WhatsApp યૂઝર્સ માટે મોટા સમાચાર, ઝડપથી આવશે ઑડિયો મેસેજનું દમદાર ફીચર, જાણો વિગત

વોટ્સએપ ફીચર

WhatsApp latest audio feature: પ્લેબેક સ્પીડ સેટ કરવા માટે એક બટન આપવામાં આવશે. તાજેતરમાં WhatsAppના આ ફીચરને વોટ્સએપ બીટામાં જોવામાં આવ્યું હતું.

  • Share this:
    મુંબઈ: મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp ઉત્તમ સેવા આપવા માટે પોતાની સેવામાં વધારો કરતું રહ્યું છે. જોકે, આનાથી કેટલિક વખત તમારી મુશ્કેલી વધતી પણ હોય છે. જોકે, મોટાભાગના ફીચર્સ યૂઝર્સ (WhatsApp features) માટે ઉપયોગી સાબિત થાય છે. હવે કંપની ઑડિયો સંબંધિત મેસેજ (Audio message) અંગે નવું અપડેટ લાવી રહી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે યૂઝર્સ જરૂર પડ્યે પોતાના ઑડિયો સંદેશને કસ્ટમાઇઝ કરી શકશે.

    એટલે કે કંપની વૉઇસ નોટ્સની પ્લેબેક સ્પીડ (Voice message playback speed)ને સેટ કરવાના ફીચરમાં સુધારો કરવાની તૈયારીમાં છે. આ અપડેટ એવા લોકો માટે આશીર્વાદ સમાન છે જેઓ સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી નોકરીમાં કે કામમાં વ્યસ્ત હોય છે. જે લોકો આ સંદેશને ઝડપથી સાંભળવા માંગે છે. એટલે કે ઝડપથી આગળ વધી જવા માંગે છે. સરળ ભાષામાં સમજીએ કે જેવી રીતે આપણે કોઈ ગીતને ફાસ્ટફોરવર્ડ મોડમાં સાંભળીએ છીએ તેવી રીતે સંદેશ સાંભળી શકાશે.

    એન્ડ્રોઇડ અને આઈઓએસ બંને માટે વિકલ્પ ઉપલબ્ધ

    WABetaInfoના જણાવ્યા પ્રમાણે નવું અપડેટ એન્ડ્રોઇડ (Android) અને આઈઓએસ (iOS) બંને યૂઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવશે. WhatsApp ફૉરવર્ડ વૉઇસ નોટ્સ માટે પ્લેબેક સ્પીડ બટન આપવા પર હાલ કામ કરી રહ્યું છે. આ ફીચર લૉંચ થયા બાદ યૂઝર્સ ફોરવર્ડ કરવામાં આવતા ઑડિયો સંદેશ એટલે કે ઑડિયો નોટ્સ માટે સ્પીડ પણ સેટ કરી શકશે.

    સ્પીડ સેટ કરવા માટે મળશે બટન

    પ્લેબેક સ્પીડ સેટ કરવા માટે એક બટન આપવામાં આવશે. તાજેતરમાં WhatsAppના આ ફીચરને વોટ્સએપ બીટામાં જોવામાં આવ્યું હતું. જોકે, હાલ તેના પર કામ થઈ રહ્યું છે. iOS અને એન્ડ્રોઇડ બંને યૂઝર્સને આ ફીચરનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે વોટ્સએપ પોતાના તમામ અપડેટ્સની જાણકારી WAbetainfo એટલે કે પોતાની વેબાસાઇટ મારફતે કરે છે. જો આ ફીચર તાજેતરમાં જ લૉંચ થાય છે તો વોટ્સએપની પ્રસિદ્ધિમાં વધારો થવાની પૂરી સંભાવના છે.


    એટલું જ નહીં, વોટ્સએપ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં મીડિયા શોર્ટકપ વિકલ્પને પણ અપડેટ કરી રહ્યું છે. અમુક યૂઝર્સને એવું ધ્યાનમાં આવ્યું કે તેમના માટે આ વિકલ્પ ઉપલબ્ધ નથી. આથી વોટ્સએપ આ બગને ફિક્સ કરી રહ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published: