WhatsApp પર આવ્યું જરુરી ફીચર, ઓટોમેટિક ડિલીટ થઇ જશે મેસેજ

News18 Gujarati
Updated: November 28, 2019, 3:05 PM IST
WhatsApp પર આવ્યું જરુરી ફીચર, ઓટોમેટિક ડિલીટ થઇ જશે મેસેજ
5 ટાઇમિંગ ઑપ્શન મળશે

જાણો વૉટ્સએપમાં કઈ નવી સુવિધા આવી રહી છે. આ નવી સુવિધા તમારી મુશ્કેલીને પણ દૂર કરશે

  • Share this:
વૉટ્સએપે તેના યૂઝરો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સુવિધા રજૂ કરી છે. WABetaInfo પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વૉટ્સએપ 'ડિલીટ મેસેજ' નામની સુવિધા પર કામ કરી રહ્યું છે, જેનો ઉપયોગ હાલમાં બીટા યૂઝર્સ કરી શકે છે. થોડા સમય પહેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વૉટ્સએપ ‘Disappearing Messeage’ સુવિધા લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ સાથે જ હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હવે આ સુવિધાને વૉટ્સએપ ડિલીટ મેસેજનાં નામથી લાવવામાં આવી રહી છે. આ સુવિધાની તપાસ 2.19.348 બીટા વર્ઝન પર થઈ રહી છે.
હવે તમે વિચારતા જ હશો કે વૉટ્સએપમાં મેસેજને ડિલીટ કરવાની પહેલા પણ એક સુવિધા હતી.

આ સુવિધાના રોલઆઉટ પછી યૂઝર્સ તેમના ગ્રૃપ સેટિંગ્સ પર જઈ શકે છે અને ‘Delete Messages’ નો વિકલ્પ પસંદ કરી શકે છે. આને પસંદ કરવા પર On અને Off સાથે સમય સેટ કરવાનો વિકલ્પ પણ જોઇ શકશો.

આ પણ વાંચો: જો ટોલ પ્લાઝા પર Fastag સ્કેનર ખરાબ થયું, તો કેવી રીતે કપાશે ટોલ, જાણો

5 ટાઇમિંગ ઑપ્શન મળશે

સમયના પાંચ વિકલ્પો છે, પ્રથમ 1 કલાક, બીજો 1 દિવસ, 1 અઠવાડિયા, 1 મહિનો અને 1 વર્ષ માટે. તેથી જો તમે 1 કલાક પસંદ કરો છો, તો મોકલેલો મેસેજ 1 કલાક પછી ઓટોમેટિક ડિલીટ થઇ જશે. આ સુવિધા વિશેની શ્રેષ્ઠ બાબત એ છે કે મેસેજ ડિલીટ થયા બાદ ડિલીટ મેસેજનો કોઇ ટ્રેક રહેશે નહીં.

જ્યારે પણ આપણે કોઇ ખોટા ગ્રૃપ અથવા ચેટમાં મેસેજ મોકલીએ છીએ, ત્યારે આપણી પાસે થોડા સમય માટે delete for everyone’ નો વિકલ્પ રહે છે. પરંતુ આ ફીચરમાં યૂઝરને સૌથી વધુ પરેશાન કરે છે કે 'એ મેસજમાં‘This message has been deleted’ લખેલું આવે ' તેનાથી રીસીવરને ખબર પડે છે કે મેસેજ મોકલીને કોઇએ ડિલીટ કર્યો, પરંતુ આવનારા ડિલીટ મેસજ સુવિધામાં મેસેજ ડિલીટ થયા બાદ‘This message has been deleted’ જેવી નિશાની દેખાશે નહીં.
First published: November 28, 2019, 3:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading