Home /News /tech /

WhatsApp યુઝર્સ માટે ખુશખબરી! જલ્દી આવી રહ્યું છે Last Seenથી જોડાયેલું આ મહત્વનું ફીચર

WhatsApp યુઝર્સ માટે ખુશખબરી! જલ્દી આવી રહ્યું છે Last Seenથી જોડાયેલું આ મહત્વનું ફીચર

વોટ્સએપ પોતાના યુઝર્સને અમુક ખાસ કોન્ટેક્ટ્સથી લાસ્ટ સીન (Last Seen) છુપાવવાનો ઓપ્શન આપશે.

WhatsApp Update Features: વર્તમાન સમયમાં એપ યુઝર્સને ત્રણ ઓપ્શન મળે છે, જેમાં તેઓ સિલેક્ટ કરી શકે છે કે તેમને last seen બધાને (everyone) બતાવવું છે કે, ફક્ત ફોન કોન્ટેક્ટ (My Contact)ને બતાવવું છે કે પછી બધાથી હાઈડ કરવાનું (Nobody) છે.

વધુ જુઓ ...
    WhatsApp Update Features: પોપ્યુલર મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) પોતાના યુઝર્સ માટે સમયાંતરે નવા-નવા ફીચર પર કામ કરતું રહે છે, અને હવે મેટા (Meta)ની માલિકીનું આ પ્લેટફોર્મ ખૂબ મહત્વનું ફીચર લાવવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ વોટ્સએપ પોતાના યુઝર્સને અમુક ખાસ કોન્ટેક્ટ્સથી લાસ્ટ સીન (Last Seen) છુપાવવાનો ઓપ્શન આપશે. વર્તમાન સમયમાં એપ યુઝર્સને ત્રણ ઓપ્શન મળે છે, જેમાં તેઓ સિલેક્ટ કરી શકે છે કે તેમને last seen બધાને (everyone) બતાવવું છે કે, ફક્ત ફોન કોન્ટેક્ટ (My Contact)ને બતાવવું છે કે પછી બધાથી હાઈડ કરવાનું (Nobody) છે.

    ‘Last seen’ તમને જણાવે છે કે કોઈ યુઝરે છેલ્લી વખત વોટ્સએપ ક્યારે ચેક કર્યું હતું એટલે કે તે છેલ્લે ઓનલાઇન ક્યારે આવ્યો હતો. આ મેસેજ સેન્ડ કરવાવાળાને એ અનુમાન લગાવવાની મંજૂરી આપે છે કે શું તમે કોઈ મેસેજ જોયો હશે, ભલે ‘read receipt’ બંધ હોય.

    આ પણ વાંચો: Twitter યુઝર્સ માટે ગુડ ન્યુઝ! આવી રહ્યું છે Edit બટન, જુઓ કેવું હશે આ નવું ફીચર

    WABetaInfo અનુસાર, એન્ડ્રોઇડ અને iOS માટેના લેટેસ્ટ બીટામાં વોટ્સએપ હવે તમને એ વ્યક્તિથી ‘last seen’ છૂપાવવાની અનુમતી આપશે, જેને તમે ફક્ત પોતાના કોન્ટેક્ટ લિસ્ટમાંથી પસંદ કરો છો.

    જો તમે Settingsમાં જાઓ છો, તો Account પર ટેપ કરો, અને Privacy સિલેક્ટ કરો, તમને ‘Last Seen’ માટે એક ઓપ્શન જોવા મળશે, ઓપ્શનને સિલેક્ટ કરો અને ‘My Contacts Except’ પર ટેપ કરો જેથી એ ખ્યાલ આવશે કે તમારું સ્ટેટસ કોણ જોઈ શકે છે.

    આ પણ વાંચો: WhatsAppએ લોન્ચ કર્યા નવા ફીચર્સ, ગ્રુપ વોઇસ કોલ પર જોડાઈ શકે છે 32 લોકો

    આ મદદગાર છે કારણકે તમને પોતાની ઓનલાઇન સ્થિતિને બધાથી છૂપાવવાની જરૂર નહીં પડે, અને તમે કોન્ટેક્ટથી બસ અમુક લોકોથી લાસ્ટ સીન સ્ટેટસ છૂપાવી શકશો.

    આ નવા ફીચર પણ આવી રહ્યા છે

    આ ઉપરાંત, WhatsApp જલ્દી યુઝર્સ માટે 5 નવા ફીચર્સ લાવવા માટે તૈયાર છે, જેમાં સૌથી મહત્વનું ફીચર કમ્યુનિટીઝ (Communities) છે, જે યુઝર્સને હવે વધુ લોકો સાથે, કમ્યુનિટીઝ સાથે જોડવાની સુવિધા આપશે. તો ગ્રુપ વોઇસ કોલમાં પણ હવે 32 લોકો એકસાથે જોડાય તેવું ફીચર પણ રોલઆઉટ થવાનું છે. આ સિવાય મેટાની માલિકીની આ મેસેજિંગ એપ 4 વધુ ફીચર પણ લોન્ચ કરવાની છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology, New-feature, Whatsapp, Whatsapp feature, WhatsApp News

    આગામી સમાચાર