Home /News /tech /WhatsAppએ જાન્યુઆરીમાં ભારતમાં બૅન કર્યા 18 લાખ અકાઉન્ટ, ક્યાંક તમારો નંબર આમાં સામેલ નથી ને

WhatsAppએ જાન્યુઆરીમાં ભારતમાં બૅન કર્યા 18 લાખ અકાઉન્ટ, ક્યાંક તમારો નંબર આમાં સામેલ નથી ને

WABetainfo દ્વારા લૉગિન ફીચર આપવામાં આવ્યું છે, જેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે નવા એકાઉન્ટ લૉગિનને 6 અંકના કોડ સાથે મંજૂરી આપવામાં આવશે. માહિતી અનુસાર, જો લોકો ઇચ્છે તો તેઓ તેમના પોતાના અનુસાર લોગિન વિનંતીને નકારી શકે છે.

WhatsApp Bans Accounts: IT નિયમ 2021 અનુસાર, WhatsAppએ જાન્યુઆરી 2022 માટે પોતાની આઠમી માસિક રિપોર્ટ જારી કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મેટાની માલિકીની મેસેજિંગ એપએ 18 લાખથી વધુ અકાઉન્ટ્સ પર બૅન લગાવ્યો છે.

WhatsApp Compliance Report: વોટ્સએપ (WhatsApp)એ તેનો લેટેસ્ટ કમ્પ્લાયન્સ રિપોર્ટ (Compliance Report) જાહેર કર્યો છે. રિપોર્ટ મુજબ WhatsAppએ ભારતમાં એપની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા બદલ 18 લાખથી વધુ અકાઉન્ટ બ્લોક કરી દીધા છે. 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચે WhatsAppએ ભારતમાં લગભગ 18,50,000 અકાઉન્ટ્સ પર બૅન લગાવ્યો છે. કંપનીએ ખુલાસો કર્યો કે તેને જાન્યુઆરીમાં 495 ફરિયાદો મળી હતી અને તે જ મહિનામાં 24 ફરિયાદો પર કાર્યવાહી કરવામાં આવી છે. મેટાની માલિકીની મેસેજિંગ એપએ એક નિવેદનમાં જણાવ્યું કે જાન્યુઆરીમાં બૅન કરવામાં આવેલા મોટાભાગના અકાઉન્ટ WhatsAppની ગાઈડલાઈન (WhatsApp Guidelines)નું ઉલ્લંઘન કરતા હોવાનું જણાયું હતું. મેસેજિંગ એપે અન્ય યુઝર્સ તરફથી મળેલી ફરિયાદોના આધારે પણ કાર્યવાહી કરી છે.

WhatsApp યુઝર્સ એપ ટર્મ્સ ઓફ સર્વિસના ઉલ્લંઘન અથવા એપ પર અકાઉન્ટ અંગેની કોઈપણ ક્વેરી માટે grievance_officer_wa@support.whatsapp.com પર ઈમેલ મોકલી શકે છે. ફરિયાદો પોસ્ટના માધ્યમથી ઈન્ડિયા ગ્રીવન્સ ઓફિસરને પણ મોકલી શકાય છે.

આ પણ વાંચો: યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને વધુ એક ઝટકો, ટેક કંપની Appleએ આ એક્શન લીધું

અકાઉન્ટ બૅન  કરતા પહેલા વોર્નિંગ આપે છે WhatsApp

WhatsApp અકાઉન્ટ બૅન કરતા પહેલા ઘણી વખત વોર્નિંગ જારી કરે છે. જો WhatsApp ક્યારેય તમારા અકાઉન્ટ પર બૅન લગાવે છે, તો તમને એક મેસેજ સેન્ડ કરવામાં આવશે જેમાં લખ્યું હશે કે, ‘તમારો ફોન નંબર WhatsAppનો ઉપયોગ કરવાથી બૅન છે. Contact support for help. જો તમને લાગે છે કે તમારા અકાઉન્ટ પર અયોગ્ય રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તો તમે મેસેજિંગ એપથી કોન્ટેક્ટ કરી શકો છો અને તેને અનબ્લોક કરવાની વિનંતી કરી શકો છો. તમે તમારા અકાઉન્ટ પર શા માટે બૅન લગાવવામાં આવ્યો છે તેની તપાસ માટે WhatsAppને એક ઈમેલ મોકલી શકો છો. WhatsApp કોઈ અકાઉન્ટને ત્યારે જ બૅન કરે છે જ્યારે તેને લાગે છે કે એ અકાઉન્ટ કંપનીની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

આ પણ વાંચો: 10,000 રૂપિયામાં બેસ્ટ સ્માર્ટફોન ખરીદવા ઈચ્છો છો? જોઈ લો લિસ્ટ

યુઝર્સની સુરક્ષા માટે લીધું પગલું

કંપનીએ કહ્યું, ‘પાછલા કેટલાક વર્ષોમાં અમે યુઝર્સને અમારા પ્લેટફોર્મ પર સુરક્ષિત રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય અદ્યતન ટેકનોલોજી, ડેટા વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને પ્રક્રિયાઓમાં સતત રોકાણ કર્યું છે.’

કંપની લઈ રહી છે એક્શન

તમને જણાવી દઈએ કે મેટા (અગાઉ ફેસબુક)એ જાન્યુઆરીમાં Facebook માટે 13 નીતિઓમાં 1.16 કરોડથી વધુ કન્ટેન્ટ અને Instagram માટે 12 નીતિઓમાં 32 લાખથી વધુ કન્ટેન્ટ દૂર કર્યું હતું. નવા IT નિયમ 2021 હેઠળ, 50 લાખથી વધુ યુઝર્સ સાથે મોટા ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને માસિક અનુપાલન રિપોર્ટ (Monthly Compliance Report) પ્રકાશિત કરવો પડશે.
First published:

Tags: Gujarati tech news, Mobile and Technology, Whatsapp, WhatsApp Account, WhatsApp News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો