આ યૂઝર્સ 31 ડિસેમ્બર પછી WhatsAppમાં નહીં કરી શકે ચેટિંગ

News18 Gujarati
Updated: December 12, 2019, 9:43 AM IST
આ યૂઝર્સ 31 ડિસેમ્બર પછી WhatsAppમાં નહીં કરી શકે ચેટિંગ
whatsapp

વૉટ્સએપે તેના બ્લોગમાં કહ્યું છે કે જો તમે વિન્ડોઝ ફોનનો ઉપયોગ કરો છો અને વૉટ્સએપનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમારે 31 ડિસેમ્બર, 2019 પહેલા એક નવો ફોન ખરીદવો પડશે.

  • Share this:
વૉટ્સએપ તેના કેટલાક યૂઝર્સ માટે ખરાબ સમાચાર લાવ્યું છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપએ તેની બ્લોગ પોસ્ટમાં ઑપરેટિંગ સિસ્ટમ વિશેની માહિતી આપી છે. યૂઝર્સ 31 ડિસેમ્બર 2019થી વૉ્સએપનો ઉપયોગ નહીં કરી શકે. જાણો ક્યા યૂઝર્સ છે જે વૉટ્સએને એક્સેસ નહીં કરી શકે.

વૉટ્સએપે તેના બ્લોગમાં કહ્યું છે કે જો તમે વિન્ડોઝ ફોનનો ઉપયોગ કરો છો અને વૉટ્સએપનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમારે 31 ડિસેમ્બર, 2019 પહેલા એક નવો ફોન ખરીદવો પડશે. એટલે કે 31 ડિસેમ્બરથી વૉ્સએપ વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમ પર કામ કરવાનું બંધ કરશે. વૉટ્સએપે થોડા સમય પહેલા કહ્યું હતું કે જો તે આવતા સાત વર્ષો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તો તેનું ધ્યાન તે મોબાઇલ ફોન્સ પર છે, જેનો વધુને વધુ લોકો ઉપયોગમાં કરે છે.આ ફોનમાં નહીં ચાલે WhatsApp

આ ઉપરાંત વૉટ્સએપે એમ પણ કહ્યું હતું કે, આવતા વર્ષે ફેબ્રુઆરીથી એટલે કે 1 ફેબ્રુઆરી, 2020 થી એપલ આઇઓએસ 8 માટે વૉટ્સએપ સપોર્ટ બંધ કરવામાં આવી રહ્યો છે. આઇઓએસ 8 અથવા તેથી વધુ જૂની ઑપરેટિંગ સિસ્ટમ્સ ચલાવતા આઇફોન પર વૉટ્સએપની સુસંગતતા 1 ફેબ્રુઆરી, 2020 થી ખતમ થઈ રહી છે. વૉટ્સએપ Android યૂઝર 2.3.7 (Gingerbread અથવા તેથી વધુ જૂની ઓએસ પર કામ કરશે નહીં.

વૉટ્સએપે પહેલા પણ આપી હતી માહિતીજૂનની શરૂઆતમાં વૉટ્સએપે તેના FAQ સપોર્ટ પેઇઝ પર એક બ્લોગ શેર કર્યો હતો. કંપનીએ માહિતી આપી હતી કે વૉટ્સએપ 1 ફેબ્રુઆરી, 2020 પછી એન્ડ્રોઇડ વર્ઝન 2.3.7 અને પહેલાની ઑપરેટિંગ સિસ્ટમ્સ પર ચાલી રહેલા આઇફોન પર કામ કરશે નહીં.

31 ડિસેમ્બર 2017 પછી, કંપનીએ 'બ્લેકબેરી ઓએસ', 'બ્લેકબેરી 10', 'Windows Phone 8.0' અને અન્ય જૂના પ્લેટફોર્મ માટે વૉટ્સએપ બંધ કર્યું હતું.
First published: December 12, 2019, 9:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading