મુંબઈ: વોટ્સએપ (WhatsApp) ક્યારેય નવીનતાઓ લાવવામાં પાછું પડતું નથી. એપમાં નવા નવા ફીચર્સની સાથે વોટ્સએપ વિકાસ તરફ સતત આગળ વધતું રહે છે. તાજેતરમાં જ વોટ્સએપના એક નવા સુધારા અંગે સમાચાર સામે આવી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે વોટ્સએપ હવે મોકલવામાં આવેલા મેસેજને (Sent messages) ડિલીટ કરવાનો સમય વધારીને એક સપ્તાહ એટલે કે 7 દિવસનો કરવા જઈ રહ્યું છે, હાલ આ અંગે પરિક્ષણ ચાલી રહ્યું છે. હાલમાં ડિલીટ ફોર એવરીવન (delete for everyone) ફીચર અંતર્ગત 1 કલાક 8 મિનીટ અને 16 સેકન્ડ સુધી જ મેસેજ ડિલીટ કરી શકાય છે. મેટાની માલિકી ધરાવતું વોટ્સએપ કથિત રીતે એવું ફીચર ડેવલપ કરી રહ્યું છે, જેનીથી તમે 7 દિવસ 8 મિનીટ જૂના મેસેજને પણ ડિલીટ ફોર એવરીવન કરી શકશો. આ ફીચર પહેલા એન્ડ્રોઈડ (Android) યૂઝર્સ માટે અને પછીથી આઈઓએસ (iOS) માટે રોલઆઉટ કરવામાં આવશે.
લિમિટ આઠ દિવસ સુધી વધારાશે
WABetaInfo દ્વારા પોતાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં 1 કલાક 8 મિનીટ 16 સેકન્ડ કરતા જુના મેસેજ પણ ડિલીટ ફોર એવરીવન કરી શકાશે. જણાવી દઈએ કે વોટ્સએપ હવે આ લિમિટને 7 દિવસ 8 મિનીટ સુધી વધારવા પર કામ કરી રહ્યું છે.
વોટ્સએપ ટ્રેકર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલ આ ફીચર અંડર ડેવલપમેન્ટ પ્રોસેસમાં છે. અંડર ડેવલપમેન્ટમાં હોવાને કારણે હાલ વોટ્સએપ તેના પ્લાનમાં અનેક વખત ફેરફાર કરી શકે છે. શક્ય છે કે ઓફિશિયલ અથવા નવી અનાઉન્સમેન્ટ સુધી તેમાં ફેરફાર જોવા મળે.
વોટ્સએપ દ્વારા ફ્લેશ કોલ અને મેસેજ લેવલ રિપોર્ટિંગના ફીચર પણ આપવામાં આવ્યા છે. આ બંને નવા ફીચર ભારતીય યૂઝર્સ માટે એન્ડ્રોઈડ ડિવાઈસ પર રોલઆઉટ કરવામાં આવ્યા છે. વોટ્સએપ દ્વારા આ ફીચર વિશે વાત કરતા કહેવામાં આવ્યું હતું કે, આ ફીચરની મદદથી મેસેજીંગ પ્લેટફોર્મ વધુ સુરક્ષિત બનશે.
ફ્લેશ કોલની સુવિધા એવા લોકો માટે ઉપયોગી બની રહેશે જે વારંવાર પોતાનો સેલફોન બદલતા હોય છે. મેસેજ લેવલ રિપોર્ટિંગમાં જરૂર પડે ત્યારે મેસેજને ફ્લેગ કરવામાં આવે છે. જણાવી દઈએ કે ડિલીટ ફીચરની સાથે વોટ્સએપ ઓડિયો મેસેજની સ્પીડ પણ ક્સ્ટમાઈઝ કરવા માટેના ફીચર પર હાલ કર્યરત છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર