WhatsApp પર નથી આવ્યું Dark Mode, છતાં આ રીતે કરો ઉપયોગ

જો તમે ડાર્ક મોડ સુવિધાઓનો ઉપયોગ કરવા માંગો છો તો જાણો આ સરળ રીત.

Whatsapp ડાર્ક મોડના અનેક ફિચર લીક થઈ ગયા છે, પરંતુ તેની રિલીઝ તારીખની માહિતી હજુ સુધી મળી નથી.

  • Share this:
    ન્યૂઝ18, ગુજરાતી: WhatsApp દરેક અપડેટ અને અંતિમ રિલીઝમાં નવા નવા અપડેટ્સ રજૂ કરે છે. પરંતુ Whatsappની ડાર્ક મોડ સુવિધાની લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. જોકે વોટ્સએપ ડાર્ક મોડના અનેક ફિચર લીક થઇ ચુક્યા છે. પરંતુ તેના રિલીઝની તારીખ હજુ સુધી સામે આવી નથી. જો તમે ડાર્ક મોડ સુવિધાઓનો ઉપયોગ કરવા માંગો છો તો જાણો આ સરળ રીત.

    જો તમે એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરો છો, તો ખાતરી કરો કે તમારો મોબાઇલ ફોન એન્ડ્રોઇડ ક્યૂ બીટા પર કામ કરી રહ્યો હોય. અનેક Android ફોન Android Q ના લેટેસ્ટ બીટાનો ઉપયોગ કરી શકે છે. આ યાદીમાં ગૂગલ પિક્સેલ સ્માર્ટફોન્સ, the Xiaomi Mi 9, Huawei Mate 20 Pro, Asus Zenfone 5Z, Essential Phone, LG G8, Nokia 8.1, Oppo Reno and Realme 3 Pro જેવા ફોન્સનો સમાવેશ થાય છે.



    આ પણ વાંચો: વોટ્સએપનું નવું ફિચર, ભૂલથી બીજાને ફોટો-વીડિયો મોકલી દેવાથી બચી શકાશે

    આ સ્ટેપ્સ ફોલો કરો

    એન્ડ્રોઇડ ક્યૂ બીટાને ડાઉનલોડ કર્યા બાદ તમારે ફોન સેટિંગ પર જવું પડશે.
    હવે તેમાં ડિસ્પ્લે વિકલ્પ પસંદ કરો.
    અહીં મોડ પસંદ કરો અને 'ડાર્ક મોડ' પસંદ કરો.

    આ પસંદ કર્યા પછી, ત્યાં બીજી પ્રક્રિયા રહે છે જેને તમારે અનુસરવી પડશે.
    હવે તેમા About Phone નો વિકલ્પ મળશે, તેને સિલેક્ટ કરો.
    હવે તમારે ‘Build Number’ વિકલ્પ પર 7 વખત ટેપ કરવું પડશે. તેનાથી તમારા ફોનમાં Developer Option સક્રિય થઇ જશે.
    હવે તમારે Developer Option પર ટેપ કરવું પડશે અને '‘override force dark’ ને પસંદ કરવું પડશે. આમ કરવાથી, Android Q પર કામ કરતા દરેક ફોનની એપ્સમાં ડાર્ક મોડ ફિચર લાગુ થઇ જશે.



    આ પણ વાંચો: WhatsApp વીડિયો માટે આવ્યું નવું ફિચર, તમારા માટે છે ખૂબ ફાયદાકારક

    ધ્યાનમાં લેવા જેવી બાબતો

    એન્ડ્રોઇડ ક્યૂના બીટા વર્ઝનમાં તે સુવિધાઓ અને ડિઝાઇન જોવા મળે છે જે ભવિષ્યમાં Androidના આગલા વર્ઝનમાં રજૂ કરવામાં આવશે. પરંતુ બીટા વર્ઝનમાં સ્થિરતા અને પ્રદર્શન જેવી સમસ્યા છે. અનેક વખત બીટા વર્ઝનમાં આ સુવિધાઓ યોગ્ય રીતે કાર્ય કરતી નથી અને અનેક વખત સૉફ્ટવેર સાથે સુસંગત રહેતી નથી.
    Published by:Bhoomi Koyani
    First published: