Home /News /tech /Bol Behen: મહિલાઓ માટે WhatsAppનું ખાસ ચેટબોટ, મેસેજ પર મળશે સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી
Bol Behen: મહિલાઓ માટે WhatsAppનું ખાસ ચેટબોટ, મેસેજ પર મળશે સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી
WhatsApp મહિલાઓ માટે AI આધારિત Chatbot લાવ્યું છે જેને 'બોલ બહેન' (Bol Behen) નામ આપવામાં આવ્યું છે. (Image credit- chhaajaa.com)
WhatsApp Bol Behen Chatbot: વોટ્સએપ ભારતીય મહિલાઓ માટે AI આધારિત Chatbot લાવી છે જેને 'બોલ બહેન' (Bol Behen) નામ આપવામાં આવ્યું છે. આ ચેટબોટ પર મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી મળશે.
WhatsApp Bol Behen Chatbot: ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp સમયાંતરે તેના યુઝર્સ માટે કંઈક નવું લઈને આવે છે. પરંતુ આ વખતે કંપનીએ મહિલા યુઝર્સને ધ્યાનમાં રાખીને ખૂબ જ ખાસ ફીચર (WhatsApp Feature for Women) રજૂ કરવાની જાહેરાત કરી છે. કંપની ભારતીય મહિલાઓ માટે AI આધારિત Chatbot લાવી છે જેને 'બોલ બહેન' (Bol Behen) નામ આપવામાં આવ્યું છે. આ માટે કંપનીએ non-profit Girl Effect સાથે પાર્ટનરશિપ કરી છે.
Non-profit Girl Effect સાથે ભાગીદારી બાદ WhatsAppએ ભારતીય મહિલાઓ અને યુવાન છોકરીઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટબોટ 'બોલ બહેન' લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ચેટબોટ પર મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી મળશે. એટલું જ નહીં, આ ચેટ ફોર્મેટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે મહિલાઓ અહીં હેલ્થ સાથે સેક્સ્યુઆલિટી અને રિલેશનશિપ સંબંધિત જોડાયેલા વિષયો પર પણ જાણકારી મેળવી શકશે. આ ચેટબોટને હિંગ્લિશ એટલે કે અંગ્રેજી અને હિન્દી ભાષાના મિશ્રણથી તૈયાર કરવામાં આવ્યું છે.
જો તમે પણ Bol Behen ચેટબોટનો ઉપયોગ કરીને કોઈપણ જાણકારી મેળવવા માંગો છો, તો તેના માટે તમારે WhatsApp પર +91-7304496601 નંબર સેવ કરવો પડશે. ત્યારબાદ આ નંબર પર Hi નો મેસેજ મોકલવાનો રહેશે. કંપનીનું કહેવું છે કે આ ચેટબોટ ખાસ કરીને ભારતમાં હિન્દી બેલ્ટની કિશોરીઓ અને મહિલાઓને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. જે સામાન્ય રીતે લોડ એન્ડવાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. તેના દ્વારા મહિલાઓને ઘણી મહત્વની માહિતી મળી શકશે.
વોટ્સએપ પર Bol Behen ચેટબોટ લિમિટેડ યુઝર્સ માટે રજૂ કરવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ હાલમાં ફક્ત બીટા વર્ઝન પર જ કરી શકાય છે. સારી વાત એ છે કે Bol Behen ચેટબોટ મોબાઈલ અને વેબ બંને વર્ઝનમાં ઉપલબ્ધ હશે. તેનો ઉપયોગ કરવા માટે ચેટબોટનો નંબર સેવ કર્યા પછી, તમારે તે નંબર પર Hi નો મેસેજ મોકલવો પડશે. જેના પછી રિપ્લાય આવતા જ તમને મહિલાઓ સાથે જોડાયેલા કોઈપણ સવાલનો જવાબ મળી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર