વોટ્સએપનું નવું ફિચર, ભૂલથી બીજાને ફોટો-વીડિયો મોકલી દેવાથી બચી શકાશે

વોટ્સએપ

અત્યારે જ્યારે કોઈ યૂઝર્સ કોઈને ફોટો કે વીડિયો મોકલે છે ત્યારે ડાબી બાજુ ઉપરના ભાગમાં યૂઝરના ફોટોનું નાનું આઇકન દેખાય છે.

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી :  પ્રસિદ્ધ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ પોતાના ફોટો શેરિંગ ફિચરને વધુ સારું કરવા માટે કામ કરી રહ્યું છે. હાલમાં કેટલાક યૂઝર્સ ભૂલથી બીજા કોન્ટેક્ટ નંબર પર ફોટો મોકલી આપતા હોય છે, વોટ્સએપનું નવું ફિચર લોંચ થયા બાદ યૂઝર્સને આવી ભૂલો રોકવામાં મદદ મળશે. વોટ્સએપના નવા અપડેટમાં ફોટો મોકલતી વખતે તસવીરની સાથે સાથે ફોટો કોને મોકલવામાં આવી રહ્યો છે તેનું નામ પણ દેખાશે.

    mspoweruser.comના જણાવ્યા પ્રમાણે વોટ્સએપ તેના બીટા વર્ઝન 2.19.173માં નવું ફિચર લાવી રહ્યું છે. આ અપડેટમાં યૂઝર્સ જ્યારે કોઈને તસવીર મોકલશે ત્યારે તેને કેપ્શનની બાજુમાં તે કોને તસવીર મોકલી રહ્યો છે તે નામ પણ દેખાશે. અત્યારે જ્યારે કોઈ યૂઝર્સ કોઈને ફોટો કે વીડિયો મોકલે છે ત્યારે ડાબી બાજુ ઉપરના ભાગમાં યૂઝરના ફોટોનું નાનું આઇકન દેખાય છે. આના કારણે અમુક વખતે ફોટો મોકલનાર વ્યક્તિ કન્ફ્યૂઝ થતો હોય છે.

    આ પણ વાંચો : વોટ્સએપ યૂઝર્સે રહેવું સાવધાન, કોઇપણ જોઇ શકે છે તમારી ચેટ !

    નવા અપડેટમાં હવે આઇકનના બદલે કેપ્શનની નીચે યૂઝર જેને ફોટો મોકલી રહ્યો છે તેનું નામ પણ દેખાશે. વોટ્સએપના આ ફિચરને કારણે યૂઝર્સ ઘણી વખત ભૂલથી અન્ય વ્યક્તિને તસવીરો મોકલી દેવાની ભૂલ કરતા હોય છે તેને ટાળી શકાશે. ફક્ત વ્યક્તિગત મેસેજ વખતે જ નહીં પરંતુ યૂઝર જ્યારે કોઈ ગ્રુપમાં તસવીર પોસ્ટ કરતો હશે ત્યારે પણ ગ્રુપનું નામ દેખાશે, જેનાથી તસવીર કે વીડિયો ભૂલથી બીજા ગ્રુપમાં શેર ન થઈ જાય.

    આ પણ વાંચો : ઘરે બેઠા જાણો કે વોટ્સએપ પર આવેલા ન્યૂઝ સાચા છે કે ખોટા?

    આ નવું ફિચર વોટ્સએપના બિટા વર્ઝનમાં લોંચ થશે, એટલે કે બિટા વર્ઝનમાં ટેસ્ટ કર્યા બાદ કંપની તેને મૂળ વર્ઝનમાં લોંચ કરશે. જોકે, એવા પણ સમાચાર પ્રાપ્ત થયા છે કે આ વર્ઝન ફક્ત ઓન્ડ્રોઇડ માટે જ લાગૂ કરવામાં આવશે. iOS માટે વોટ્સએપ આ વર્ઝન લોંચ કરશે કે નહીં તેની કોઈ જ માહિતી હાલમાં પ્રાપ્ત થઈ નથી.
    Published by:Vinod Zankhaliya
    First published: