WhatsApp latest feature: અહીં સરળતાથી જોઈ શકાય છે કે ભવિષ્ય માટે વોટ્સએપ પોતાના ઈન્ટરફેસને વધુ કોમ્પેક્ટ અને મોર્ડન બનાવવા માટે રી-ડિઝાઈન કરી રહ્યું છે.
નવી દિલ્હી: હાલમાં વોટ્સએપ (WhatsApp) દ્વારા નવું વોઈસ કોલ ઈન્ટરફેસ (new interface for voice calls) વિકસાવવામાં આવી રહ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. આ નવું ઈન્ટરફેસ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપના એન્ડ્રોઈડ અને iOS બંને વર્ઝન માટે ઉપલબ્ધ થશે. વોટ્સએપ આ નવા ઈન્ટરફેસ દ્વારા પર્સનલ અને ગ્રૂપ વોઈસ કોલ (Group voice call) માટે તેના યૂઝર્સને તદ્દન નવા અનુભવ આપવા માટેની વિચારણા કરી રહ્યું છે. WABetainfoના રિપોર્ટ અનુસાર યૂઝર્સ જ્યારે વોટ્સએપ વૉઇસ કૉલનો ઉપયોગ કરે છે તેમને નવું ડિઝાઈનર ઈન્ટરફેસ (Interface) મળે તે માટે વોટ્સએપ હવે કામ કરી રહ્યું છે. જોકે, હજુ સુધી વોટ્સએપ બીટા ટેસ્ટર્સ માટે પણ આ નવા ફેરફારો ઉપલબ્ધ નથી બન્યા.
અહીં સરળતાથી જોઈ શકાય છે કે ભવિષ્ય માટે વોટ્સએપ પોતાના ઈન્ટરફેસને વધુ કોમ્પેક્ટ અને મોર્ડન બનાવવા માટે રી-ડિઝાઈન કરી રહ્યું છે. સાથે જ સ્પેસ પણ ઓર્ગેનાઈઝ કરી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ખાસ કરીને ગ્રુપ વૉઇસ કૉલ કરતી વખતે નવી રી-ડિઝાઈન ખૂબ જ આકર્ષક દેખાશે.
સ્ક્રીનમાં ફેરફાર નહીં
અહીં મહત્ત્વનું છે કે રી-ડિઝાઈન પછી બધા બટનો અને ઇન્ટરફેસ એલિમેન્ટ્સ અને કૉલ સ્ક્રીન બિલકુલ બદલાતી નથી અને બધુ જ તેની જગ્યાએ રહેશે. જણાવી દઈએ કે iOS માટે વોટ્સએપ દ્વારા આ માટે સ્ક્રીનશૉટ લેવામાં આવ્યો હતો. વોટ્સએપ એન્ડ્રોઈડ માટે હજી કોઈ સ્પષ્ટીકરણ સામે આવ્યું નથી પણ માનવામાં આવી રહ્યું છે કે વોટ્સએપ એન્ડ્રોઈડ માટે પણ આવુ જ રીડિઝાઈન કરી રહ્યું છે.
આવું દેખાશે નવું ઇન્ટરફેસ
રીડિઝાઇન યૂઝર એક્સપિરિયન્સને વધુ મોર્ડન અને વધુ સારો કરાવવામાં ઉપયોગી થશે. આ અંતર્ગત બ્લેક કલર માટે જાતે જ રંગીન બેકગ્રાઉન્ડ સ્વિચ થઈ જાય છે, જેના વચ્ચે રાઉન્ડેડ ગ્રે સ્ક્વેરમાં તમે તમારા કોન્ટેક્ટનું નામ/નંબર અને પ્રોફાઇલ ફોટો જોઈ શકો છો.
જણાવી દઈએ કે નવું ઈન્ટરફેસ વધુ કોમ્પેક્ટ અને મોર્ડન લાગી રહ્યું છે, ખાસ વાત એ છે કે ગ્રુપ કોલ દરમિયાન આ ઈન્ટરફેસ વધુ સારું દેખાશે. રિપોર્ટ અનુસાર મેટાની માલિકીનું વોટ્સએપ એવા ઈન્ડિકેટરેસ ઉમેરવાનો વિચાર કરી રહ્યું છે જે તેના યૂઝરને જણાવશે કે વોટ્સએપપરથી કરવામાં આવેલા તમામ કૉલ્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે.
દરેક કૉલ નીચે જોવા મળશે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજ
આ ઈન્ડિકેટર એક મેસેજના રૂપમાં દર્શાવવામાં આવશે, જેમાં "તમારા વ્યક્તિગત કૉલ્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે" તેવું લખેલું જોઈ શકાશે. આ પ્લેટફોર્મ પરથી કરવામાં આવેલા વૉઇસ અને વીડિયો કૉલ્સ માટે આ મેસેજ એપના કૉલ્સ ટૅબમાં દરેક કૉલ નીચે જોવા મળશે.
તસવીર સૌજન્ય: WABetaInfo
એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ફીચર
નોંધનીય છે કે વોટ્સએપદ્વારા વર્ષ 2016માં પોતાના પ્લેટફોર્મ પર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન રજૂ કરાયું હતું અને આ વર્ષની શરૂઆતમાં ચેટ બેકઅપ્સ માટે આવી જ સુરક્ષા પોતાના યૂઝર્સને આપી છે. જે અંતર્ગત એન્ડ્રોઇડ યૂઝર્સ માટે ગૂગલ ડ્રાઇવ પર અને iPhone યૂઝર્સ માટે iCloud પર ડેટા એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન સાથે બેકઅપ કરી શકાશે. આ ફીચરની જાહેરાત કરતા વોટ્સએપે કહ્યું હતું કે, વોટ્સએપ અથવા બેકઅપ સર્વિસ પ્રોવાઈડર કોઈપણ તમારા બેકઅપને વાંચી શકશે નહીં, સાથે જ તેને અનલોક કરવા માટે જરૂરી કી પણ એક્સેસ કરી શકશે નહીં.
આ ફીચરના ટેસ્ટિંગ સાથે વોટ્સએપ દ્વારા ગત અઠવાડિયે વોઈસ મેસેજનો એક્સપિરિયન્સ પણ નવા ફીચરના રોલઆઉટ સાથે વધુ રસપ્રદ બનાવવામાં આવ્યો. આ ફીચર અંતર્ગત વોઈસ મેસેજ સેન્ડ કરતા પહેલા યૂઝર તેને પ્રિવ્યૂ કરી શકશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર