ભારત સરકારની વિરુદ્ધ કોર્ટ પહોંચ્યું WhatsApp, કહ્યું- નવા કાયદાઓથી પ્રાઇવસી ખતમ થઈ જશે

વોટ્સએપ ભારત સરકારના નવા આઇટી નિયમોની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યું છે

વોટ્સએપ ભારત સરકારના નવા આઇટી નિયમોની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યું છે

  • Share this:
    નવી દિલ્હી. ફેસબુક (Facebook)ની માલિકી હકવાળી મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) ભારત સરકારના નવા આઇટી નિયમો (IT Rules)ની વિરુદ્ધ કોર્ટ પહોંચી ગયું છે. નવા નિયમોમાં વોટ્સએપ અને તેના જેવી કંપનીઓને પોતાની મેસેજિંગ એપ (messaging app) પર મોકલવામાં આવેલા મેસેજના ઓરિજિન એટલે કે જ્યાંથી સૌથી પહેલા સંદેશ મોકલવામાં આવ્યો, તેના વિશે માહિતી રાખવાની રહેશે. આ નિયમની વિરુદ્ધ કંપનીએ 25 મેના રોજ દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)માં અરજી કરી છે.

    રોઇટર્સના રિપોર્ટ મુજબ, વોટ્સએપના પ્રવક્તાએ આ બાબતની જાણકારી આપતાં કહ્યું કે, મેસેજિંગ એપને ચેટના આ પ્રકારના ટ્રેસ રાખવાનું કહેવું એક રીતે વોટ્સએપ પર મોકલવામાં આવેલા તમામ મેસેજ પર નજર રાખવા જેવું હશે, જે ‘એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન’ને ખતમ કરી દેશે અને લોકોના ‘ગોપનીયતાનો અધિકાર’નું ઉલ્લંઘન હશે.

    કંપનીએ તેની સાથે જ કહ્યું છે કે, આ દરમિયાન અમે કોઈ જાણકારી માટે કાયદાકિય રીતે માંગવામાં આવેલા કાયદેસરના આગ્રહના જવાબ સહિત લોકોને સુરક્ષિત રાખવા માટે ભારત સરકારની સાથે સતત વાતચીત કરતા રહીશું.

    આ પણ વાંચો, Bank Holidays: જૂન મહિનામાં બેંકો ક્યારે-ક્યારે બંધ રહેશે? ઘરેથી નીકળતા પહેલા ચેક કરી લો લિસ્ટ

    કાયદા અનુસાર વોટ્સએપને માત્ર એ લોકોને છતાં કરવાની આવશ્યક્તા છે, જેમની પર ખોટા કામ કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે. કંપનીનું કહેવું છે કે તેઓ એકલા વ્યવહારમાં આવું ન કરી શકે. જોકે મેસેજ ‘એન્ડ-ટૂ-એન્ડ એન્રિ ેપ્શન’ હોય છે. એવામાં વોટ્સએપનું કહેવું છે કે કાયદાનું પાલન કરવા પર રિસીવર્સની સાથોસાથ મેસેજના ‘ઓરિજિનેટર’ માટે પણ એન્રિકેપ્શન બ્રેક થઈ જશે.

    આ પણ વાંચો, ઈરફાન પઠાણની પત્નીની તસવીર પર થયો વિવાદ, કહ્યુ- ‘હું તેનો માલિક નથી, સાથી છું’


    ભારતની ન્યૂઝ એજન્સી ANIએ વોટ્સએપ દ્વારા દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હોવાની પુષ્ટિ કરી છે. ANIએ બુધવારે ટ્વીટ કરીને આ બાબતની માહિતી આપી છે.
    Published by:Mrunal Bhojak
    First published: