WhatsApp પર બદલો આ એક સેટિંગ, Groupમાં કોઇ નહીં કરી શકે Add

અનેક વખત આપણે એવા ગ્રૃપમાં એડ થઇ જાય છીએ જેમા અન્ય લોકોને આપણે જાણતા પણ નથી, તમે આ ફિચરને એક્ટિવેટ કરીને બચી શકો છો.

અનેક વખત આપણે એવા ગ્રૃપમાં એડ થઇ જાય છીએ જેમા અન્ય લોકોને આપણે જાણતા પણ નથી, તમે આ ફિચરને એક્ટિવેટ કરીને બચી શકો છો.

  • Share this:
    Whatsapp એ એવી એપ્લિકેશન છે જે લગભગ નવા ફોનમાં પહેલી વખત ડાઉનલોડ કરવામાં આવે છે. એ આપણી લાઇફનો મહત્વપૂર્ણ ભાગ બની ગઇ છે કે તેના પર નાની બાબત માટે ગ્રૃપ બની જાય છે. જેમા અન્ય લોકોને આપણે જાણતા પણ નથી, અને આનાથી આપણો નંબર અજાણ્યા લોકો પાસે પહોંચી જાય છે. આનાથી બચવા માટે ગ્રૃપ લેફ્ટ કરવાનો ઓપ્શન મળે છે. પરંતુ લે્ફટ કર્યા બાદ પણ તેમા તમને નોટિફિકેશન જોવા મળે છે, કોઇએ ગ્રૃપ છોડી દીધુ છે અને તમારો નંબર તમામ લોકો પાસે જોવા મળે છે. જાણીએ આ ટ્રીક વિશે જેનાથી તમે કોઇપણ ગ્રૃપમાં એડ નહીં થઇ શકો.

    આ ફિચરને એક્ટિવેટ કરવા માટે વોટ્સએપ અપડેટેડ હોવું જોઇએ, પહેલા તમે તમારુ વોટ્સએપ અપડેટ કરી લો, સૌથી પહેલા વોટ્સએપ ઓપન કરો સેટિંગમાં જાઓ હવે સેટિમાં તમને અનેક ઓપ્શન જોવા મળશે. જેમા એકાઉન્ટ સિલેક્ટ કરવું પડશે.

    આ પણ વાંચો: આ ફોનમાં તમે ચલાવી શકશો બે WhatsApp એકાઉન્ટ, આ છે રીત

    એકાઉન્ટ સિલેક્ટ કર્યા બાદ તમને Privacy, Security, Two-step-verification જેવા ઓપ્શન દેખાશે. તમે પ્રાઇવસીને સિલેક્ટ કરો. પ્રાઇવસી સિલેક્ટ કર્યા બાદ નીચે સ્ક્રોલ કરશો તો તેમા ગ્રૃપનો ઓપ્શન દેખાશે. તેને સિલેક્ટ કરો, હવે સામે ત્રણ એપ્શન હશે ‘Everyone’, ‘My Contacts’ અને ‘Nobody’. ડિફોલ્ટ હેઠળ તો એવરીવન રહે છે. જેનો મતલબ કે ગ્રૃપમાં કોઇ પણ એડ કરી શકે છે. જો તમે બીજા ઓપ્શન માય કોન્ટેક્ટ સિલેક્ટ કરો છો તો માત્ર એ લોકો જ એડ કરી શકશે જેનો નંબર તમારા ફોનમાં સેવ છે.

    ત્રીજા વિકલ્પ વિશે વાત કરીએ તો તમને નોબડી સિલેક્ટ કર્યા બાદ કોઇપણ ગ્રૃપમાં એડ કરી શકશે નહીં. જો તમે કોઈ નોબડી વિકલ્પને પસંદ કરો છો, તો કોઇ પણ ગ્રુપમાં જોડવા માટે ગ્રૃપ એડમિન તમને પ્રાઇવેટ ઇન્વિટેશન મોકલી શકે છે.
    Published by:Bhoomi Koyani
    First published: