WhatsApp યૂઝર્સને મળશે નવું ફીચર, મેસેજની સામે મળશે આ ‘ખાસ બટન’

WhatsApp યૂઝર્સને મળશે નવું ફીચર, મેસેજની સામે મળશે આ ‘ખાસ બટન’
Frequently Forwaded Message ફૅક ન્યૂઝ તો નથી ને તે જાણવા માટે માત્ર એક જ ક્લિક કરવી પડશે

Frequently Forwaded Message ફૅક ન્યૂઝ તો નથી ને તે જાણવા માટે માત્ર એક જ ક્લિક કરવી પડશે

  • Share this:
    મુંબઈઃ વોટ્સએપ (WhatsApp)  પોતાના યૂઝર્સની સગવડ માટે નવા-નવા ફીચર્સ (whatsapp new feature)  રજૂ કરતું રહે છે. હવે વોટ્સએપે ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામ (google play beta program) હેઠળ એક નવું અપડેટ 2.20.94 વર્જન રજૂ કર્યું છે. WABetaInfoએ આપેલી જાણકારી મુજબ આ વર્જન વોટ્સએપના વેબ માટે છે.

    આ વર્જનમાં વોટ્સએપ વેબ માટે ‘Search Messages on the Web’નું ફીચર જોડાશે. આ ફીચર શું છે અને કેવી રીતે કામ કરશે, આવો જાણીએ...



    વેબ પર સર્ચ મેસેજ ફીચર હેઠળ યૂઝર મોકલવામાં આવેલા મેસેજને સીધું વોટ્સએપથી ગૂગલ પર સર્ચ કરી શકશે અને તે તપાસ કરી શકશે કે મોકલવામાં આવેલો મેસેજ ફેક તો નથી ને. ધ્યાન રહે કે સર્ચનું આ બટન માત્ર Frequently Forwaded Messageની સામે દેખાશે . આ ફીચર કેવી રીતે કામ કરશે તેને લઈને WABetaInfoએ સ્ક્રીનશોટ પણ શૅર કર્યો છે.
     ફોટો જોઈએ તો તેમાં ફોરવર્ડ કરવામાં આવેલા મેસેજની સામે સર્ચ આઇકન બનેલું દેખાઈ રહ્યું છે. આ આઇકન પર ટૅપ કરતાં જ એક મેસેજ પૉપ-અપ થશે, જેમાં લખ્યું છે, શું તમે આને વેબ પર સર્ચ કરવા માંગો છો? તે આપના મેસેજને ગૂગલ પર અપ્લોડ કરી દેશે.

    આ પણ વાંચો, Work from Home માટે WhatsApp યૂઝ કરી રહ્યા છો તો ધ્યાન રાખો જરૂરી વાતો...

    ડેવલપમેન્ટ સ્ટેજમાં છે આ ફીચર

    મૂળે, આ નવા ફીચરને ‘frequently forwaded messages’ ફીચરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યું છે. તેમાં ‘frequently forwaded messages’ને ચેક કરી શકાશે કે તે ફેક મેસેજ તો નથી ને. WABetaInfoએ જણાવ્યું કે હાલ આ ફીચર ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને તેના માટે વધુ રાહ નહીં જોવી પડે.

    આ પણ વાંચો, BSNLની મોટી ગિફ્ટ, એક મહિના માટે ગ્રાહકોને મફતમાં મળી રહ્યું છે ઇન્ટરનેટ!

     
    First published:March 23, 2020, 09:41 am

    ટૉપ ન્યૂઝ