WhatsApp પર આવી રહ્યું છે ખાસ ફીચર, જલ્દી ‘Save’ કરી શકશો ગાયબ થનારા Messages!
WhatsApp પર આવી રહ્યું છે ખાસ ફીચર, જલ્દી ‘Save’ કરી શકશો ગાયબ થનારા Messages!
વોટ્સએપે Disappearing મેસેજ ફીચરને 2020માં રજૂ કર્યું હતું.
WhatsApp New Update: વોટ્સએપે Disappearing મેસેજ ફીચરને 2020માં રજૂ કર્યું હતું. આ ફીચર ગ્રુપ ચેટ્સ અને વન ઓન વન ચેટ માટે ઉપલબ્ધ છે, અને તે એડમિન દ્વારા ચેટની સેટિંગ્સથી ઓન પણ કરી શકાય છે.
WhatsApp New Update: મેટા માલિકીની પોપ્યુલર મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) સમયાંતરે એપમાં નવી અપડેટ રજૂ કરતી રહે છે. ગ્રુપને લગતી અપડેટ હોય કે પછી ચેટને વધુ મજેદાર બનાવવાની અપડેટ, વોટ્સએપ યુઝર્સની સુવિધામાં વધારો કરતું રહે છે. આવી જ એક સુવિધા હવે વોટ્સએપ મેસેજીસને લગતી જોવા મળશે.
વોટ્સએપે Disappearing મેસેજ ફીચરને 2020માં રજૂ કર્યું હતું. આ ફીચર ગ્રુપ ચેટ્સ અને વન ઓન વન ચેટ માટે ઉપલબ્ધ છે, અને તે એડમિન દ્વારા ચેટની સેટિંગ્સથી ઓન પણ કરી શકાય છે. આ ફીચર દ્વારા 7 દિવસ બાદ બધા મેસેજ ઓટોમેટિકલી ડિલીટ થઈ જાય છે. કહેવાય છે કે આ ફીચર એમના માટે બહુ જરૂરી છે, જે ગ્રુપમાં બલ્ક મેસેજ મૂકે છે. અને બધા મેસેજ જરૂરી પણ નથી હોતા. પરંતુ બની શકે કે આ ફીચર જલ્દી બદલાઈ જાય. WABetalInfoએ સ્પોટ કર્યું છે કે ડિસઅપિયરિંગના અમુક મેસેજને યુઝર્સ સેવ કરી શકે છે.
તો જો ચેટમાં Disappearing મેસેજ ON છે તો પ્લેટફોર્મ પર તમને મેસેજ સેવ કરવાનું ઓપ્શન મળશે. આ ફીચરથી ચેટમાં મળેલી જરૂરી જાણકારી બાદ સેવ કરવાનું ઓપ્શન મળી જાય છે. તેથી જ્યારે બાકી મેસેજ જે સેવ નથી કર્યા તે હંમેશાની જેમ સાત દિવસ બાદ ગાયબ થઈ જશે. WhatsApp તમને એક સુવિધા આપશે, જેથી અલગ ટેબમાં એક્સેસ કરી શકશો.
WABetalInfo એ કહ્યું કે આ ફીચર એપના ડેસ્કટોપ બીટા પર સ્પોટ થયું હતું, પરંતુ મેટાની માલિકીનું સોશિયલ કમ્યુનિકેશન પ્લેટફોર્મ તેને iOS અને Android પર પણ લાવવાનું કામ કરી રહ્યું છે.
રિપોર્ટ મુજબ disappearing message ને સ્ટોર કરવાની અન્ય રીતો પર પણ કામ થઈ રહ્યું છે, પરંતુ હાલ તેને લઇને કોઈ ડિટેલ ઉપલબ્ધ નથી. સાથે જ એ પણ જણાવી દઈએ કે આ મેસેજ ‘Save’ કરવાવાળા ફીચરની લોન્ચિંગ વિશે પણ કોઈ જાણકારી નથી.
વોટ્સએપે આપી આ જાણકારી
આખરે જણાવી દઈએ કે વોટ્સએપે એ પણ જાહેરાત કરી છે કે તે iOS 10 અને 11 માટે સપોર્ટ ખતમ કરી દેશે. આ ચેન્જ 24 ઓક્ટોબરથી લાગુ થશે અને ત્યારબાદ આઈઓએસ 10 અને 11 પર ચાલતા એપલ ડિવાઇસ માટે વોટ્સએપ ઉપલબ્ધ નહીં હોય.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર