Whatsapp પર રહ્યો છે આ ફેક મેસેજ, ના બનો શિકાર

News18 Gujarati
Updated: July 5, 2019, 7:37 PM IST
Whatsapp પર રહ્યો છે આ ફેક મેસેજ, ના બનો શિકાર
પ્રતિકાત્મક તસવીર

મેસેજિંગ એપ પર ફેક ન્યૂઝ અને સંદેશાની સંખ્યા વધતી જઈ રહી છે અને સાથે તેનો શિકાર બનતા લોકોની સંખ્યા પણ.

  • Share this:
Whatsapp નિશ્ચિત રીતે એક ઝેરી મેસેજ મંચ બની ગયું છે. આ મેસેજિંગ એપ પર ફેક ન્યૂઝ અને સંદેશાની સંખ્યા વધતી જઈ રહી છે અને સાથે તેનો શિકાર બનતા લોકોની સંખ્યા પણ.

હમણાંની જ વાત છે, દુનિયાભરમાં વોટ્સઅપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવી એપ કામ નહોતી કરી રહી. આ દરમ્યાન ભારતમાં કેટલાક વોટ્સઅપ યૂઝર્સને મેસેજ મળવાના શરૂ થયા કે આ એપ દરરોજ 11.30 કલાકથી સવારે 6.00 કલાક સુધી બંધ રહેશે. આ સાથે જ ઉપયોગકર્ચાઓને કહેવામાં આવ્યું કે, આ મેસેજ અન્ય લોકોને મોકલો નહીં તો તેમનું વોટ્સઅપ બંધ થઈ જશે, અને તેમને તેની ચૂકવણી કરવી પડશે.

પૂરો મેસેજ આ પ્રકારે છે

'જુઓ તમારૂ Whatsapp હવે રાત્રે 11.30થી 6.00 કલાક સુધી કામ નહીં કરે, આ દિલ્હી સરકારે જાહેરાત કરી છે. આ નિર્મય નરેન્દ્ર મોદીનો છે કેમ કે, Whatsapp ઓવરયૂઝ થઈ ગયું છે. આ મેસેજ બધાને ફોરવર્ડ કરો. જો તમે આ મેસેજ તમારા તમામ કોન્ટેક્ટને ના મોકલ્યો તો, અગામી 48 કલાકમાં તમારૂ Whatsapp એકાઉન્ટ ક્રેશ થઈ જશે, અને નવું Whatsapp ક્રિએટ કરવાનો ચાર્જ લાગશે, 499 રૂપિયા. અને આ તમારૂ મંથલી બીલ બની જશે. હાલમાં ફોન હેંગ થવાનો પ્રોબલમ થશે, પિક્ચર ક્લિયર નહી દેખાય, સ્ટેટસ ઝડપી નહી વાંચી શકાય. આ પ્રોબલમ સોલ્વ કરવાની પૂરી સરકાર કોશિસ કરશે. વોટ્સઅપ તમારી પાસે ટુંક સમયમાં પૈસા વસૂલશે. તમે ઓછામાં ઓછા 50 લોકોને આ મેસેજ મોકલો. ફ્રિક્વેંટ મેમ્બર બનવા માટે આ મેસેજ 10 લોકોને મોકલો, જો તે પ્રાપ્ત કરે છે તો તમારા વોટ્સઅપના લોગોનો રંગ બદલાઈ જશે. નવા વોટ્સઅપને સક્રિય કરવા માટે આ મેસેજ 8 લોકોને મોકલો'

આ પ્રકારના કેટલાક અન્ય મેસેજ પણ છે, જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે, વોટ્સઅપ વેચાઈ ગયું છે.

ફેક છે તમામ મેસેજઅમે તમને જણાવવા માંગીએ છીએ કે, તમે આવા બધા મેસેજ પર વિશ્વાસ ન કરો. આ પ્રકારના બધા મેસેજ ફેક એટલે કે ખોટા છે. એટલે ના તો આવા મેસેજ પર વિશ્વાસ કરો અને કોઈને પણ ફોરવર્ડ કરી ખોટી સૂચનાને પ્રોત્સાહન ના આપો.
First published: July 5, 2019
વધુ વાંચો
अगली ख़बर