WhatsAppએ બદલી દીધી ડિઝાઇન, હવે આવી દેખાશે આપની App

જાણો તમારી એપમાં શું-શું ફેરફાર કરવામાં આવ્યા છે?

જાણો તમારી એપમાં શું-શું ફેરફાર કરવામાં આવ્યા છે?

  • Share this:
    WhatsApp પોતાની એપમાં સતત નવા-નવા ફીચર્સ રજૂ કરી રહ્યું છે. નવા ઓથેન્ટિકેશન ફીચર બાદ હવે WhatsApp દ્વારા એપની ડિઝાઇન પૂરી રીતે બદલી દીધી છે. આ રીડિઝાઇન અપડેટથી વોટ્સએપના Setting ઓપ્શનના લુક અને લેઆઉટમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. ફોટોને જોઈએ તો પહેલા ત્યાં યૂઝર્સને Settingsમાં Account, Chats, Notification, Payments, Data & Storage, Invite a friend અને ત્યારબાદ Helpનું ઓપ્શન દેખાય છે. બીજી તરફ, ડિઝાઇન બદલ્યા બાદ વોટ્સએપમાં તેના સિકવન્સ બદલાયેલી જોવા મળશે.

    આ ઉપરાંત Accountsની નીચે પહેલા Privacy, Security, Two-Step verification, change number જેવા ઓપ્શન માત્ર લખેલા હતા, તેની સામે નવી ડિઝાઇનમાં લખેલા ઓપ્શનની સાથે તેનો સિમ્બોલ પણ મૂકવામાં આવ્યો છે.


    આ પણ વાંચો, WhatsApp પર 'Voice Message' માટે આવ્યું નવું ફિચર, જુઓ કેવી રીતે કરશે કામ

    આ નવા અપડેટમાં Chatsની નીચે Wallpaper, Chat Backup, Chat Historyનો સિમ્બોલ, 'Help'ની નીચે FAQ, Contact Us, Terms and Privacy Policy, App Infoના સિમ્બલ પણ એડ કરવામાં આવે છે. સાથોસાથ યૂઝર્સ પોતાની Profile પર જશો તો તેમને અલગથી 'Name', 'About' અને 'Phone'ની કેટેગરી અલગથી લખેલી જોવા મળશે.


    નોંધનીય છે કે આ નવા layoutનું ટેસ્ટિંગ ગયા મહિને ફેબ્રુઆરીથી ચાલી રહી છે, જેને હવે 2.19.81 અપડેટમાં રજૂ કરી દેવામાં આવ્યું છે. આ ફીચરના ટેસ્ટિંગની જાણકારી WaBetaInfoએ આપી હતી. જો આપને હજુ પણ જૂની ડિઝાઇન અને લેઆઉટ જોવા મળે છે તો પોતાના વોટ્સએપને અપડેટ કરી લો.
    Published by:Mrunal Bhojak
    First published: