એન્ડ્રોઇડ અને iPhone યુઝર્સ મોબાઈલમાં આવી રીતે બનાવી શકે છે WhatsApp Stickers, જાણો કેવી રીતે

ફાઈલ તસવીર

છેલ્લા થોડા વર્ષોમાં જ ઇમોજી (Emoji), જીઆઈએફ (Gif) અને સ્ટીકર્સના ઉપયોગનું ચલણ વધ્યું છે. લાગણીઓ દર્શાવવા માટે તેનો ઉપયોગ થવા લાગ્યો છે. વોટ્સએપ સ્ટીકર (WhatsApp Sticker) પણ ખૂબ ઉપયોગમાં લેવાય છે.

  • Share this:
છેલ્લા થોડા વર્ષોમાં જ ઇમોજી (Emoji), જીઆઈએફ (Gif) અને સ્ટીકર્સના ઉપયોગનું ચલણ વધ્યું છે. લાગણીઓ દર્શાવવા માટે તેનો ઉપયોગ થવા લાગ્યો છે. વોટ્સએપ સ્ટીકર (WhatsApp Sticker) પણ ખૂબ ઉપયોગમાં લેવાય છે. આ સ્ટીકર સ્ટેટ્સ ઇમેજ કે એનિમેટેડ પણ હોય શકે છે. ટેલિગ્રામ અને સિગ્નલ જેવી મેસેજિંગ સર્વિસ પણ સ્ટીકરની સુવિધા આપે છે.

વોટ્સએપ માટે એપ સ્ટોર પરથી અનેક સ્ટીકર ડાઉનલોડ થઈ શકે છે. તે ઉપરાંત તમે પોતાનું સ્ટીકર પણ બનાવી શકો છો. આવા સ્ટીકરને એપ દ્વારા વોટ્સએપ પર ઈમ્પોર્ટ કરી શકાય છે. યુઝર્સ તેમાં સ્ટેટિક અને એનિમેટેડ એમ બંને પ્રકારના સ્ટીકર પેક બનાવી શકે છે. અત્યારે આવા સ્ટીકરનો ઉપયોગ વધ્યો છે, ત્યારે અહીં કસ્ટમ સ્ટીકર બનાવવાની પદ્ધતિ અપાઈ છે.

આવી રીતે બનાવો સ્ટીકર

એન્ડ્રોઇડ કે iOS યુઝરે ડિવાઇસમાં સ્પેશિયલ સ્ટીકર મેકર એપ્સ ઇન્સ્ટોલ કરવા પડશે. આ એપ યુઝરથી બનાવેલા સ્ટીકરને વોટ્સએપમાં ઈમ્પોર્ટ કરી શકાય છે. તમે ફોન સ્ટોરેજમાં રહેલા ફોટામાંથી સ્ટીકર બનાવી શકો છો.

આ પણ વાંચો: સમગ્ર વિશ્વની વસ્તી કરતા વધારે વખત ડાઉનલોડ થઇ છે ગૂગલની આ એપ્લિકેશન

>> એપ ડાઉનલોડ કર્યા બાદ યુઝર્સ એપમાં નવું સ્ટીકર પેક બનાવી શકે છે.

>> સ્ટીકર માટે ડાઉનલોડ કરેલી એપ ખોલો. શરૂઆત કરવા માટે સ્ટીકર પેક અને ઓથરનું નામ દાખલ કરવું પડશે. ત્યારબાદ યુઝરને ફોન ગેલેરી, ગુગલ ડ્રાઈવમાંથી ફોટની પસંદગી કરવાની રહેશે. જેમાંથી તમે સ્ટીકર બનાવવાનું શરૂ કરી શકો છો.

>> યુઝર્સ આ સ્ટીકર પેકમાં વધુમાં વધુ 30 ફોટા ઉમેરી શકે છે. આ સ્ટીકર એનિમેટેડ કે સ્ટેટીક હોય શકે છે. બંને એક સાથે ના થઇ શકે. બધા ફોટા જોડ્યા બાદ યુઝર્સ તેને ક્રોપ અને એડિટ કરી શકે છે.

>> વોટ્સએપમાં સ્ટીકર ઈમ્પોર્ટ કર્યા બાદ યુઝર્સને નવા સ્ટીકર ઉમેરવા નવું સ્ટીકર પેક બનાવવું પડે છે. જેથી સ્ટીકર પેક બનાવતી વખતે જ બધા આવશ્યક સ્ટીકર શામેલ કરાઈ જાય તેનું ધ્યાન રાખવુ જોઈએ.
Published by:kuldipsinh barot
First published: