WhatsAppમાં આવ્યું નવું ફિચર, ગ્રૂપમાં એડ કરનારને તમે બ્લૉક કરી શકશો

News18 Gujarati
Updated: November 6, 2019, 9:20 PM IST
WhatsAppમાં આવ્યું નવું ફિચર, ગ્રૂપમાં એડ કરનારને તમે બ્લૉક કરી શકશો
પ્રતિકાત્મક તસવીર

અત્યાર સુધી યુઝર્સને 'everyone', 'my contacts' અને 'Nobody' એમ ત્રણ ઑપ્શન્સ મળતા હતા. નવા અપડેટ ફિચરમાં who can add me to a group માટે 'my contacts except'નો નવો ઑપ્શન આપવામાં આવ્યો છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ વ્હૉટ્સએપએ (WhatsApp)ગ્રૂપ્સ માટે નવું પ્રાઈવસી સેટિંગ લોન્ચ (Privacy Setting) કર્યું છે. વૉટ્સએપ યુઝર્સ સળતાથી પસંદ કરી શકે કે કોણ તેમને ગ્રૂપમાં એડ કરી શકે અને કોણ નહીં. આ વર્ષના એપ્રિલ મહિનામાં પણ પ્રાઈવસી સેટિંગમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ નવું ફિચર (features) આ વર્ષની શરૂઆતમાં આવેલા ફિચરનું અપગ્રેડેટ વર્જન છે. આ ફિચરમાં યુઝર્સને વધારે પ્રાઇવસી આપવાની કોશિશ કરી છે.

મળશે નવો ઑપ્શનઃ-
અત્યાર સુધી યુઝર્સને 'everyone', 'my contacts' અને 'Nobody' એમ ત્રણ ઑપ્શન્સ મળતા હતા. નવા અપડેટ ફિચરમાં who can add me to a group માટે 'my contacts except'નો નવો ઑપ્શન આપવામાં આવ્યો છે. આ ઑપ્શનને 'Nobody' જગ્યાએ અપગ્રેડ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-કપડાંની દુકાનમાં આરામ કરવા આવે છે ગાય, ગ્રાહકો કરે છે પૂજા

આવી રીતે એપ્લાય કરો:-
આ સેટિંગને ઑન કરવા માટે વ્હોટ્સએપની પ્રાઈવસી સેટિંગમાં જાઓ. ફિચર્સને ઑન કરવા માટે પહેલા પ્રાઇવસી સેક્શનમાં જાઓ પછી ગ્રૂપ્સવાળા ઑપ્શનને ઓપન કરો. અહીં તમને 'My Contacts except for'નો ઑપ્શન પસંદ કરવા માંગો છો તો એના ઉપર ટેપ કરશો ત્યારે કોન્ટેક્ટ લિસ્ટ ખુલશે. જેને તમે ઇચ્છતા નથી કે તમને કોઇ ગ્રૂપમાં એડ કરી શકે એને પસંદ કરી લો.આ પણ વાંચોઃ-38 વર્ષની ઉંમરે આ અભિનેત્રી ચુપચાપ લગ્ન કરવા જઇ રહી છે, જુઓ તસવીરો

આ પણ વાંચોઃ-વર્ષો બાદ જૂના કેરટેકર સાથે મસ્તી કરતું રીંછ, cute Video જોઇને ખુશ થઇ જશો

ટૂંક સમયમાં બધા યુઝર્સ સુધી પહોંચશે આ ફિચર
નવું ફિચર લોન્ચ થયા પછી જો કોઈ યુઝર્સ ગ્રૂપ એડમિન તમને કોઈ ગ્રૂપમાં એડ કરવા માંગે તો પહેલા તેને ઇન્વાઇટ મોકલવું પડશે. તમે ઇન્વાઇટ સ્વીકારી લો પછી તે ગ્રૂપમાં એડ કરી શકો છો. આ ઇન્વાઇટ ત્રણ દિવસ સુધી વેલિડ રહે છે. કંપનીએ કહ્યું કે, આ ફિચર આજથી રોલઆઉટ થવાનું શરૂ થઇ જશે. આવનારા થોડા દિવસોમાં બધા જ વ્હૉટ્સએપ યુઝર્સ સુધી પહોંચી જશે.
First published: November 6, 2019
વધુ વાંચો
अगली ख़बर