Home /News /tech /લો આ જ તો જોઈતું હતુ! Whatsapp નું નવું ફીચર જોઈને તમે પણ કહેશો, ગજબ કહેવાય
લો આ જ તો જોઈતું હતુ! Whatsapp નું નવું ફીચર જોઈને તમે પણ કહેશો, ગજબ કહેવાય
વોટ્સએપનું નવું ફીચર
Whatsapp new feature: WhatsApp બિઝનેસ યૂઝર્સ માટે સબસ્ક્રિપ્શન પ્લાન રજૂ કરવાની વાતો ચાલી રહી છે એવામાં એક એવું ફીચર આવી ગયું છે જે તમારું રોજનું કામ ઘણું સરળ બનાવી શકે છે.
Whatsapp Feature: ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સએપ (WhatsApp)માં યૂઝર્સને અનેક વાર નવા ફીચર્સ આપવામાં આવે છે. વ્હોટ્સએપ નવા ફીચર પર તેજીથી કામ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વ્હોટ્સએપે આ નવા ફીચરનું ટેસ્ટીંગ શરૂ કરી દીધું છે. આ ફીચર અપડેટ થઈ ગયા બાદ યૂઝર્સ વ્હોટ્સએપ પર ચેટિંગ દરમિયાન શેર કરેલ ફાઈલને કેપ્શન આપી શકશે. વ્હોટ્સએપ એન્ડ્રોઈડ અને IOS બંને યૂઝર્સ માટે સતત અનેક ફીચરનું બીટા ટેસ્ટિંગ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઓગસ્ટમાં વ્હોટ્સએપે યુઝર્સની સુરક્ષા વધારવા માટે વ્યૂ વન્સ મેસેજ ફીચર બહાર પાડ્યું હતું.
આ કેપ્શન ફીચરની વાત કરવામાં આવે તો, આ ફીચર હેઠલ યૂઝર્સ સર્ચ ઓપરેશનનો ઉપયોગ કરીને ચેટમાં સરળતાથી શેર કરેલ ડોક્યુમેન્ટ અથવા ફાઈલ શોધી શકશે.
WABetaInfoના એક રિપોર્ટ અનુસાર વ્હોટ્સએપના નવા ડોક્યુમેન્ટ કેપ્શન ફીચરને ગૂગલ પ્લે બીટા અપડેટ વર્ઝન 2.22.22.7 સાથે રોલ આઉટ કરવામાં આવી રહ્યું છે. આ રિપોર્ટમાં એક સ્ક્રીનશોટ પણ શામેલ કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, આ ફીચર માત્ર એન્ડ્રોઈડ બીટા ટેસ્ટર માટે ઉપલબ્ધ છે.
ચેટમાં શેર કરેલ ડોક્યુમેન્ટ અથવા ફાઈલ સરળતાથી મળી જશે
આ ફીચર આવી ગયા બાદ વ્હોટ્સએપ યૂઝર્સ સર્ચ ઓપ્શનનો ઉપયોગ કરીને ચેટમાં શેર કરેલ ડોક્યુમેન્ટ અથવા ફાઈલ સરળતાથી શોધી શકશે. વ્હોટ્સએપના આ નવા કેપ્શન ફીચરમાં યૂઝર્સ કેપ્શન સાતે ફાઈલ શેર કરી શકશે. WaBetaInfoએ વેબસાઈટ પર જણાવ્યું છે કે, આ અપડેટ આવ્યા બાદ ચેટમાં મોકલવામાં આવેલ ફાઈલને યૂઝર્સ સરળતાથી શોધી શકશે. યૂઝર્સે ફાઈલને આપેલ કેપ્શનને યાદ રાખવાનું રહેશે, જેથી ફાઈલને શોધી શકાય.
WABetaInfo રિપોર્ટ અનુસાર, WhatsApp બિઝનેસ યૂઝર્સ માટે સબસ્ક્રિપ્શન પ્લાન રજૂ કરી રહ્યું છે. વ્હોટ્સએપના આ ફીચરને વ્હોટ્સએપ પ્રીમિયમના નામથી ઓળખવામાં આવશે. WABetaInfoએ એપ્રિલ 2022માં આ અપડેટ વિશે જાહેરાત કરી હતી.
આ વેબસાઈટ અનુસાર, વ્હોટ્સએપ પ્રીમિયમ બિઝનેસ એકાઉન્ટ્સ માટે એક ઓપ્શનલ પ્રીમિયમ પ્લાન રજૂ કરી રહ્યા છે. એપ્લિકેશનના સેટીંગ ઓપ્શનમાં આ પ્લાનને જોઈન કરી શકાય છે. જો તમારી પાસે બિઝનેસ એકાઉન્ટ છે, તો તમને સેટીંગ્સમાં વ્હોટ્સએપ પ્રીમિયમનો ઓપ્શન જોવા મળશે. જેનો અર્થ છે કે, તમને આ નવું ફીચર મળી ગયું છે, જેનો તમે ઉપયોગ શરૂ કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર