લોકોને મળી રહ્યો છે 'WhatsApp Gold' ઈન્સ્ટોલ કરવાનો મેસેજ, જાણો - શું છે હકીકત

જો તમે વોટ્સઅપ ગોલ્ડ ઈન્સ્ટોલ કરી લીધુ છે તો, તેને તુરંત પોતાના ફોનના ફેક્ટરી ડેટામાંથી રિસેટ કરી લો.

News18 Gujarati
Updated: January 6, 2019, 7:08 PM IST
લોકોને મળી રહ્યો છે 'WhatsApp Gold' ઈન્સ્ટોલ કરવાનો મેસેજ, જાણો - શું છે હકીકત
જો તમે વોટ્સઅપ ગોલ્ડ ઈન્સ્ટોલ કરી લીધુ છે તો, તેને તુરંત પોતાના ફોનના ફેક્ટરી ડેટામાંથી રિસેટ કરી લો.
News18 Gujarati
Updated: January 6, 2019, 7:08 PM IST
જો તમને પણ વોટ્સઅપનું અપગ્રેડ વર્ઝન ગોલ્ડ ઈન્સ્ટોલ કરવાની લિંક મળી છે તો સાવધાન થઈ જાઓ, કારણ કે, આ બોગસ મેસેજ છે. તમને જણાવી દઈએ કે, આ મેસેજમાં લખેલું હોય છે કે, જો તમે આને ડાઉનલોડ કરશો તો, તમે એક સાથે 100 લોકોને ફોટો મોકલી શકશો, અને મોકલેલા મેસેજ ગમે ત્યારે ડિલીટ પણ કરી શકો છો. પરંતુ, આવું કઈં પણ નથી. તો જો તમને પણ આવો મેસેજ મળી રહ્યો હોય તો, તેને ઈગ્નોર કરજો નહી તો તમારો ડેટા ખતરામાં પડી શકે છે.

વોટ્સઅપનું કહેવું છે કે, તેમની તરફથી કોઈ ગોલ્ડ વર્ઝન લોન્ચ નથી કરવામાં આવ્યું. આવામાં આ હેકર્સની હરકતો હોઈ શકે છે અને જો તમે આ મેસેજને ખોલ્યો તો, તમારા ફોનમાં વાયરસ પણ આવી શકે છે, સાથે તમારી પ્રાઈવેટ જાણકારી પણ લીક થઈ શકે છે.

જોકે, આવું પહેલી વખત નથી થયું, કોઈ હેકર્સ દ્વારા ફેક અપગ્રેડ વર્ઝન દ્વારા યૂઝર્સની પ્રાઈવેટ જાણકારી ચોરી કરવાની કોશિસ કરવામાં આવી હોય. આ પહેલા પણ આ રીતના મેસેજ વાયરલ થઈ ચુક્યા છે. એવામાં જો તમે વોટ્સઅપ ગોલ્ડ ઈન્સ્ટોલ કરી લીધુ છે તો, તેને તુરંત પોતાના ફોનના ફેક્ટરી ડેટામાંથી રિસેટ કરી લો.
First published: January 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...