Home /News /tech /WhatsApp પર હવે જલ્દી જ મેસેજ મોકલ્યા પછી પણ કરી શકશો એડિટ
WhatsApp પર હવે જલ્દી જ મેસેજ મોકલ્યા પછી પણ કરી શકશો એડિટ
WhatsApp Premium feature
WhatsApp Update: હાલમાં વોટ્સએપમાં કોઈ એડિટ બટન (Edit Button) નથી. અત્યારે વોટ્સએપ પર મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ (Message) કરી શકાય છે પરંતુ એડિટ કરી શકાતા નથી, પરંતુ હવે મેસેજ એડિટ કરવાનું સરળ બનશે.
WhatsApp Update: વોટ્સએપ (WhatsApp) દરરોજ શાનદાર ફીચર્સ આપે છે અને હવે કંપની એપના બીટા વર્ઝનમાં એડિટ બટન (Edit Button)નું ટેસ્ટિંગ કરી રહી છે. અત્યારે વોટ્સએપમાં કોઈ એડિટ બટન નથી. અત્યારે વોટ્સએપ પર મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરી શકાય છે પરંતુ એડિટ કરી શકાતા નથી, પરંતુ આવનારા ફીચરથી યુઝર્સ સેન્ડ કર્યા પછી મેસેજ એડિટ કરવાનું સરળ બનાવશે.
WABetaInfo દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, WhatsApp હવે WhatsApp મેસેજ રિએક્શન ફીચર પછી ટેક્સ્ટ મેસેજ એડિટિંગ ફીચર ઓફર કરી રહ્યું છે, જે આગામી અપડેટ સાથે રજૂ કરી શકાય છે.
WBએ એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જે દર્શાવે છે કે WhatsApp એક નવો વિકલ્પ વિકસાવી રહ્યું છે, જે મેસેજને એડિટ કરશે. આ સાથે, યુઝર્સ મેસેજ મોકલ્યા પછી પણ તેમની ભૂલ સુધારી શકશે, પરંતુ ઉલ્લેખ કર્યો છે કે આ ફીચર હાલમાં ડેવલપ કરવામાં આવી રહ્યું છે, તેથી તેનો અર્થ એ છે કે આગામી સમયમાં કેટલાક ફેરફારો પણ થઈ શકે છે.
જાણવા મળ્યું છે કે WhatsApp તમામ એન્ડ્રોઇડ બીટા, iOS બીટા અને ડેસ્કટોપ માટે આ ફીચર પર કામ કરી રહ્યું છે. જો કે, આ ફીચર વિશે આનાથી વધુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
WhatsApp આપી રહ્યું છે એક મોટી તક આ સિવાય તાજેતરમાં જ મેસેજિંગ એપ પર પેમેન્ટ ફીચર રજૂ કરવામાં આવ્યું છે. દરમિયાન, એપએ WhatsApp પેમેન્ટ ફીચર્સના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કેશબેક આપવાનું શરૂ કર્યું છે. કંપની એવા યૂઝર્સને 35 રૂપિયાનું કેશબેક આપી રહી છે જેઓ તેમના મિત્રો અથવા પરિવારને WhatsApp પેમેન્ટ દ્વારા પૈસા મોકલે છે. જો કે, અત્રે નોંધનીય છે કે આ કેશબેક ત્રણ વખત અને ત્રણ અલગ-અલગ નંબર પર પૈસા મોકલવા પર જ મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર