WhatsApp તેના વપરાશકર્તાઓ માટે એક નવું ફીચર લાવી રહ્યું છે. આ ફીચરમાં એપ્લિકેશન ખોલવી નથી પડતી. WABetaInfoએ ટ્વિટ કરીને જણાવ્યું કે, WhatsApp નોટિફિકેશનમાં વોઇસ નોટ પ્રીવ્યૂ લાવવાની તૈયારી કરી રહ્યું છે. WABetaInfoએ પોસ્ટની સાથે એક તસવીર પણ શેર કરી છે, જેમાં જોઈ શકાય છે કેનું ફીચર કેવી રીતે કામ કરશે. આ ફીચરમાં યૂઝર વોટ્સએપ ખોલ્યા વગર જ Voice Noteને ખોલી શકશે અને સાંભળી પણ શકશે.
આપવામાં આવેલી જાણકારી પ્રમાણે હાલ iOS યૂઝર્સ માટે આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં એન્ડ્રોઇડ યૂઝર્સ માટે પણ તેને લોંચ કરવામાં આવશે. આ ફીચરમાં એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે યૂઝર નોટિફિકેશનમાં મેસેજ જોઈને ત્યાંથી જ ચેટ કરી શકે છે.
વોટ્સએપ બહુ ઝડપથી એવું ફીચર લાવી રહ્યું છે જેની મદદથી આપણે કોઈ પણ મિત્રને કોઈ વીડિયો કે ઓડિયો ફાઇલ મોકલતા પહેલા તેને ચેટ બોક્સમાં જ એડિટ કરી શકાશે. આ ફીચરનું નામ ‘Quick Edit Media Shortcut’ હશે. ઉદાહરણ તરીકે, તમે કોઈને કોઈ ફાઇલ મોકલવા માંગો છો, પરંતુ તમે તેમાં થોડા ફેરફાર ઇચ્છી રહ્યા છો, તો તમે આ ફીચરથી આવું કરી શકશો.
આ ફીચર એન્ડ્રોઇડ અને આઇઓએસ બંનેમાં આવશે. જોકે, હજી સુધી એ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે વોટ્સએપ ક્યાં સુધી આ ફીચર લોંચ કરશે. WABetaInfoના સમાચાર પ્રમાણે થોડા દિવસોમાં આ ફીચર લોંચ થશે તેવી આશા છે.
આ નવા ફીચરથી ચેટિંગ સરળ બનશે
વોટ્સએપ પોતાના યૂઝરો માટે એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેનાથી ફોન નંબર સેવ કરવાનું કામ સરળ થઈ જશે. હકીકતમાં WhatsApp પોતાની એપમાં QR Code શોર્ટકટ પર કામ કરી રહ્યું છે. WABetaInfoના જણાવ્યા પ્રમાણે હાલ આ વિકલ્પ બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે.
આ ફીચરમાં યૂઝર્સ કોડ સ્કેન કરીને કોઈ પણ કોન્ટેક્ટને પોતાની ફોનબૂકમાં સરળતાથી સેવ કરી શકશે અથવા ક્યૂઆર કોડની મદદથી નંબર શેર કરી શકાશે. આનાથી ફોન નંબર સેવ કરવા માટે ટાઇપિંગની જરૂર નહીં રહે. યૂઝર્સને આ વિકલ્પ WhatsAppના Settingમાં મળશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર