WhatAppનાં Fingerprint Lock ફીચરથી ચેટ વધારે સલામત રહેશે

News18 Gujarati
Updated: August 14, 2019, 1:02 PM IST
WhatAppનાં Fingerprint Lock ફીચરથી ચેટ વધારે સલામત રહેશે
પ્રતિકાત્મક તસવીર

ત્રણ મહિના પહેલા જ આ ફીચર પછી આઈઓએસ યૂઝર વોટ્સએપ સિક્યોરિટી માટે ટચ આઈડી અને ફેસ આઈડી ઓથેન્ટકેશનનો ઉપયોગ કરે છે.

  • Share this:
WhatsApp સમયાંતરે પોતાનાં સિક્યોરિટી ફીચર અપડેટ કરતુ રહે છે જેનાથી યૂઝર્સનાં પર્સનલ ડેટા વધુમાં વધુ સેફ રહે. હવે વોટ્સએપ Finger Print Lock નામનું ફીચર લાવ્યું છે. આ સિક્યોરિટી ફીચર સિક્યોરિટી ફીચર બીટા યૂઝર્સનાં અપડેટેડ વર્ઝન નંબર 2.19.3 પર આપવામાં આવ્યું છે. આ મોટાભાગે આઈઓએસનાં ઓથેન્ટિક ફીચર જેવું જ છે. આ ફીચર આવ્યાં પછી આઈફોન યૂઝર્સ પોતાના વોટ્સએપને ટચ આઈડી અને ફેસ આઈડી સાથે સિક્યોર કરી શકે છે.

હાલમાં જ વોટ્સનાં અપડેટ અને ખબર આપનારી વેબસાઇટ WABetaInfoએ પણ કન્ફોર્મ કરી દીધું છે કે વોટ્સએપ યૂઝર્સ પોતાના એકાઉન્ટને ફિંગરપ્રિન્ટ સિક્યોરિટી દ્વારા વધારે મજબૂત કરી શકશે. જેના માટે જરૂરી છે કે ફોનમાં ફીંગર પ્રિન્ટ સ્કેનર હોય.

આ પણ વાંચો : Whatsapp નું નવું ફિચર, હવે ઇન્ટરનેટ વગર પણ કરી શકશો ચેટ

વોટ્સએપનો 2.19.3 વર્ઝન અપડેટ કર્યા પછી યૂઝર્સને એપનાં પ્રિવેસી સેક્શનમાં 'ઓથેન્ટિક'નું એક નવું ઓપ્શન મળશે. આ ઓપશનને ક્લિક કર્યા પછી બીટી યૂઝર્સની સામે એક સ્ક્રિન આવશે. જેને તમારે ફોનમાં રજીસ્ટર્ડ ફિંગરપ્રિન્ટને વેરીફાઇડ કરવાની રહેશે. વેરિફિકેશન બાદ યૂઝર ફરીવાર વોટ્સએપ ખોલશે તો તેમને ફિંગરપ્રિન્ટની જરૂર પડશે.

આ પણ વાંચો : ફેસબૂક બદલી રહ્યું છે WhatsApp-Instagramનું નામ, જલદી ફોનમાં દેખાશે આવું

વોટ્સએપે આ ફીચરને એન્ડ્રોઇડ બીટા યૂઝર્સ પહેલા આઈઓએસ માટે ઉપલબ્ધ કરાવેલુ છે. ત્રણ મહિના પહેલેથી જ આ ફીચર આઈઓએસ યૂઝર વોટ્સએપ સિક્યોરિટી માટે ટચ આઈડી અને ફેસ આઈડી ઓથેન્ટકેશનનો ઉપયોગ કરે છે. વોટ્સએપ હાલ બીટા યૂઝર્સને ફિંગરપ્રિન્ટ સ્કેનર જ આપે છે. આશા છે કે કંપની જલ્દી જ એન્ડ્રોઇડ માટે ફેસ આઈડી ઓથેન્ટિકેશન ફીચર પણ રોલ આઊટ કરી દેશે.
First published: August 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...