વોટ્સએપે સપ્ટેમ્બરમાં બંધ કર્યાં 22 લાખ અકાઉન્ટ, શું તમારું અકાઉન્ટ પણ બંધ થઈ શકે?

વોટ્સએપ

WhatsApp news: આ પહેલા વોટ્સએપ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 95 ટકાથી વધુ ખાતાઓને અનઓથરોઈઝ્ડ ઓટોમેટેડ અને બલ્ક મેસેજિંગના ઉપયોગને કારણે બંધ કરવામાં આવ્યાં હતા.

  • Share this:
નવી દિલ્હી: ભારતમાં મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp) દ્વારા સોમવારે જાહેરે કરેલા રિપોર્ટસ અનુસાર સપ્ટેમ્બરમાં મળેલી 560 ફરિયાદો અનુસંધાને ભારતમાં 22 લાખથી વધુ અકાઉન્ટ બેન કરવામાં આવ્યા છે. ફેસબુકની માલિકીની મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ (WhatsApp account ban) દ્વારા કહેવામાં આવ્યું છે કે એપ પર 2,209,000 ભારતીય અકાઉન્ટને સપ્ટેમ્બરમાં બેન કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક ઈન્ડિયન એકાઉન્ટ (Indian account)ની ઓળખ ફોન નંબર આગળ લગાવવામાં આવતા કન્ટ્રી કોડ 91થી કરવામાં આવે છે.

વોટ્સએપ પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું છે કે, એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન (End to End Encryption) સાથે મેસેજિંગ સેવામાં કોઈ પણ ગેરરીતિને રોકવામાં વોટ્સએપ અગ્રણી છે. ગત કેટલાક વર્ષો દરમિયાન અમારા યૂઝર્સને સુરક્ષા આપવા માટે અમે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે અન્ય કેટલીક આર્ટ ટેક્નોલોજી, ડેટા સાઈન્ટીસ્ટ્સ અને નિષ્ણાતોની મદદ લીધી છે.આઈટી કાયદા 2021 અતર્ગત વોટ્સએપ દ્વારા 1થી 30 સપ્ટેમ્બરની 30 દિવસની અવધિ માટેની ચોથો માસિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

વોટ્સએપ દર મહિને 80 મિલિયન અકાઉન્ટ કરે છે બેન

વોટ્સએપ પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ યૂઝર સેફટી રિપોર્ટમાં યૂઝર્સની ફરિયાદો, તેની સામે લેવામાં આવેલા પગલાં અને આવી ગેરરીતિ સામે વોટ્સએપની કાર્યવાહી અંગેની ચર્ચા અને વિસતૃત જાણકારી આપવામાં આવી છે.

આ પણ વાંચો: WhatsAppથી પેમેન્ટ કરવા પર મેળવો રૂ. 51નું કેશબેક, કેવી રીતે મળશે ફાયદો? જાણો

આ પહેલા વોટ્સએપ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 95 ટકાથી વધુ ખાતાઓને અનઓથરોઈઝ્ડ ઓટોમેટેડ અને બલ્ક મેસેજિંગના ઉપયોગને કારણે બંધ કરવામાં આવ્યાં હતા. વૈશ્વિક સ્તરે વોટ્સએપ દ્વારા ગેરરીતિ રોકવાના પગલા રૂપે પ્રતિમાસ લગભગ 80 મિલિયન અકાઉન્ટ બેન કરવામાં આવે છે.

સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવેલી રિપોર્ટમાં વોટ્સએપ દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેને 560 યૂઝર્સ તરફથી 121 અકાઉન્ટ સપોર્ટ, 309 બેન અપીલ અને 49 અન્ય અને પ્રોડક્ટ સપોર્ટ તથા 32 સોફટી માટેના રિપોર્ટ મળ્યા હતા.

આ પણ વાંચો: શું વોટ્સએપથી HD તસવીરો મોકલી શકાય? સરળ સ્ટેપ્સમાં જાણો આવું કેવી રીતે થઈ શકે

આ સમયગાળા દરમિયાન 51 અકાઉન્ટ પર કાર્યવાહી કરવામાં આવી. વોટ્સએપ પોતાની વાત કરતા કહ્યું કે અકાઉન્ટ એક્શન રિપોર્ટને આધારે કરવામાં આવતી કાર્યવાહીને દર્શાવે છે. ફરિયાદોને આધારે એકાઉન્ટ બેન કરવું અથવા પહેલેથી બેન અકાઉન્ટને રિસ્ટોર કરવામાં આવે છે.

અમુક ફરિયાદો પર એક્શન નહીં

કેટલિક ફરિયાદો એવી પણ છે જેને રિવ્યૂ કરવામાં આવી છે પણ કોઈ કારણોસર તેના પર એક્શન લેવામાં આવ્યું નથી. આમાં યૂઝર દ્વારા તેમનું અકાઉન્ટ એક્સેસ કરવા માટે અથવા કેટલાક ફીચર વાપરવા માટે, બેન થયેલા અકાઉન્ટના રિસ્ટોરેશન માટેની રિક્વેસ્ટ કરવામાં આવી છે, જેમાં કેટલાક રિપોર્ટને અસ્વીકાર કરવામાં આવ્યા છે. જો કોઈ રિપોર્ટ દ્વારા ભારતીય કાયદા અને વોટ્સએપ પોલિસીનું ઉલ્લંઘન ન થતું હોય તો તેને બેન કરવામાં આવતા નથી.

આ પણ વાંચો: વોટ્સએપ Undo બટન પર કરી રહ્યું છે કામ, જાણો કઈ રીતે કામ કરશે આ બટન

ઓગસ્ટમાં 20 લાખ અકાઉન્ટ બંધ થયા હતા

ઓગસ્ટમાં મળેલી 420 ફરિયાદને અનુસંધાને વોટ્સએપ દ્વારા 2 મિલિયન ખાતા બંધ કરવામાં આવ્યા હતા. મે મહિનામાં અમલમાં આવેલા નવા આઈટી કાયદા પ્રમાણે 5 મિલિયનથી વધારે યૂઝર ધરાવતા મોટા ડિજિટલ પ્લેટફોર્મે દર મહિનાના અંતમાં પોતાની કમ્પ્લાયન્સ રિપોર્ટ (compliance report) જાહેર કરવાની હોય છે, જેમાં ફરિયાદો અને તેના પર લેવામાં આવેલા એક્શન વિશે માહિતી આપવાની હોય છે.

વોટ્સએપે પહેલા રિપોર્ટ આપવાનો કર્યો હતો ઇન્કાર

આ પહેલા, વોટ્સએપ દ્વારા એ વાત પર ભાર આપવામાં આવ્યો હતો કે પ્લેટફોર્મ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ધરાવતું હોવાથી આ પ્રકારની રિપોર્ટ આપી શકાશે નહી સાથે જ મેસેજ પણ વિઝિબલ કરી શકાશે નહી. પ્લેટફોર્મ પર કોઈ ગેરરીતિ અને તેના દુરઉપયોગને અટકાવવા માટે અકાઉન્ટની વર્તણૂંક, પ્રોફાઈલ ફોટો, યૂઝર રિપોર્ટ, ગ્રુપ ફોટો અને ડિસ્ક્રિપ્શન જેવી અનએન્ક્રિપ્ટેડ માહિતી અને એડવાન્સ AI ટૂલ્સ અને રિસોર્સ સામેલ કરવામાં આવે છે.
Published by:Vinod Zankhaliya
First published: