Home /News /tech /WhatsApp યુઝર્સ માટે ગુડ ન્યુઝ! ચેટિંગ કરવા માટે હવે ફોનમાં નંબર સેવ કરવાની જરૂર નહીં પડે
WhatsApp યુઝર્સ માટે ગુડ ન્યુઝ! ચેટિંગ કરવા માટે હવે ફોનમાં નંબર સેવ કરવાની જરૂર નહીં પડે
વોટ્સએપ (WhatsApp) પર આવી રહેલા નવા ફીચરથી યુઝર્સને ચેટિંગમાં સરળતા રહેશે.
WhatsApp New Features: વોટ્સએપ (WhatsApp) એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેનાથી એવા લોકો સાથે કોન્ટેક્ટ કરવાનું સરળ બનશે જેમના ફોન નંબર તમે તમારા સ્માર્ટફોનમાં સેવ નથી કર્યા.
WhatsApp New Features: પોપ્યુલર મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) પોતાના યુઝર્સ માટે ચેટિંગ એક્સપીરિયન્સને વધુ મજેદાર બનાવવા માટે ઘણાં નવા ફીચર ઓફર કરતું આવ્યું છે. આમ છતાં યુઝર્સને હવે એક એવા ફીચરની જરૂર છે જેનાથી કોન્ટેક્ટ સેવ કર્યા વગર ચેટ કરવામાં સરળતા રહે. ઘણાં સમયથી આવું ફીચર ન હોવાને કારણે તેઓ નંબર સેવ કર્યા વગર વોટ્સએપ મેસેજ (WhatsApp Message) નથી કરી શકતા. જો કે, હવે વોટ્સએપ યુઝર્સની આ જરૂરિયાતને સમજ્યું છે અને કંપની ટૂંક સમયમાં આ સમસ્યાનું સમાધાન પણ કરવાની છે.
બીટા વર્ઝન માટે આવી નવી અપડેટ
રિપોર્ટ્સ અનુસાર એન્ડ્રોઇડ માટે આવેલા નવા બીટા વર્ઝન નંબર 2.22.8.11થી ખ્યાલ આવે છે કે કંપની આ ફીચર પર કામ કરી રહી છે. બીટા વર્ઝન મુજબ નવા અપડેટમાં યુઝર્સ ફોનમાં સેવ ન કરેલા નંબર પર પણ મેસેજ કરી શકશે. આ માટે યુઝર્સે ચેટ બબલની અંદર ફક્ત એક અનસેવ નંબર પર ટેપ કરવાનું રહેશે. આમ કરતા જ ફોનની સ્ક્રીન પર કેટલાક ઓપ્શન પોપ-અપ થઈ જશે અને તેમાં જ નંબર સેવ કર્યા વિના મેસેજ કરવાનું ઓપ્શન હશે.
એન્ડ્રોઇડ ઓથોરિટીએ એક સ્ક્રીનશોટ શેર કરીને જણાવ્યું કે નવી અપડેટમાં અનસેવ નંબર પર મેસેજ કરવા ઉપરાંત ડાયલ અને એડ ટુ કોન્ટેક્ટ્સનો પણ ઓપ્શન મળશે. હાલની વાત કરીએ તો વોટ્સએપ ચેટમાં કોઈ નંબર પર ટેપ કરવાથી સીધી ફોન ડાયલરવાળી સ્ક્રીન આવી જાય છે. વોટ્સએપનું આ ફીચર હાલ બીટામાં અવેલેબલ છે. આશા છે કે આવનારા કેટલાક સપ્તાહમાં કંપની તેને સ્ટેબલ વર્ઝનમાં રિલીઝ કરી દેશે.
વોટ્સએપ આજકાલ એક નવા ફીચરનું પણ ટેસ્ટિંગ કરી રહ્યું છે. WABetaInfo અનુસાર આ ફીચરથી કંપની એકસાથે ઘણાં ગ્રુપ્સમાં મેસેજ ફોરવર્ડ કરવા પર રોક લગાવી શકે છે. વર્તમાનમાં યુઝર એક વખતમાં 5 ગ્રુપને મેસેજ ફોરવર્ડ કરી શકે છે, પરંતુ નવું ફીચર આવ્યા બાદ ફક્ત એક જ ગ્રુપમાં મેસેજ ફોરવર્ડ કરી શકશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર