Home /News /tech /

લોન્ચ થયું WhatsAppનું ગ્રુપ કોલિંગ ફિચર, આજથી જ યૂઝર્સ કરી શકશે ઉપયોગ

લોન્ચ થયું WhatsAppનું ગ્રુપ કોલિંગ ફિચર, આજથી જ યૂઝર્સ કરી શકશે ઉપયોગ

મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppએ ગત મહિને ભારતમાં મેસેજ ફોરવર્ડ કરવાની લિમીટ 5 ચેટ્સ કરવા માટે એક ટેસ્ટ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. WhatsAppએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું કે, ભારતમાં જે લોકો WhatsAppના કન્ટેન્ટ વર્ઝનમાં છે, તેમને આ લિમિટ આ અઠવાડીયામાં દેખાવાનું શરૂ થઈ જશે.

    Facebookની F8 ડેવલપર કોન્ફરન્સમાં WhatsAppએ જાહેરાત કરી હતી કે, તે આ વર્ષના અંત સુધીમાં વોઈસ અને વીડિયો સપોર્ટ સાથે ગ્રુપ કોલિંગ લઈને આવશે. હવે WhatsAppએ જણાવ્યું કે, ગ્રુપ કોલિંગ ફીચર દુનિયાભરના યૂઝર્સ માટે લાઈવ કરી દેવામાં આવ્યું છે. આ મંગળવારથી એન્ડ્રોયડ અને iOS બંને યૂઝર્સ માટે હવે ઉપલબ્ધ હશે. WhatsAppનું ગ્રુપ કોલિંગ ફિચર એક સાથે ચાર લોકોને સપોર્ટ કરે છે. આમાં ચાર લોકો ક્યાંયથી પણ હોઈ શકે છે. WhatsAppના આ નવા ફિચર્સની મદદથી યૂઝર્સ કેટલાએ મિત્રો સાથે એક સાથે વીડિયો અને ઓડિયો કોલિંગ કરી શકે છે. આ ફિચર વોઈસ અને વીડિયો બંને પર કામ કરશે.

    આજથી શરૂ થઈ રહ્યું છે ગ્રુપ કોલિંગ ફિચર
    WhatsApp અનુસાર, છેલ્લા કેટલાક વર્ષમાં લોકોએ WhatsApp પર વોઈસ અને વીડિયો કોલ્સનો આનંદ લીધો છે. અમારા યૂઝર્સે દરેક દિવસે WhatsApp કોલ્સ પર 2 મિલિયનથી પણ વધારે મિનીટ ખર્ચ કરી છે. અમને આ વાતની જાહેરાત કરતા ઘણો આનંદ છે કે, વોઈસ અને વીડિયો માટે ગ્રુપ કોલિંગ આજથી શરૂ થાય છે. WhatsAppએ જણાવ્યું છે કે, આ ફિચરને કઈંક આ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે, ખુબ સારૂ નેટવર્ક કંડીશન ન હોવા છતાં પણ આ કામ કરશે અને તમે તમારા મિત્રો સાથે સીધા જોડાઈ શકશો.

    પૂરી રીતે ઈનક્રિએટેડ હશે ગ્રુપ કોલિંગ
    WhatsAppએ પોતાના યૂઝર્સને એ પણ ભરોસો અપાવ્યો છે કે, તેમના મેસેજની જેમ જ ગ્રુપ કોલિંગ ઈંડ ટૂ ઈનક્રિએટેડ છે. એવામાં જે લોકો પ્રાઈવેસીકોલના રેકોર્ડિંગને લઈ ચિંતિત છે, તેમણે પરેશાન થવાની જરૂરત નથી. આ ફિચર WhatsAppના iOS અને એન્ડ્રોયડ વર્ઝન માટે ઉપલબ્ધ છે. WhatsAppએ 2016માં વીડિયો ચેટિંગ લોન્ચ કર્યું હતું. જ્યારે વોઈસ કોલિંગને 2014માં શરૂ કર્યું હતું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Feature, Users, Whatsapp group calling

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन