WhatsApp યૂઝર્સને મળશે નવી ગિફ્ટ, દમદાર પેમેન્ટ સ્ટીકર લોન્ચ કરવામાં આવ્યા, આ રીતે મોકલી શકશો

વોટ્સએપ પેમેન્ટ સ્ટીકર્સ

WhatsApp Payments stickers: વોટ્સએપે પાંચ ભારતીય મહિલા આર્ટીસ્ટની મદદથી આ સ્ટીકર બનાવ્યા છે. આ વોટ્સએપ સ્ટીકરમાં પ્રેમ, કેર, આશીર્વાદ અને ખુશીની લાગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  • Share this:
મુંબઈ: વોટ્સએપ પેમેન્ટ્સ (WhatsApp Payments) ઘણા સમયથી વોટ્સએપ પર અનેક સુવિધાઓ આપવાના પ્રયાસ કરી રહ્યું છે. વોટ્સએપમાં UPIની મદદથી ડાયરેક્ટ બેન્ક એકાઉન્ટમાં પૈસા મોકલી શકાશે (Transfer money to bank account) અને મેળવી શકાશે. આ ફીચરમાં વિવિધતા લાવવા માટે વોટ્સએપ પેમેન્ટ સ્ટીકર (payment stickers) ની સુવિધા આપી રહ્યું છે. આ નવા સ્ટીકર મની એક્સચેન્જ સાથે સંબંધિત વિભિન્ન કલ્ચરલ એક્સ્પ્રેશન પર આધારિત છે. વોટ્સએપએ પેમેન્ટ સ્ટીકરોની એક રેન્જ લોન્ચ કરી છે. અનેક મહિનાઓ બાદ વોટ્સએપ પેમેન્ટ ઈન-એપ સ્ટીકર્સ લોન્ચ કરવામાં આવ્યા છે.

વોટ્સએપે પાંચ ભારતીય મહિલા આર્ટીસ્ટની મદદથી આ સ્ટીકર બનાવ્યા છે. આ વોટ્સએપ સ્ટીકરમાં પ્રેમ, કેર, આશીર્વાદ અને ખુશીની લાગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચર વિશેષરૂપે ભારતીય યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. વોટ્સએપ કુલ પાંચ નવા વોટ્સએપ પેમેન્ટ સ્ટીકરની રજૂઆત કરી રહ્યું છે.

યૂઝર્સને મળશે મજેદાર અનુભવ

મિન્ટના જણાવ્યા પ્રમાણે વોટ્સએપ પેમેન્ટના ડાયરેક્ટર મનેશ મહાત્મે (Manesh Mahatme)એ આ અંગે કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, પેમેન્ટ કરવા પાછળ નિશ્ચિત કોઈ એક કારણ અને કહાની હોય છે. અમારુ લક્ષ્ય 500 મિલિયન યૂઝર્સને ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમમાં સામેલ કરવાનું છે. તમામ યૂઝર્સ માટે પેમેન્ટ કરવાના અનુભવને યાદગાર બનાવવા માટે 5 ભારતીય મહિલા આર્ટીસ્ટ સાથે મળીને કાર્ય કર્યું છે. ભારતીય મહિલા આર્ટિસ્ટ સાથે કામ કરવાથી સામાજિક બાબતોને ડિજિટલરૂપે જીવંત કરવાની તક મળશે. આ વોટ્સએપ સ્ટીકરનો ઉપયોગ કરીને વોટ્સએપ યૂઝર્સ એક મજેદાર અનુભવ કરશે.

આ પણ વાંચો: WhatsAppમાં બદલાઈ ગયો ગ્રુપ કોલિંગનો અંદાજ, લૉંચ થયું જબરદસ્ત ફીચર

પાંચ ભારતીય મહિલા આર્ટીસ્ટે તૈયાર કર્યાં સ્ટીકર

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, ‘ભારતમાં દરેક વિસ્તાર અને ક્ષેત્રની એક અલગ ભાષા છે. દરેક વ્યક્તિ આ સ્ટીકરનો ઉપયોગ કરી શકશે.’ વોટ્સએપે જણાવ્યું તમામ સ્ટીકર અને ઈમોજીની એક ભાષા હોય છે. દરેક વ્યક્તિ તેમના મૂડ, રિએક્શન અને અનુભવને એક્સપ્રેસ કરવા માટે અલગ અલગ સ્ટીકર અને ઈમોજી સર્ચ કરી શકશે. જો તમે તમારા મિત્રો સાથે ડિનરના બિલની ચૂકવણી કરવા ઈચ્છો છો અથવા પાર્ટી કરવા ઈચ્છો છો તો તમે વોટ્સએપથી પેમેન્ટ કરી શકો છો. કોઈ સંબંધી આશીર્વાદ તરીકે તમને શકનના પૈસા આપવા ઈચ્છે છે, તો તે માટે પણ અહીંયા પેમેન્ટનું સ્ટીકર આપવામાં આવ્યું છે. અહીંયા 5 ભારતીય મહિલા આર્ટિસ્ટ વિશે જાણકારી આપવામાં આવી છે.

આ પણ વાંચો: 1 નવેમ્બરથી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, ક્યાંક તમારો ફોન તો આ યાદીમાં નથી ને?


અંજલી મહેતા:

અંજલી મહેતા એક આર્ટીસ્ટ અને ચિત્રકાર છે, જેમને મનોવિજ્ઞાન, ટ્રાવેલ અને ફોટોગ્રાફીમાંથી પ્રેરણા લેવા માટે ઓળખવામાં આવે છે. વોટ્સએપ સ્ટીકર પર તેની ચૂકવણી માટે ‘Pyaar aur Payments’ કહેવામાં આવે છે.

અનુજા પોથિરેડ્ડી:

અનુજા પોથિરેડ્ડી એક સ્કેચ આર્ટીસ્ટ અને GIF ક્યૂરેટર છે. વોટ્સએપ સ્ટીકર પર તેની ચૂકવણી માટે ‘Pay OK Please’ કહેવામાં આવે છે.

નીથિ:

નીથિ એક ઈન્ડેપેન્ડેન્ટ ચિત્રકાર છે. જે જીવનથી પ્રેરિત તમામ વસ્તુઓને ડ્રિમી બનાવવાનું પસંદ કરે છે. તેમણે તેમના સ્ટીકર પેકનું નામ ‘Pay Aadha or Zyaada’ રાખ્યું છે.

ઓશિન સિલ્વા

ચિત્રકાર આર્ટીસ્ટ ઓશિન સિલ્વાને કલાને કલ્પના તરીકે જોવા માટે ઓળખવામાં આવે છે. તેમણે તેમના સ્ટીકર પેકનું નામ ‘Sabse Bada Rupaiya’ રાખ્યું છે.

આ પણ વાંચો: VIP કે ફેન્સી મોબાઇલ નંબરને લઈને ચાલી રહ્યું છે મોટું કૌભાંડ- તમે પણ આ રીતે બની શકો છો શિકાર

મિરા ફેલિસિયા મલ્હોત્રા:

મિરા ફેલિસિયા મલ્હોત્રા મુંબઈ બેઝ્ડ ગ્રાફિક ડિઝાઈનર છે. મલ્હોત્રાને DIY સંસ્કૃતિ, જેન્ડર અને માનસિક સ્વાસ્થ્યથી પ્રેરણા મળે છે. તેમણે વોટ્સએપ સ્ટીકર પેકને ‘Apna Sapna Money’ નામ આપ્યું છે.

વોટ્સએપ પેમેન્ટ સ્ટીકર મોકલવાની રીત:

સ્ટેપ 1: તમે જે વ્યક્તિને પૈસા મોકલવા ઈચ્છો છો, તેની ચેટ ઓપન કરો.
સ્ટેપ 2: તે બાદ પેમેન્ટ આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 3: તમે જે રકમ મોકલવા ઈચ્છો છો, તે રકમ એન્ટર કરો.
સ્ટેપ 4: Add a Note મેસેજ બારમાં ઈમોજી આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 5: ત્યારબાદ ‘પિક અ સ્ટીકર’ આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 6: એક સ્ટીકરની પસંદગી કરો.
સ્ટેપ 7: નેકસ્ટ સ્ટેપ પર ક્લિક કરો અને પેમેન્ટ કરો.
સ્ટેપ 8: હવે UPI પિન એન્ટર કરો.
Published by:Vinod Zankhaliya
First published: