે. આ મોડના માધ્યમથી સેન્ડ કરવામાં આવેલા ફોટા કે વીડિયો એક વખત જોવાયા પછી ગુમ થઈ જશે. આ ફિચરથી યુઝર્સને વધુ પ્રાઇવેસી મળશે. વોટ્સએપ દ્વારા ચાલું અઠવાડિયામાં તમામ યુઝર્સને આ મોડ આપવામાં આવશે. આ ફીચર બાબતે લોકોના શું મંતવ્ય છે તે જાણવાની વોટ્સએપની ઇચ્છા છે.

WhatsApp બ્લોગમાંથી મળેલી જાણકારી મુજબ તમે કોઈપણ પ્રાઈવેટ માહિતી અને મોમેન્ટસને શેર કરવા માટે આ ફિચરનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે, કોઈ સ્ટોરમાં નવા કપડાં ટ્રાય કરતા હોવ કે વાઈફાઈ પાસવર્ડ શેર કરવાનો હોય ત્યારે આ ફિચરનું ઉપયોગ થઈ શકે છે.

આ પણ વાંચો, 2021 Tata Tiago NRG Facelift ભારતમાં થઈ લૉન્ચ, જાણો ખાસ તેના ખાસ ફીચર્સ અને કિંમત

WhatsApp પર તમારા દ્વારા મોકલવામાં આવેલા પર્સનલ મેસેજની જેમ જ ‘View Once’ દ્વારા મોકલાયેલો ફોટો કે વીડિયો સહિતનું મીડિયા એન્ડ ટુ એન્ડ ઇન્સ્ક્રીપ્શનથી સુરક્ષિત હશે. આ સિસ્ટમથી વોટ્સએપ પણ આ મેસેજ જોઈ શકશે નહીં. આવા મેસેજ પર 1 લખેલું જોવા મળશે. વીડિયો કે ફોટો જોઈ લીધા બાદ આ મેસેજનું સ્ટેટ્સ ‘Opened’ થઈ જશે.

કઈ રીતે કામ કરે છે એ ફીચર?

વોટ્સએપ પર ગાયબ થતો મેસેજ મોકલો તો ‘View Once’ આઇકોન જોવા મળશે. આ મેસેજ મેળવનાર વ્યક્તિ પ્રિવ્યુ નહીં થાય. યુઝર દ્વારા જોઈ લીધા બાદ તેને બીજી વખત ઓપન કરી શકાશે નહીં. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને સ્નેપચેટમાં આ પ્રકારનું ફીચર મળે છે.

આ પણ વાંચો, Petrol Diesel Price Today: આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મળી રાહત, જાણો ગુજરાતના ચાર શહેરોના રેટ્સ
" isDesktop="true" id="1121075" >

ફેસબૂકે જણાવ્યું કે, ફોટો કે વીડિયો જોયા બાદ મેસેજ ‘Opened’ તરીકે જોવા મળશે. જેથી ચેટમાં શું થઈ રહ્યું છે તે જાણવું સરળ રહેશે. વોટ્સએપ પર કોઈને View Once ફોટો કે વીડિયો મોકલવા માટે યુઝરને એપના કેમેરાનો ઉપયોગ કરવો પડશે. તેનાથી ફોટો કે વીડિયો લીધો બાદ આઈકન પર ટેપ કરવાનું રહેશે. આ ફીચર સાથે ફોટો કે વીડિયો મોકલ્યા બાદ યુઝર તેને બીજી વખય ઓપન કરી શકશે નહીં.
First published:

Tags: WhatsApp delete photo feature, Whatsapp features, WhatsApp New Feature, WhatsApp Tips, Whatsapp tricks, WhatsApp View Once Feature, ટેક ન્યૂઝ

विज्ञापन