WhatsApp ગ્રુપ માટે ખાસ ફીચર, Forwarded મેસેજથી મેળવી શકશો છૂટકારો

WhatsApp ગ્રુપ માટે ખાસ ફીચર

ફેક ન્યૂઝને ધ્યાનમાં રાખીને WhatsApp બે નવા ફીચર લોન્ચ કરવાની તૈયારીમાં છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: ફેક ન્યૂઝને ધ્યાનમાં રાખીને WhatsApp બે નવા ફીચર લોન્ચ કરવાની તૈયારીમાં છે. WABetaInfoની ટ્વિટ પ્રમાણે, વોટ્સએપ બે નવા ફીચર 'Forwarding Info' અને 'Frequently Forwarded' રજૂ કરશે. જેમાંથી Frequently Forwarded' એ મેસેજ સાથે દેખાશે, જે 4થી વધુ વખત ફોરવર્ડ કરાયો છે. હવે આ ફીચરમાં એક વધુ અપડેટની વાત સામે આવી છે. જેને ખાસ કરીને ગ્રુપને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવશે.

    WaBetaInfoએ ટ્વિટ કરી જણાવ્યું કે, નવા અપડેટમાં ગ્રુપ Settingsમાં Frequently Forwaded messagesનો વિકલ્પ આપવામાં આવશે. જેનાથી યુઝર્સ નક્કી કરી શકશે કે Frequently Forwaded messages ગ્રુપમાં સેન્ડ કરવા કે નહીં.

     કેવી રીતે કામ કરશે આ ફીચર

    આ માટે WhatsAppના કોઇ ગ્રુપમાં જવું પડશે. પછી આમાં ગ્રુપ સેટિંગ પર ટેપ કરો. આમાં Frequently Forwarded messagesનો વિકલ્પ મળશે. જેની પર ટેપ કરતાં જ ‘Allow’ અને ‘Dont Allow’ મળશે.


    આ જો તમે Allow સિલેક્ટ કરશો તો ગ્રુપમાં કોઇ Frequently Forwaded messages મેસેજ મોકલી શકે છે અને જો ‘Dont Allow’ સિલેક્ટ કરશો તો ગ્રુપમાં Frequently Forwaded messages નહીં મોકલી શકાય. મળતી માહિતી પ્રમાણે, હાલ આ ફીચરનું 2.19.97 betaમાં ટેસ્ટિંગ કરાઇ રહ્યું છે.


    ઉપરાંત બીજા ફીચર 'Forwading Info'ની વાત કરીએ તો આ ફીચરથી યુઝર્સ જાણી શકશે કે કોઇ મેસેજ કેટલી વખત ફોરવર્ડ કરવામાં આવ્યો છે. આ માટે તમારે સૌથી પહેલાં મેસેજ ફોરવર્ડ કરવો પડશે. જે બાદ તમે મેસેજ ઇન્ફોમાં ચેક કરશો તો ત્યાં જોઇ શકશો કે આ મેસેજને કેટલી વખત ફોરવર્ડ કરવામાં આવ્યો છે.
    Published by:Azhar Patangwala
    First published: