WhatsAppમાં જલદી મળશે નવા કલરનું Wallpaper, જાણો શું હશે ખાસ

News18 Gujarati
Updated: November 13, 2019, 9:26 AM IST
WhatsAppમાં જલદી મળશે નવા કલરનું Wallpaper, જાણો શું હશે ખાસ
પ્રતિકાત્મક તસવીર

જાણો કે કઈ નવી સુવિધા છે જે વોટ્સએપમાં ઉમેરવામાં આવશે અને આ ચેટિંગનો અનુભવ પણ બદલી જશે.

  • Share this:
વોટ્સએપ લાંબા સમયથી ડાર્ક મૉડની રાહ જોઈ રહ્યું હતું, પરંતુ તેનું સ્થિર વર્ઝન આવ્યું નથી. WABetaInfo એ આ વિશે અનેક વખત અહેવાલો જાહેર કર્યા છે, જેમાં તેના બીટા વર્ઝન માટે કેટલાક અપડેટ કરવામાં આવ્યાં છે. હવે WABetaInfoએ એક નવા અહેવાલમાં જણાવ્યું છે કે ડિફોલ્ટ ડાર્ક વૉલપેપર (Default Dark Wallpaper) પર કામ થઇ રહ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ડાર્ક થીમ લૉન્ચ કરતા પહેલા તે તેની સાથે જોડાયેલું છેલ્લું ફીચર હોઈ શકે છે અને તે પછી ડાર્ક થીમ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

WABetaInfoએ આનો એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં ડાર્ક વૉલપેપર જોઇ શકાય છે. તે ડાર્ક થીમ અને વાદળી કલર સ્કીમ સાથે ખૂબ મેચ થાય છે. આપેલી માહિતી અનુસાર, તે વોટ્સએપના લેટેસ્ટ બીટા અપડેટ 2.19.327 માટે છે.

આ પણ વાંચો: Xiaomi, સેમસંગ, એપલ નહીં, આ ફોન બન્યો નંબર વન, જુઓ Top 10 લિસ્ટ



જાહેર થયા છે ત્રણ થીમ સ્ક્રીનશૉટ

પહેલા WABetaInfoએ વોટ્સએપ માટે ડાર્ક મૉડ ત્રણ (dark mode configuration)ને સ્પૉટ કર્યા હતા. તેમાથી બે અમલમાં આવી ચુક્યા છે. તે સમયે, WABetaInfo એ પણ ફોટો શેર કર્યો હતો. આપેલા ફોટામાં બે શેડમાં બહુ ફરક નથી. પ્રથમ ડાર્ક મૉડ થીમમાં ટેબલ અને સેલ બેકગ્રાઉન્ડમાં ડાર્ક કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ પણ વાંચો: જિયો, એરટેલ અને વોડાફોનનો સસ્તો રિચાર્જ પ્લાન, જાણો ક્યો છે શ્રેષ્ઠ

બીજામાં નરમ ઘેરો કલર (થોડો ગ્રે જેવો) આપવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને થીમ્સમાં ડાર્ક બબલ્સ માટે સમાન રૂપરેખાં આપવામાં આવશે.



ડાર્ક મૉડ સુવિધા પછી વોટ્સએપ પર દેખાતી સફેદ બેકરાઉન્ડ બ્લેક/ ભૂખરો થશે, જ્યારે કાળો દેખાતો શબ્દ સફેદ થશે. પહેલા એવા પણ અહેવાલ હતા કે ડાર્ક મૉડમાં, ફોન્ટનો કલર સફેદને બદલે વાદળી રંગ આપવામાં આવશે.
First published: November 13, 2019, 9:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading