Home /News /tech /લોકોની નારાજગીથી ડરી ગયું WhatsApp! પહેલીવાર જાતે Status મૂકીને કરી સ્પષ્ટતા

લોકોની નારાજગીથી ડરી ગયું WhatsApp! પહેલીવાર જાતે Status મૂકીને કરી સ્પષ્ટતા

પ્રતીકાત્મક તસવીર

વોટ્સએપે પોતાના સ્ટેટસમાં કોલિંગ, પ્રાઇવેટ મેસેજ, લોકેશન અને કોન્ટેક્ટ જેવી વાતો પર સફાઈ આપી

વોટ્સએપ (WhatsApp) પોતાની પ્રાઇવસી પોલિસીમાં ફેરફારને લઈ ઘણું ચર્ચામાં છે. વોટ્સએપે યૂઝર્સને નવી પોલિસીનો સ્વીકાર કરવા માટે 8 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હોત, જોકે લોકોના રિએક્શનને જોતાં કંપનીએ હાલ તેને ટાળી દીધું છે. કેટલાક યૂઝર્સ આ અપડેટથી નાખુશ થઈ રહ્યા છે અને ટેલીગ્રામ (Telegram), સિગ્નલ (Signal) જેવા બીજા પ્લેટફોર્મ પર શિફ્ટ થઈ રહ્યા છે. લોકોની નકારાત્મક કોમેન્ટ જોતાં વોટ્સએપ સતત સ્પષ્ટતા કરી રહ્યું છે. પહેલા વોટ્સએપે બ્લોગ જાહેર કર્યો, ટ્વીટ કર્યા અને હવે પહેલીવાર એવું થયું છે કે વોટ્સએપે પોતાનું સ્ટેટસ મૂકીને સ્પષ્ટતા કરી છે.

વોટ્સએપે પોતાના સ્ટેટસમાં કોલિંગ, પ્રાઇવેટ મેસેજ, લોકેશન અને કોન્ટેક્ટ જેવી વાતો પર સફાઈ આપી છે. વોટ્સએપે કુલ 4 સ્ટેટસ મૂક્યા છે. પહેલામાં લખ્યું છે કે વોટ્સએપ યૂઝર્સની પ્રાઇવસી માટે પ્રતિબદ્ધ છે. બીજા સ્ટેટસમાં જણાવવામાં આવ્યું છે કે વોટ્સએપ લોકોના પર્સનલ ચેટનો રેકોર્ડ નથી રાખતું. તે યૂઝરની વાતોને નથી સાંભળતું કારણ કે તે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે.


આ પણ વાંચો, WhatsApp પોલિસી વિવાદથી Telegram થયો ફાયદો, એશિયામાં સબ્સક્રાઇબર 50 કરોડને પાર

આ ઉપરાંત, ત્રીજા સ્ટેટસમાં જણાવ્યું છે કે વોટ્સએપ યૂઝર્સના શૅર કરવામાં આવેલા લોકેશનને નથી જોઈ શકતું. અંતિમ સ્ટેટસમાં કંપની કહે છે કે વોટ્સઅપ પોતાના યૂઝર્સના કોન્ટેક્ટ્સને ફેસબુક સાથે નથી શૅર કરતું. વોટ્સએપના આ સ્ટેટસ અપડેટને તમે પણ જોઈ શકો છો, જેના માટે આપને પોતાના વોટ્સએપમાં Status સેક્શનમાં જવું પડશે. ત્યાં સૌથી ટૉપ પર આપને વોટ્સએપનું સ્ટેટસ જોવા મળશે.

WhatsAppએ ટ્વીટ કરીને પણ આપી જાણકારી

આ પહેલા વોટ્સએપે ટ્વીટ કરીને પણ અનેક જાણકારી આપી છે. ગ્રુપ ઇનવાઇડને લઈને વોટ્સએપનું કહેવું છે કે નવી પ્રાઇવસી પોલિસીમાં યૂઝર્સના વોટ્સએપ ગ્રુપ્સ પ્રાઇવેટ જ રહેશે. વોટ્સએપે ટ્વીટમાં પણ જણાવ્યું કે યૂઝર હજુ પણ મેસેજ ડીસઅપીયરિંગ ફીચર સેટ કરી શકે છે. તેની સાથે જ ડેટા પણ ડાઉનલોડ કરી શકે છે.

આ પણ વાંચો, Indigo Paintsમાં રોકો નાણા અને બનો માલામાલ, જાણો કેટલો છે પ્રાઇઝ બેન્ડ




વોટ્સએપે ગયા વર્ષે આ ફીચર લૉન્ચ કર્યું હતું જેમાં 7 દિવસ બાદ મેસેજ આપમેળે ડિલીટ થઈ જાય છે. આ ફીચરને Disappearing Message ફીચર કહેવામાં આવે છે. વોટ્સએપે યૂઝર્સને પોતાનો ડેટા ડાઉનલોડ કરવાનું ઓપ્શન પણ આપ્યું છે.
First published:

Tags: Whatsapp, WhatsApp Account, Whatsapp features, ટેક ન્યૂઝ, ભારત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો