Home /News /tech /

WhatsApp માં આવી રહ્યા છે આ મજેદાર નવા ફીચર્સ, બદલી જશે ઉપયોગ કરવાની રીત

WhatsApp માં આવી રહ્યા છે આ મજેદાર નવા ફીચર્સ, બદલી જશે ઉપયોગ કરવાની રીત

વોટ્સએપ આઉટ ઓફ ચેટ પ્લેબેક ફીચરની મદદથી યૂઝર્સ ચેટની બહાર વોઈસ મેસેજ પણ સાંભળી શકશે

WhatsApp, New Features - વોટ્સએપે વોઈસ મેસેજ માટે 6 નવા ફીચર્સ લોન્ચ કર્યા

નવી દિલ્હી : યૂઝર્સને ચેટિંગ અને મેસેજિંગનો નવો અનુભવ મળતો રહે તે માટે ઇન્સ્ટન્ટ મેસેન્જર એપ વોટ્સએપ (WhatsApp) નવા ફીચર્સ લોન્ચ (WhatsApp New Features Launch) કરે છે અને જૂના ફીચર્સ અપડેટ કરતું રહે છે. ત્યારે વોટ્સએપે નવા અપડેટમાં ઘણા નવા ફીચર્સ લોન્ચ કર્યા છે. વોટ્સએપે વોઈસ મેસેજિંગ (Voice Messaging Features) માટે ઘણા નવા ફીચર્સ રજૂ કર્યા છે. આ નવા ફીચર્સ સાથે યૂઝર્સના વોઈસ નોટ્સ (Voice Notes) મોકલવાનો અને મેળવવાની અનુકૂળતા પહેલા કરતા ઘણો સારો રહેશે.

વોટ્સએપે વોઈસ મેસેજ માટે 6 નવા ફીચર્સ લોન્ચ (6 New Features of WhatsApp) કર્યા છે. આ ફીચર્સમાં આઉટ-ઓફ-ચેટ પ્લેબેક, પોઝ અને રેઝ્યૂમ રેકોર્ડિંગ, વેવફોર્મ વિઝ્યુલાઇઝેશન, ડ્રાફ્ટ પ્રીવ્યૂ, રીમેમ્બર પ્લેબેક અને ફાસ્ટ મેસેજ પ્લેબેકનો સમાવેશ થાય છે.

શું છે ખાસ?

વોટ્સએપે કહ્યું છે કે એન્ડ્રોઈડ અને આઈઓએસ યૂઝર્સ વોઈસ મેસેજને પોઝ અને ફરી શરૂ કરી શકશે. ઉપરાંત, વૉઇસ રેકોર્ડિંગ મોકલતા પહેલા, તેને ડ્રાફ્ટ કરી શકાય છે અને ચેટની બહાર પણ પ્લે કરી શકાય છે. યૂઝર્સ રેગ્યુલર સ્પીડ કરતા 1.5 કે 2 ગણી ઝડપથી વોઈસ મેસેજ પ્લે કરી શકશે.

આ પણ વાંચો - તમારું ગૂગલ ક્રોમ બ્રાઉઝર તરત જ કરો અપડેટ, નહીંતર થઈ જશે ‘હેક’

વોટ્સએપ અનુસાર, વિશ્વભરમાં યૂઝર્સ દરરોજ 7 બિલિયન વૉઇસ મેસેજ મોકલે છે. નોંધનીય છે કે, વોટ્સએપે વર્ષ 2013માં પહેલીવાર વોઈસ મેસેજિંગ સર્વિસ શરૂ કરી હતી.

શું છે નવા ફીચર્સની રસપ્રદ વાત?

WhatsAppના રિમેમ્બર પ્લેબેક અને ફાસ્ટ પ્લેબેક ઓન ફોરવર્ડ મેસેજ ફીચરમાં તમે સાંભળતી વખતે વૉઇસ મેસેજને પોઝ કરી શકો છો અને પછી ત્યાંથી જ ફરીથી સાંભળવાનું શરૂ કરી શકો છો. રેકોર્ડિંગ માટે જ્યારે તમે ફરી તૈયાર હોય ત્યારે ત્યાંથી જ તેને આગળ રેકોર્ડ કરી શકાશે. ફાસ્ટ પ્લેબેક ઓન ફોર્વર્ડેડ મેસેજ ફીચરમાં યૂઝર્સને 1.5 અને 2 ગણી સ્પીડ પર વોઇસ મેસેજ પ્લે કરવાની સુવિધા મળશે. રેગ્યુલરની સાથે ફોરવર્ડ મેસેજને પણ ઝડપથી સાંભળી શકાશે.

વોટ્સએપ આઉટ ઓફ ચેટ પ્લેબેક ફીચરની મદદથી યૂઝર્સ ચેટની બહાર વોઈસ મેસેજ પણ સાંભળી શકશે. વૉઇસ મેસેજ સાંભળતી વખતે તમે ફોન પર અન્ય એક્ટિવિટીઝ પણ કરી શકો છો. 'રિમેમ્બર પ્લેબેક' ફીચરની મદદથી યૂઝર વોઈસ મેસેજ સાંભળતી વખતે પોઝ કરી શકે છે, પછી ચેટ પર પરત ફર્યા બાદ મેસેજ જ્યાંથી બંધ થયો હતો ત્યાંથી સાંભળી શકે છે. વેવફોર્મ વિઝ્યુલાઇઝેશન અને ડ્રાફ્ટ પ્રીવ્યૂ ફીચરની મદદથી તમે સાઉન્ડનું વિઝ્યુએલ રીપ્રેઝન્ટેશન જોઇ શકશો. તેનાથી યૂઝર્સને રેકોર્ડિંગ કરવામાં ઘણી મદદ મળશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Whatsapp, Whatsapp feature, ટેક ન્યૂઝ

આગામી સમાચાર