WhatsApp ડિલીટ થઇ જવાથી પણ સુરક્ષિત રહેશે Chats, બદલો આ Setting

જો તમારો ફોન કોઈ કારણસર ખોવાઈ ગયો છે અથવા ખરાબ થઇ જાય છે, તો તમે તમારુ વ્યક્તિગત ચેટ્સ સાચવી શકો છો. આ માટે તમારે તમારા વોટ્સએપનું સેટિંગ બદલવું પડશે.

જો તમારો ફોન કોઈ કારણસર ખોવાઈ ગયો છે અથવા ખરાબ થઇ જાય છે, તો તમે તમારુ વ્યક્તિગત ચેટ્સ સાચવી શકો છો. આ માટે તમારે તમારા વોટ્સએપનું સેટિંગ બદલવું પડશે.

  • Share this:
    જો તમારો ફોન ચોરાઈ ગયો છે અથવા તે કામ કરવાનું બંધ કરે છે તો આવી સ્થિતિમાં સૌ પ્રથમ તે તમારી સુરક્ષાની વાત આવે છે. આજકાલ ચેટિંગ કરવા માટે લોકોની સૌથી પસંદની એપ વોટ્સએપ છે. વોટ્સએપ પર આપણે તમામ પ્રકારની મહત્વપૂર્ણ, બિનજરૂરી, વ્યક્તિગત વસ્તુઓ સેવ કરીએ છીએ. પરંતુ કલ્પના કરો કે જો અચાનક કોઈ કારણોસર તમારી મહત્વપૂર્ણ વસ્તુઓ અને મીડિયા ફાઇલ ગુમ જાય છે તો તે તમારા માટે એક મોટો આંચકો હશે.

    તેથી આવી કોઈપણ ક્ષતિઓ ટાળવા માટે તમે સમયસર વોટ્સએપ 'ચેટ બેકઅપ' સુવિધાથી તમારો ડેટા ગુમાવવાથી બચાવી શકો છો. આ સુવિધાથી યૂઝર્સ ગુગલ ડ્રાઇવ પર ચેટ હિસ્ટ્રી, વોઇસ મેસેજ અને વીડિયોનું ખાનગી બેકઅપ બનાવી શકે છે. જેથી કરીને જો તમારો ફોન ખોવાઈ ગયો છે અથવા કોઈ કારણસર નુકસાન થાય છે, તો તમે તમારી વ્યક્તિગત ચેટ્સને બચાવી શકો છો.

    આ માટે તમારે તમારા વોટ્સએપનો ચેટની હિસ્ટ્રી સાચવવી પડશે, અને ચાલો આપણે જાણીએ તે કેવી રીતે કરવું..

    whatsapp, whatsapp feature, whatsapp setting, whatsapp updates, tech news
    - ચેટનો બેકઅપ લેવા માટે પહેલા વોટ્સએપ ખોલો.
    - ત્યારબાદ મેનૂ બટન (Menu Button)પર જાઓ.
    - પછી સેટિંગ્સ (Settings)પર જાઓ.
    - ત્યારબાદ ચેટ્સ (Chats) પસંદ કરો.
    - હવે ચેટ બેકઅપ પર જાઓ.
    - બેકઅપ બટન પર ટેપ કરો.

    આ પણ વાંચો: TikTok પર શરુ થઇ નવી ચેલેન્જ, છોકરીએ હોઠ પર ગુંદર લગાવી બનાવ્યો વીડિયો

    ઓટોમેટિક પણ સેટ કરી શકો છો બેકઅપ



    તમે ઓટો બેકઅપ્સની ફ્રીક્વ્ન્સીને પણ પસંદ કરી શકો છો - જ્યારે તમે બેકઅપ પર ટેપ કરો છો તેમા ડેલી, મંથલી અથવા ક્યારેય નહીં આવા વિકલ્પ હશે, જેથી કરીને તમે ગૂગલ ડ્રાઇવમાં દરરોજ ડેટા બચાવી શકો.

    પરંતુ જો તમારી પાસે દરરોજ વાઇફાઇની એક્સેસ નથી, તો તમે તેને અઠવાડિયા સુધી બેકએપ સેટ કરી શકો છો, કારણ કે બેકઅપમાં તમારા ડેટાની વધુ કિંમત છે.
    Published by:Bhoomi Koyani
    First published: