ફેસબુકના સ્વામિત્વવાળી ઈંસ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે ગયા વર્ષે ડિસઅપિઅરિંગ મેસેજની સુવિધા રજૂ કરી હતી. જેમાં સાત દિવસ બાદ મેસેજ ઓટોમેટિક રિમુવ થઈ જાય છે (જો વોટ્સએપ યૂઝર આ ફીચર ચાલુ કરે છે તો). રિપોર્ટ અનુસાર જાણવા મળે છે કે વોટ્સએપ એન્ડ્રોઇડ, આઈઓએસ અને વેબ બંને પર મેસેજ ડિસઅપિઅર કરવા માટે 24 કલાકના વિકલ્પનું પરીક્ષણ કરી રહ્યું છે. આ વિકલ્પ સાથે વોટ્સએપ ટેલિગ્રામ જેવી એપ્લિકેશન સાથે સ્પર્ધા કરશે.
અપકમિંગ ફીચર વિશે WABetaInfo પર માહિતી જોવા મળી છે, જે વોટ્સએપ અપડેટની જાણકારી રાખે છે. WABetaInfoના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 7 દિવસના ઓપ્શનને બદલવામાં નહીં આવે, 24 કલાકનો ઓપ્શન એડ કરવામાં આવશ. જેમાં યૂઝર તેની પસંદગી અનુસાર વિકલ્પ પસંદ કરી શકે છે. WABetaInfoએ સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં જાણવા મળે છે કે યૂઝર પર્સનલ અને ગૃપ ચેટ માટે 24 કલાકના એબલ/ડિસએબલ ડિસઅપિઅર મેસેજનો ઉપયોગ કરી શકે છે.
થોડા સમય પહેલા ગૃપમાં એડિમિન માત્ર મેસેજ ડિસઅપિઅર કરી શકતો હતો. તાજેતરની વોટ્સએપ અપડેટ અનુસાર ios માં ગૃપના દરેક સભ્ય બાય ડિફોલ્ટની મદદથી મેસેજ ડિસઅપિઅર કરી શકે છે. વોટ્સએપ એન્ડ્રોઈડ અને ios માં ફોટો ફીચર ડિસઅપિઅર માટે પરીક્ષણ કરી રહ્યું છે.
WABetaInfoએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે વોટ્સએપ યૂઝર માટે પ્લેબેક સ્પીડ એફ વોઈસ નોટ્સનું પરીક્ષણ કરે છે. ગયા સપ્તાહના રિપોર્ટ અનુસાર વોટ્સએપ ત્રણ પ્લેબેક સ્પીડ ઓપ્શન આપશે- 1x, 1.5x and 2x. સ્લોઅર પ્લેબેક સ્પીડ ફોર વોઈસ મેસેજીસ માટે કોઈ ઓપ્શન નથી. વોટ્સએપ કોવિડ-19 અંગે જાગૃતતા લાવવા માટે ‘વેક્સીન ફોર ઓલ’ નામનું એક નવુ સ્ટીકર પેક રજૂ કર્યું
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર