Whatsapp પર શરૂ થયું છે 'KBC લોટરી' કૌભાંડ, 25 લાખ જીતાડવાનું કહીને ખાલી કરી નાંખશે ખાતું
Whatsapp પર શરૂ થયું છે 'KBC લોટરી' કૌભાંડ, 25 લાખ જીતાડવાનું કહીને ખાલી કરી નાંખશે ખાતું
સ્કેમર્સનો દાવો છે કે, રકમ ચૂકવ્યા બાદ તેમના ખાતામાં પૈસા જમા થઈ જશે.
Latest Scam: તમારી તમામ ડિટેલ્સ આપ્યા પછી યુઝર્સને એક ડોક્યુમેન્ટ મોકલવામાં આવે છે, જેમાં તેમને ટેક્સના નામે અમુક હજાર રૂપિયા મોકલવાનું કહેવામાં આવે છે. સ્કેમર્સનો દાવો છે કે આ રકમ ચૂકવ્યા બાદ તેમના ખાતામાં પૈસા જમા થઈ જશે.
ભારતમાં ફરી KBCના નામે છેતરપિંડી શરૂ થઈ છે. જૂના વોટ્સએપ સ્કેમ દ્વારા ફરીથી યુઝર્સને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. સ્કેમર્સ 'KBC Jio' લકી ડ્રોના ફેક મેસજો મોકલીને યુઝર્સોને ફસાવવાનો પ્રયાસ કરે છે. આ પ્રકારનો મેસેજ વ્હોટ્સએપમાં ફરતો થયો છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસના સાયબર ક્રાઈમ યુનિટે ભારતમાં વોટ્સએપ યુઝર્સને ચેતવણી આપી હતી. ડિપાર્ટમેન્ટે એક બ્લોગ પોસ્ટ શેર કરીને સ્કેમ મેસેજને કેવી રીતે ચકાસવા અને ઝડપી પાડવા તે અંગેની સમજણ આપે છે.
શું છે મેસેજ?
વોટ્સએપ પર મળેલા આ મેસેજમાં યુઝર્સને એક વીડિયો પણ મોકલવામાં આવ્યો છે. જેમાં યુઝર્સને ઇનામ જીતવાની સંપૂર્ણ પ્રક્રિયા જણાવવામાં આવે છે. આ સિવાય યુઝર્સ પાસેથી તેમની અંગત વિગતો પણ પૂછવામાં આવે છે. જેમાં આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને અન્ય વિગતો પણ પૂછવામાં આવે છે.
તમારી તમામ ડિટેલ્સ આપ્યા પછી યુઝર્સને એક ડોક્યુમેન્ટ મોકલવામાં આવે છે, જેમાં તેમને ટેક્સના નામે અમુક હજાર રૂપિયા મોકલવાનું કહેવામાં આવે છે. સ્કેમર્સનો દાવો છે કે આ રકમ ચૂકવ્યા બાદ તેમના ખાતામાં પૈસા જમા થઈ જશે.
KBCએ એક લોકપ્રિય શો છે. સ્કેમર્સ યુઝર્સને ખાતરી આપીને જાળમાં ફસાવવા માટે વોટ્સએપ પર મેસેજની સાથે KBC લોગો અને સોની લિવનો ફોટો પણ મોકલે છે. ચોંકાવનારી વાત એ છે કે, આ મેસેજમાં પીએમ મોદીનો ફોટો પણ સમાવવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી સોની લીવ અને KBCનો લોગો ધરાવતા આ ફોટોને જોઈને કોઈને પણ લાગે કે, આ ખરેખર 25 લાખની સાચી ઓફિશિયલ ઓફર હશે. લોગો ઉપરાંત સ્ક્રિપ્ટ હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે અને દાવો કરવામાં આવે છે કે, યુઝર્સ લકી ડ્રોના ભાગ રૂપે 25 લાખ રૂપિયા જીતી શકે છે. તમે લોટરી નંબર પણ જોઈ શકો છો, જે સ્પષ્ટપણે નકલી છે.
- સૌથી મહત્વની વાત અને પહેલું પગલું છે કે, તમે આ મેસેજ ખોલો જ નહીં. આ મેસેજ ઓપન ન કરીને ડીલિટ જ કરવો.
- આવા ફ્રોડ મેસેજમાં તમને ઘણી ભૂલો પણ જોવા મળશે. સ્કેમના મેસેજો અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં મોકલવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં યુઝર્સને આ વિશે વોઈસ મેસેજો પણ મળે છે. તેમાં યુઝર્સને લોટરી નંબર પણ આપવામાં આવે છે, જે નકલી છે.
- તેથી સૌથી પહેલું પગલું જ એ છે કે આવા મેસેજનો જવાબ આપશો નહીં. જો તમને આવા મેસેજ વારંવાર મળી રહ્યા હોય તો નજીકના
સાયબર પોલીસ સ્ટેશનમાં જાણ કરો.
જનતાએ આ કૌભાંડથી સાવચેત રહેવું જોઈએ અને કોઈપણ પર્સનલ વિગતો શેર કરવી જોઈએ નહીં.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર