WhatsApp પર આવી રીતે એક્ટિવેટ કરો ફિંગરપ્રિન્ટ અને ફેસ અનલોક

WhatsAppએ જબરદસ્ત ફીચર રજૂ કર્યું છે

આ નવા ઓથેન્ટિકેશન ફીચર (unlock)થી વોટ્સએપ યુઝર્સ પોતાની ચેટ વધુ સિક્યોર બનાવી શકે છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: WhatsAppએ ફેબ્રુઆરીમાં એક સિક્યોરિટી ફીચર ‘Touch ID/Face Unlock’ફીચર રજૂ કર્યું હતું. આ નવા ઓથેન્ટિકેશન ફીચર (unlock)થી વોટ્સએપ યુઝર્સ પોતાની ચેટ વધુ સિક્યોર બનાવી શકે છે. WhatsAppએ ફેસ આઇડી અને ટચ આઇડી બન્નેને પોતાની એપમાં ઇન્ટીગ્રેટ કર્યું છે. WhatsAppના પ્રાઇવેસી સેટિંગ્સમાં Require TouchID નામનો વિકલ્પ છે. ચાલો જાણીએ આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરાશે.

    આવી રીતે ઉપયોગ કરો

    જો તમારી પાસે iPhone X અથવા આનાથી લેટેસ્ટ ફોન છે તો આમાં તમને Face ID ઓપ્શન જોવા મળશે. આ iPhoneX, iPhone XS, iPhone XS Max અને iPhone XRમાં ઉપલબ્ધ છે. જો તમારી પાસે જૂનો iPhone હોય તો તમને Touch ID અથવા પાસકોડનો વિકલ્પ મળશે. આ ફીચર iOS 8 અને તેના ઉપરના વર્ઝનને સપોર્ટ કરશે.

    સૌથી પહેલાં WhatsApp એપ ઓપન કરો. હવે સેટિંગ્સ ઓપ્શન પર ક્લિક કરો. આમાં એકાઉન્ટ પર ટેપ કરો. જે બાદ પ્રાઇવસી સિલેક્ટ કરો અને ‘Security’પર ટેપ કરો. પછી‘ScreenLock’ સિલેક્ટ કરો. હવે તમે ફોનમાં Face ID અથવા Touch IDને અનેબલ કરી લેશો તો જ્યારે પણ તમે વોટ્સએપ ખોલશો તો તમને ફિંગરપ્રિન્ટ અથવા ફેસ ઓથેન્ટિકેટ કરવાનું કહેવામાં આવશે. જો તમારો ફોન ફેસ અથવા ફિંગરપ્રિન્ટ ન ઓળખી શકે તો 6 આંકડાનો iPhone Passcode નાંખવો પડશે.

    આ પણ વાંચો: બંધ થશે Googleની આ સર્વિસ, તાત્કાલિક સેવ કરી લો ડેટા

    શું છે નાવા ફીચરના લાભ

    આ નવા ફીચરનો ફાયદો એ છે કે, WhatsApp તમારો ફેસ જોઇને અથવા ફિંગરપ્રિન્ટથી જ ઓપન થઇ જશે. ફિંગરપ્રિન્ટ અને ફેસ અનલોક ફીચરનો ઉપયોગ કરવા માટે iPhone યુઝર્સે એપ સ્ટોરમાં iOS 2.19.21 વર્ઝન અપડેટ કરવું પડશે.
    Published by:Azhar Patangwala
    First published: