નવા નામથી આવશે WhatsAppનું આ જરુરી ફિચર, યૂઝર્સને હતી રાહ

જાણો કે આ સુવિધા શું છે અને તે કેવી રીતે કામ કરે છે.

જાણો કે આ સુવિધા શું છે અને તે કેવી રીતે કામ કરે છે.

 • Share this:
  વોટ્સએપ અનેક સુવિધાઓ પરીક્ષણ મોડ અને કેટલાક બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે. કંપની યૂઝર્સો માટે નવી સુવિધાઓ ઓફર કરી રહી છે, અને હવે એપ્લિકેશનમાં અન્ય સુવિધા ઉમેરવાની વાત સામે આવી છે. વોટ્સએપે ગયા વર્ષે વેકેશન નામની સુવિધા માટેની જાહેરાતની જાહેરાત કરી હતી, જેને હવે બીટા સંસ્કરણમાં રજૂ કરી દીધુ છે.

  WABetaInfoના ટ્વીટ મુજબ, તેને નવા નામથી રજૂ કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ બીટા 2.19.101માં કરી શકો છો. WABetaInfo એ જાણ કરી હતી કે આ સુવિધાનું ટેસ્ટિંગ પહેલા વેકેશન મોડથી કરવામાં આવ્યું હતુ, કંપનીએ હવે તેને ‘Ignore Archived chats’ નામથી રજૂ કર્યુ છે.  આ રીતે કામ કરે છે Ignore Archived chats?

  આ સુવિધાનો ઉપયોગ કરવા માટે યૂઝર્સને Whatsappના સેટિંગ્સ પર જવું પડશે. ત્યારબાદ નોટિફિકેશનનો વિકલ્પ હશે, જેનાથી તમે Ignore Archived chatsને ઇનેબલ કરી શકો છો.  જો તમે ફિચર દ્વારા કોઇ ચેટનું નોટિફિકેશન નથી ઇચ્છતા તો તેને ઇગ્નોર આર્કાઇવ્ડ કરી શકશો. આમ કરવાથી જો તમને નવો મેસેજ આવશે તો ઓટોમેટિકલી અનઆર્કાઇવ નહીં થાય. આ ફિચરનો સૌથી મોટો ફાયદો તે યૂઝર્સને થશે જેના વોટ્સએપ ગ્રૃપ પર સતત નોટિફિકેશન આવતા રહે છે.

  Ignore Archived chats અને Archive ચેટમાં શું છે તફાવત?

  હાલમાં વોટ્સએપ યૂઝર્સના આર્કાઇવ્સમાં થયેલા ચેટમાં નવો મેસેજ રિસીવ કરો છો તો ચેટ ઓટોમેટિક અનઆર્કાઇવ થઇ જશે. ચેટના અનઆર્કાઇવ થતા જ ચેટ મેન લિસ્ટમાં દેખાશે.  વોટ્સએપની આ સુવિધા આવ્યા બાદ આર્કાઇવ ચેટ્સમાં પહોચતા મેસેજ આર્કાઇવમાં જ રહેશે અને યૂઝર્સ મેન ચેટ લિસ્ટમાં નજર નહીં આવે. જ્યા સુધી યૂઝર્સ પોતે અનઆર્કાઇવ ન કરે. . જ્યારે ઇગ્નોર આર્કાઇવ્ડ ચેટ્સ વોટ્સએપ સેટિંગ્સ અને નોટિફિકેશનમાં મળશે.
  Published by:Bhoomi Koyani
  First published: