WhatsApp અપડેટ કરતાં પહેલાં આ વાંચી લો, નહીં તો પસ્તાશો

WhatsAppના યુઝર્સે WABetaInfoને રિપોર્ટ કર્યું છે કે WhatsAppનું લેટેસ્ટ અપડેટ કર્યા પછી બેટરી ઝડપથી ઓછી થઈ જાય છે. અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, થોડા થોડા સમયે ‘WhatsApp is draining your battery’ નોટિફિકેશન આવે છે.

News18 Gujarati
Updated: November 10, 2019, 6:44 PM IST
WhatsApp અપડેટ કરતાં પહેલાં આ વાંચી લો, નહીં તો પસ્તાશો
ફાઈલ તસવીર
News18 Gujarati
Updated: November 10, 2019, 6:44 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ ગૂગલ પ્લે સ્ટોર ઉપર (google play store) WhatsAppનું નવું અપડેટ આવ્યું છે. જેને ઇન્સ્ટોલ કર્યા પછી યુઝર્સને ફોનમાં મુશ્કેલીઓ આવી રહી છે. WhatsAppના યુઝર્સે WABetaInfoને રિપોર્ટ કર્યું છે કે WhatsAppનું લેટેસ્ટ અપડેટ (whatsapp latest update) કર્યા પછી બેટરી ઝડપથી ઓછી થઈ જાય છે. WhatsApp બીટાઇન્ફોએ જણાવ્યું કે, આ મુશ્કેલી iOS 2.19.112 અપડેટ કરવાથી સામે આવી છે.

iOS યુઝર્સે અનેક સ્ક્રીનશૉટ પણ શૅર કર્યા છે. અને લખ્યું છે કે, કેવી રીતે WhatsApp બેકગ્રાઉન્ટમાં રહીને ઝડપથી ફોનની બેટરી ઓછી થતી જાય છે. જોકે, કેટલાક એન્ડ્રોઈડ યુઝર્સને પણ સરખી જ સમસ્યા આવી રહી છે. એક યુઝર્સે જણાવ્યું હતું કે, તેના ફોનની બેટરી લગભગ 15 મિનિટમાં 23 ટકા ઓછી થઈ રહી છે. અને આવું વારંવાર થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ-ડાયટિંગ કર્યા વગર જ ઓછું થશે વજન, આ બાબતોનું નિયમિત રીતે પાલન કરો

અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, થોડા થોડા સમયે ‘WhatsApp is draining your battery’ નોટિફિકેશન આવે છે. આ જ કારણ છે કે ફોનને ફૂલ ચાર્જ કર્યાના થોડા સમયબાદ ફોનની બેટરી ખુબ જ ઓછી થતી રહે છે.

આ પણ વાંચોઃ-રસોડાંની આ ત્રણ વસ્તુઓ પીળા દાંતને મોતી જેવા સફેદ બનાવશે

WhatsAppમાં આવ્યું Netflix માટે ફિચર
Loading...

WhatsApp યુઝર્સના અનુભવને વધારે સારું બનાવવા માટે એક નવું ફિચર રોલઆઉટ થયું છે. આ ફિચર Netflix સાથે જોડાયેલું છે. WABetaInfoએ આપેલી જાણકારી પ્રમાણે હવે યુઝર્સ WhatsApp ઉપર જ Netflix શૉના ટ્રેલર જોઈ શકશે.

આ પણ વાંચોઃ-માત્ર 5 મિનિટ આ 5 એક્સરસાઇઝ કરો, ફટાફટ ઓગળી જશે શરીરની ચરબી

આનો મતલબ એ થાય છે કે નેટફિલક્સ ઉપર આવનારા શૉના ટ્રેલર જોવા માટે યુઝર્સે Netflix App ખોલવી નહીં પડે. જો કોઈ યુઝર્સ નેટફ્લિક્સની કેમ્પેટિબલ લિંક શૅર કરે છે તો વૉટ્સએપ ઉપર પ્લે આઈકોનની સાથે મોટો thumbnail દેખાય છે. પ્લે આઈકોન ઉપર ટેપ કર્યા પછી વીડિયો વૉટ્સએપ ચેરમાં જ પિક્ચર ઈન પિક્ચર (PIP) મોડમાં પ્લે થઈ જશે.
First published: November 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...