WhatsApp યૂઝર્સ માટે સારા સમાચાર, હવે પહેલાથી વધારે સુરક્ષિત બનશે તમારી ચેટ, આવશે નવું ફીચર
WhatsApp યૂઝર્સ માટે સારા સમાચાર, હવે પહેલાથી વધારે સુરક્ષિત બનશે તમારી ચેટ, આવશે નવું ફીચર
પ્રતીકાત્મક તસવીર
વૉટ્સએપ (Whatsapp) પર તમારા તરફથી મોકલવામાં આવેલો મેસેજ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટ (End-To-End Encrypted) હોય છે, જેને કોઈ થર્ડ પર્સન પછી તે વૉટ્સએપ હોય તો તે પણ વાંચી શકતું નથી.
નવી દિલ્હી: વૉટ્સએપ (Whatsapp) પોતાના યૂઝર્સનો ડેટા સુરક્ષિત રાખવા માટે નવાં નવાં ફીચર્સ ઉમેરી રહ્યું છે. તમને માલુમ જ હશે કે વૉટ્સએપ પર કોઈ વ્યક્તિને મોકલવામાં આવેલો સંદેશ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ (End-To-End Encrypted) હોય છે, એને મતલબ એવો થાય કે તમે જે મેસેજ મોકલ્યો છે તે તેને મેળવનાર વ્યક્તિ જ વાંચી શકે છે. કોઈ વ્યક્તિ આ મેસેજને હેક કરવા માંગે અથવા ખુદ વૉટ્સએપ ઇચ્છે તો પણ તે આ મેસેજ નથી જોઈ શકતું. હવે વૉટ્સએપ યૂઝર્સની સુરક્ષા (Users' Security) માટે વધુ એક ફીચર લાવી રહ્યું છે. તો જાણીએ આ ફીચર વિશે...
વૉટ્સએપ પર તમારા તરફથી મોકલવામાં આવેલો મેસેજ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટ હોય છે, જેને કોઈ થર્ડ પર્સન પછી તે વૉટ્સએપ હોય તો તે પણ વાંચી શકતું નથી. એન્ક્રિપ્ટનો મતલબ એવો થાય છે કે તે તમારા મેસેજને રેન્ડમ નંબર અને આલ્ફાબેટમાં બદલી દે છે, આ મેસેજને ડિક્રિપ્ટ કરવા માટે જે Keyની જરૂર હોય છે કે તે સિરીવર પાસે હોય છે. જેનાથી જેને મેસેજ મળે છે તેને તે વ્યવસ્થિત દેખાય છે.
અત્યારસુધી વૉટ્સએપ ફક્ત પર્સનલ ચેટને જ એન્ક્રિપ્ટ કરતું હતું, પરંતુ બેકઅપ કરવામાં આવેલી ચેટ અત્યારસુધી એન્ક્રિપ્ટ થતી ન હતી. જેનાથી તમારો વ્યક્તિગત ડેટા અથવા ચેટને કોઈ હેકર અથવા સરકારી એજન્સી ગૂગલ, એપલ કે પછી કોઈ અન્ય ક્લાઉડ સ્ટોરેજમાંથી મેળવી શકતા હતા.
Wabetainfoના જણાવ્યા પ્રમાણે વૉટ્સએપ હવે બેકઅપ કરવામાં આવેલા મેસેજને પણ એન્ક્રિપેટ કરવાના પર કામ કરી રહ્યું છે. વૉટ્સએપ તરફથી નવા અપડેટ 2.21.15.5માં એન્ડ્રોઇડ માટે તમારા ચેટના બેકઅપ માટે આ ફીચર બીટા વર્ઝન તરીકે લોંચ કર્યું છે. Wabetainfo તરફથી શેર કરવામાં આવેલા એક સ્ક્રીનશૉટમાં બતાવવામાં આવ્યું છે કે આ ફીચર તમને તમારા સેટિંગમાં જોવા મળશે અને તે વૈકલ્પિક હશે.
એટલે કે વૉટ્સએપ તરફથી બીટા વર્ઝનમાં આ ફીચર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જે પ્રમાણે હવે તમારે તમારે ચેટનું બેકઅપ લેવા માટે પાસવર્ડ કે પછી 64 ડિજિટ એન્ક્રિપ્ટ Keyની જરૂર પડશે, આ પાસવર્ડ વૉટ્સએપ, ગૂગલ કે પછી એપલ સાથે શેર કરવામાં નહીં આવે. તમે જ્યારે તમારી ચેટને રિસ્ટોર કરશો ત્યારે આ પાસવર્ડ કે પછી એન્ક્રિપ્ટ Keyની જરૂર પડશે, નહીં તો તમે આ ચેટ રિસ્ટોર નહીં કરી શકો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર