Home /News /tech /WhatsApp Hidden Folder : જેમાં છુપાયેલા છે તમારા મેસેજ, ફોટો અને વીડિયો, કેવી રીતે કરશો ડિલીટ

WhatsApp Hidden Folder : જેમાં છુપાયેલા છે તમારા મેસેજ, ફોટો અને વીડિયો, કેવી રીતે કરશો ડિલીટ

શું WhatsAppમાં ભૂલથી કશું ડિલીટ થઈ ગયું છે

WhatsApp Hidden Folder: જો કે વોટ્સએપ પર ઘણા ફીચર્સ ઉપલબ્ધ છે, પરંતુ તેમાં એક હિડન ફોલ્ડર ફીચર પણ છે. તમારા ઘણા ફોટા અને વીડિયો આ ફોલ્ડરમાં છુપાયેલા છે. આ ફોલ્ડરમાં પણ તમારી વાતચીતનો ડેટા છે. આજે તમને અમે જણાવીશું કે, આ ફોલ્ડર ક્યાં છે અને આપણે તેનો ડેટા કેવી રીતે એક્સેસ કરી શકીએ છીએ.

વધુ જુઓ ...
WhAtsApp નો ઉપયોગ મોટી સંખ્યામાં લોકો કરે છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ તરીકે શરૂ થયેલી આ એપ હવે કૉલિંગ, વીડિયો કૉલિંગ અને ગ્રુપ કૉલિંગ સહિતના ઘણા હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે. આના પર લોકો દરરોજ લાખો ઓડિયો, વીડિયો અને અન્ય મીડિયા શેર કરે છે. તેના સરળ યુઝર ઇન્ટરફેસને કારણે, આપણે ઘણા બધા ચિત્રો, સંદેશા, ઑડિયો અને વિડિયો મોકલીએ છીએ અને પ્રાપ્ત કરીએ છીએ.

આ મીડિયા ફાઈલોને કારણે આપણા સ્માર્ટફોનમાં ઘણી જગ્યા વપરાય છે. કેટલીકવાર સ્પેસ ફુલ હોવાને કારણે સ્માર્ટફોન સ્લો થઈ જાય છે. ઘણા કિસ્સાઓમાં આપણે કંઈપણ ડાઉનલોડ કરી શકતા નથી. આવી સ્થિતિમાં, એક જ રસ્તો બચે છે, તે છે જગ્યા ખાલી કરવી.

આ પણ વાંચો: WhatsApp યુઝર્સ માટે ખરાબ સમાચાર! દિવાળીથી આ સ્માર્ટફોન પર નહિ ચાલે એપ

આથી આપણે બધી મીડિયા ફાઇલો કાઢી નાખીએ છીએ. જો કે, આ બધું ઘણી વખત કર્યા પછી પણ આપણા ફોનમાં જગ્યા બચતી નથી. આનું કારણ હિડેન ફોલ્ડર છે. આ ફોલ્ડરમાં WhatsAppનો ઘણો ડેટા સેવ થાય છે.

આ ડેટાને ડિલીટ કરીને તમે તમારા ફોનના સ્ટોરેજને સરળતાથી વધારી શકો છો. જણાવી દઈએ કે, તમને આ ફોલ્ડર ક્યાં મળશે અને તમે તેમાં હાજર ડેટાને કેવી રીતે ડિલીટ કરી શકો છો.

ક્યાં હોય છે WhatsApp Hidden Folder

WhatsApp પર આવતો ઘણો ડેટા તમારા સ્માર્ટફોનની ગેલેરીમાં સ્ટોર થાય છે. જો કે, અમુક ડેટા આવો પણ હોય છે, પછી તે સામાન્ય ફોલ્ડરમાં જવાને બદલે Hidden Folderમાં જાય છે. આ ફોલ્ડર સરળતાથી ઉપલબ્ધ નથી અને તમારે તેને એક્સેસ કરવા માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

સૌથી પહેલા તમારે તમારા સ્માર્ટફોનના ફાઇલ બ્રાઉઝર પર જવું પડશે.

અહીં તમને Internal Storage નો વિકલ્પ મળશે. તમારે આના પર ક્લિક કરવું પડશે. અહીંથી તમારે Android> Com.WhatsApp>WhatsApp>Media પર જવું પડશે. અલગ-અલગ ફોનમાં આ ફોલ્ડર્સના નામ અલગ-અલગ હોઈ શકે છે.

અહીં તમને ઘણા વિકલ્પો મળશે. આમાં તમને સ્ટીકર્સ, વોઈસ નોટ્સ, GIF, ઓડિયો, ડોક્યુમેન્ટ, વીડિયો અને ઈમેજના ઓપ્શન મળશે. દરેક ફોલ્ડરમાં તમને કેટલાક સબ-ફોલ્ડર્સ પણ મળશે.

પહેલા ફોલ્ડરમાં તમને વિવિધ એકાઉન્ટ્સ વચ્ચેની વાતચીત જોવા મળશે. અહીંથી તમે તમારા સ્માર્ટફોનની સ્ટોરેજ સ્પેસ ખાલી કરી શકો છો. આમાં તમારી ચેટ્સ હિસ્ટ્રી પણ જોવા મળશે.
First published:

Tags: Gujarati tech news, Whatsapp, Whatsapp features

विज्ञापन