વોટ્સએપ (WhatsApp) દ્વારા ગાયબ થતા મેસેજ (Disappearing messages) માટે ટાઇમર સેટિંગ્સનું ટેસ્ટિંગ થઈ રહ્યું હોવાના અહેવાલ છે. વોટ્સએપ (WhatsApp Update)હાલમાં ગાયબ થતા મેસેજ મોડ પર કામ કરી રહ્યું છે. નવા અહેવાલ મુજબ એન્ડ્રોઇડ યૂઝર્સ મેસેજ ગાયબ થવાની સુવિધામાં પોતાની રીતે સમય નક્કી કરી શકશે. તેમાં અલગ અલગ વિકલ્પો આપવામાં આવશે.
90 દિવસ, 7 દિવસ અને 24 કલાકનો વિકલ્પ
વોટ્સએપના ફીચર્સનું ટ્રેકિંગ કરતા WABetaInfoના અહેવાલ મુજબ એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.21.19.7 માટે વોટ્સએપ પર આ સુધારા જોવા મળ્યા છે. આ ફીચર દર્શાવતો સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો છે. જેમાં Disappearing messages માટે ટાઈમ લિમિટના 90 દિવસ, 7 દિવસ અને 24 કલાકનો વિકલ્પ જોવા મળે છે. ઉદાહરણ તરીકે, જો 24 કલાકનો વિકલ્પ પસંદ કરો તો 24 કલાક બાદ મેસેજ આપોઆપ ડીલીટ થઈ જશે. આ સાથે ઓન અને ઓફ વિકલ્પ પણ મળે છે.
ગ્રુપ ચેટમાં પણ ફીચર મળે તેવી શક્યતા
અત્યાર સુધી આ ફીચર વોટ્સએપની એન્ડ્રોઇડ અને IOS આધારિત એપ્લિકેશન્સમાં પર્સનલ ચેટ માટે વિકસાવવામાં આવી રહ્યું છે. આવી જ સુવિધા ગ્રુપ ચેટમાં મળે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, વોટ્સએપ સમયાંતરે નવા ફીચર્સ અને અપડેટ્સ આપતું હોય છે. વોટ્સએપ દ્વારા તાજેતરમાં ચેટ બેકઅપ માટે એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શન સપોર્ટ રોલ આઉટ થયું હતું. અન્ય એક અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે, વોટ્સએપ IOS યૂઝર્સ માટે વોઇસ મેસેજ ટ્રાન્સક્રિપ્શન સુવિધાનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. નવી સુવિધા સમય જતાં એન્ડ્રોઇડ અને આઇફોનના યૂઝર્સને મળશે.
અત્યારે વોટ્સએપમાં યુઝર્સને તેમની ગ્રૂપ ચેટ અને પર્સનલ ચેટમાં સરળ Disappearing મોડ સુવિધા મળે છે. જ્યારે યૂઝર્સ Disappearing મોડને એક્ટિવ કરે ત્યારે મેસેજ સાત દિવસ પછી Disappearing થઈ જાય છે અને જ્યારે સુવિધા એક્ટિવ નથી હોતી ત્યારે બધા મેસેજ ચેટની અંદર રહે છે. જોકે, હવે તેમાં વિકલ્પ આપવામાં આવે તેવી શક્યતા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર