Home /News /tech /WhatsApp બંધ કરી રહ્યું છે ફ્રી ક્લાંઉડિંગ બેકઅપ? અહીં જાણો
WhatsApp બંધ કરી રહ્યું છે ફ્રી ક્લાંઉડિંગ બેકઅપ? અહીં જાણો
પ્રતિકાત્મક તસવીર
techno news: આ એપ એક એવા ફીચર (feature) પર કામ કરી રહી છે, જે ક્લાઉડ સ્ટોરેજને (cloud storage) વધુ સારી ક્ષમતા સાથે મેનેજ (Manage cloud storage with better capacity) કરશે. હાલ જ્યારે પણ યુઝર કોઈ ચેટ બેકઅપ કરે છે.
whats app news: વોટ્સએપ હવે રોજીંદા જીવનનો એક હિસ્સો બની ગયો છે, મોટાભાગના દરેક લોકો વ્હોટ્સએપ વાપરે (whats app use) છે. હવે વ્હોટ્સએપ એક નવું ફીચર (WhatsApp new feature) લાવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, આ એપ એક એવા ફીચર પર કામ કરી રહી છે, જે ક્લાઉડ સ્ટોરેજને વધુ સારી ક્ષમતા સાથે મેનેજ (Manage cloud storage with better capacity) કરશે. હાલ જ્યારે પણ યુઝર કોઈ ચેટ બેકઅપ કરે છે, ત્યારે તે ચેટની બધી જ મીડિયા ફાઈલ (Media file) સ્માર્ટફોન (smartphone) OSને આધારે ગૂગલ ડ્રાઈવ (Google drive) અથવા આઈક્લાઉડ (iCloud)માં અપલોડ થઈ જાય છે.
વ્હોટ્સએપનું આ નવું ફીચર વ્હોટ્સએપ અપડેટ ટ્રેકર WABetaInfoમાં જોવા મળ્યું છે. આ નવું ફીચર ચેટ બેકઅપ કરતી વખતે યુઝર ડોક્યુમેન્ટ અને ફોટો જેવી વસ્તુઓને બહાર કાઢી શકશે. જોકે વ્હોટ્સએપનું આ નવું ફીચર વાપરવા માટે યુઝરે તેનો ચાર્જ ચુકવવાનો રહેશે.
આઈક્લાઉડ (iCloud)માં આ ફીચર માટે સબસ્ક્રીપ્શન લેવાનું રહેશે, જ્યારે ગૂગલ ડ્રાઈવમાં માત્ર 15 GB ફ્રી સ્ટોરેજ આપવામાં આવશે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફીચર બાદ વ્હોટ્સએપના ફ્રી ડિવાઈસ સ્ટોરેજને બંધ કરી દેવામાં આવશે, પર્નાતું હજી સુધી આ બાબતે કોઈ આધિકારીક પુષ્ટી કરવામાં આવી નથી.
WABetaInfoમાં આ ફીચર મેનેજ બેકઅપ સાઈઝના નામથી જોવા મળે છે. આ ફીચરની મદદથી યુઝર ફાઈલ અપલોડ કરતા પહેલા તેની સાઈઝમાં ફેરફાર કરી શકશે. સામે આવેલા એક સ્ક્રીનશોટમાં જોવા મળે છે કે જે પણ ફાઈલ, ફોટો અને ડોક્યુમેન્ટ યુઝર અપલોડ કરવા નથી ઈચ્છતો તેને ડિસિલેક્ટ પણ કરી શકાય છે.
WABetaInfo મુજબ એવી શક્યતાઓ છે કે ગૂગલ ડ્રાઈવ પર વોટ્સએપ બેકઅપને આંશિકરુપે ગણવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુક અને ગૂગલનાં કરારને કારણે અત્યાર સુધી વોટ્સએપ બેકઅપની ગણતરી યુઝરનાં ગૂગલ ડ્રાઈવ વપરાશ ક્વોટામાં કરવામાં આવતી ન હતી.
અહીં એ બાબત ધ્યાનમાં રાખવી કે વ્હોટ્સએપ દ્વારા ફ્રી સ્ટોરેજ સમાપ્ત કરવાની વાત એક અફવા હોઈ શકે છે, જો કે સચોટ માહિતી માટે હજી રાહ જોવા પડશે. તોજેતરમાં જ ફેસબુકની માલિકી હેઠળ આવતી આ મેસેજીંગ એપ દ્વારા બીટા ટેસ્ટર્સ માટે કેટલીક એન્ડ ટુ એન્ડ એન્ક્રીપ્શનવાળી (end-to-end encrypted) ચેટ્સને રોલિંગ આઉટ પણ કરવામાં આવી હતી.
આ વર્ષની શરૂઆતમાં ફેસબુક દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે યુઝર્સ પાસવર્ડ સાથે 64 બીટ એન્ક્રીપ્શન કી અને ક્લાઉડ આધારિત કીમાંથી કોઈ એકની પસંદગી કરી શકશે. ડેટા ગૂગલ ડ્રાઈવ કે આઈક્લાઉડમાં સ્ટોર કરતા પહેલાથી જ એન્ક્રીપ્ટેડ હશે. એન્ડ્રોઈડ વર્ઝન 2.21.21.5 માટે વ્હોટ્સએપ બીટામાં આ ફીચર જોવા મળ્યું હતું. રિપોર્ટ અનુસાર કેટલાક અપડેટ સુધી આ રોલઆઉટની પ્રક્રિયા યથાવત રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર