હવે પહેલાં જેવા નહીં દેખાય મિત્રોના WhatsApp Status, થશે આ ફેરફાર

હવે વધુ એક નવા ફીચરની માહિતી સામે આવી છે

WhatsApp યુઝર્સના અનુભવને વધુ રસપ્રદ બનાવવા માટે નવા-નવા ફીચર્સ એડ કરી રહ્યું છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: WhatsApp યુઝર્સના અનુભવને વધુ રસપ્રદ બનાવવા માટે નવા-નવા ફીચર્સ એડ કરી રહ્યું છે. હવે વધુ એક નવા ફીચરની માહિતી સામે આવી છે. WaBetaInfoએ ટ્વિટ કરી જણાવ્યું કે, વોટ્સએપ ‘Ranking’ નામના એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર દ્વારા વોટ્સએપ તે કોન્ટેક્ટને ઓટોમેટિકલી રેન્ક ઓર્ડરમાં રાખશે, જેની સાથે વધુ વાતચીત થાય છે. WaBetaInfo પ્રમાણે, કોન્ટેક્ટ્સની રેંકિંગ અમુક આધાર પર કરવામાં આવશે. આ માટે વાબીટાઇન્ફોએ કેટલાક ઉદાહરણ આપ્યા છે. જેની મદદ સમજી શકાય છે કે આ ફીચર કેવી રીતે કામ કરશે.

    - પહેલું તો એક દિવસમાં કોઇ કોન્ટેક્ટ સાથે કેટલી ચેટ કરો છો. આમાં ત્રણ ભાગમાં રેન્કિંગ વહેંચવામાં આવ્યું છે. મેસેજ મોકલે અને રિસીવ કરે-normal ranking, મીડિયા મોકલે અને રિસીવ કરે-good ranking અને યુઝર મેસેજ ઇગ્નોર કરે-bad ranking.

    - વોટ્સએપ દ્વારા કોઇ કોન્ટેક્ટને કોલ કરતાં તેનું રેન્કિંગ વધી જશે.

    - ગ્રુપમાં કોઇ કોન્ટેક્ટના મેસેજ પર રિપ્લાઇ કરવું અથવા વધુમાં વધુ મેન્શન કરવું, તે સારી રેન્કિંગમાં આવશે.

    - કોઇ કોન્ટેક્ટના સ્ટેટ્સ અપડેટનો જોવું અને ઇગ્નોર કરવાથી પણ રેકિંગ નક્કી થશે.

    આને સમજવા માટે સ્ક્રિનશોટ મૂકવામાં આવ્યું છે. આમાં ઉદાહરણ માટે સ્ટેટ્સ સેક્શન લેવામાં આવ્યું છે. પહેલી તસવીરમાં જુઓ તો WBIનું સ્ટેટ્સ ઉપર દેખાય છે. જે બે મિનિટ પહેલાં મૂકવામાં આવ્યું છે. આની નીચે TESTનું સ્ટેટ્સ છે, જે 22 કલાક પહેલાં મૂકવામાં આવ્યું હતું.


    તસવીરમાં જોઇ શકાય છે કે નવા રેન્કિંગ ફીચર બાદ TEST સ્ટેટ્સ ઉપર અને WBIનું સ્ટેટ્સ નીચે દેખાય છે. આનો અર્થ એ છે કે, TESTને સારી રેન્કિંગ મળી છે.

    આ પણ વાંચો: WhatsApp પર મળશે બિઝનેસ શોધવાની તક, આવી રહ્યું છે આ ફિચર

    યુઝર્સ આવનારા સમયમાં તેમના સ્ટેટ્સ સેક્શનના ઓર્ડરમાં બદલાવ જોશે. જેમાં કોન્ટેક્ટ્સ ટાઇમ પ્રમાણે નહીં રેન્કિંગ પ્રમાણે દેખાશે. હાલ આ ફીચર iOSના બીટા વર્ઝન 2.18.102.4 રજૂ કરવામાં આવ્યું છે.
    Published by:Azhar Patangwala
    First published: