Home /News /tech /

WhatsAppએ કર્યા ફેરફાર, દૂર થશે જૂના Emojis

WhatsAppએ કર્યા ફેરફાર, દૂર થશે જૂના Emojis

WhatsAppએ કર્યા ફેરફાર, દૂર થશે જૂના Emojis

વોટ્સએપ તેના ડૂડલ પિકરમાં હાલના ઇમોજીસની જગ્યાએ ઓફિશિયલ Emojis રજૂ કરશે

    ન્યૂઝ18 ગુજરાતી: વોટ્સએપે તેના ડૂડલ માટે નવું અપડેટ રજૂ કર્યું છે. WABetaInfoની ટ્વિટ પ્રમાણે કંપનીએ Google Play Beta પ્રોગ્રામમાં વર્ઝન 2.19.110 સબમીટ કર્યું છે, જેમાં એપના ડૂડલને લઇને કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. વોટ્સએપ તેના ડૂડલ પિકરમાં હાલના ઇમોજીસની જગ્યાએ ઓફિશિયલ Emojis રજૂ કરશે. નીચે આપેલા સ્ક્રીનશોર્ટથી સમજી શકાય છે કે ડૂડલ પિકરમાં પહેલા અને અપડેટ બાદ કેટલા ફેરફાર થવાના છે.

    પહેલાંથી કેટલા અલગ દેખાશે Emojis?

    તસવીરોને જોશો તો અપડેટ બાદ આમાં તે ઇમોજીસ છે, જેનો આપણે ચેટિંગ માટે ઉપયોગ કરીએ છીએ. હાલના વોટ્સએપ ડૂડલને જુઓ તો આમાં કેટલાક કસ્ટમાઇઝ સ્ટિકર્સ છે. જેને મીડિયા ફાઇલ મોકલવા દરમિયાન એડિટ ઓપ્શનને સિલેક્ટ કરી ફોટો પર લગાડી શકાય છે.


    અપડેટ કરતાં આવું દેખાશે ડૂડલ સેક્શન

    વોટ્સએપ બીટાનું કહેવું છે કે, આ નવા ફીચરને Enable કરતાં Doodle UIમાં ફેરફાર જોઇ શકાય છે. આને બીટા વર્ઝન 2.19.106 અપડેટમાં જૂના ઇમોજીસને હટાવીને ઓફિશિયલ Emojisને રજૂ કરાયા છે.


    આ પહેલાં વોટ્સએપ બીટાએ ટ્વિટ કરી કહ્યું હતું કે, 2.19.106 અપડેટ કરતાં યુઝર્સ મીડિયા ફાઇલ શેર કરવા દરમિયાન નવા ફીચરનો લાભ લઇ શકે છે.

    Sticker ફીચરમાં પણ થશે ફેરફાર

    ઉપરાંત હાલમાં જ WhatsAppએ જણાવ્યું છે કે, તે ટૂંક સમયમાં જ Sticker ફીચરમાં એક નવું અપડેટ રજૂ કરવાની તૈયારીમાં છે. WABetaInfoની ટ્વિટ પ્રમાણે, વોટ્સએપમાં Animated Stickers લોન્ચ કરાશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Doodle, Replace, Whatsapp

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन