Home /News /tech /વોટ્સએપ ચેટ એન્ક્રીપ્ટેડ હોય છે તો શા માટે લીક થાય છે બોલિવૂડ ચેટ? જાણો સમગ્ર મામલો

વોટ્સએપ ચેટ એન્ક્રીપ્ટેડ હોય છે તો શા માટે લીક થાય છે બોલિવૂડ ચેટ? જાણો સમગ્ર મામલો

વોટ્સએપ ચેટ (પ્રતીકાત્મક તસવીર)

WhatsApp Chat: વોટ્સએપ તરફથી હંમેશા કહેવામાં આવતું હોય છે કે બે યૂઝર્સ વચ્ચે થયેલી ચેટ સંપૂર્ણ રીતે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ધરાવે છે, જેને કોઈ ત્રીજી વ્યક્તિ વાંચી કે એક્સેસ કરી શકતી નથી.

મુંબઈ: સામાન્ય રીતે તો એવું કહેવામાં આવે છે કે વોટ્સએપ એન્ડ ટુ એન્ડ એન્ક્રીપ્શન (WhatsApp chat is end-to-end encrypted) ધરાવે છે. કંપની દ્વારા દાવો કરવામાં આવે છે કે આ ચેટ ન તો કંપની ન કોઈ અન્ય વ્યક્તિ વાંચી શકે છે. આ ચેટ માત્ર એ જ વ્યક્તિ વાંચી શકે છે, જેણે આ મેસેજ મોકલ્યા છે અને જેને મોકલવામાં આવ્યા છે. જો ખરેખર આવું જ હોય તો અવારનવાર શા માટે લોકોની ચેટ લીક થાય છે? ખાસ કરીને બોલિવૂડથી જોડાયેલા તમામ સ્કેન્ડલ વોટ્સએપ ચેટ લીક થવાથી જ બહાર આવે છે.

2020માં એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty viral chat)ની ચેટ વાયરલ થઈ હતી, તો દીપિકા પાદુકોણને પણ ડ્રગ્સ મામલે એનસીબી ઓફિસ જવું પડ્યું હતું. તાજેતરમાં જ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Pandey) અને આર્યન ખાન (Aryan Khan)ની ચેટ પણ સામે આવી. આટલા બધા કેસ સે આવ્યા બાદ તો હવે શંકા થાય છે કે શું ખરેખર વોટ્સએપ ચેટના મેસેજ એન્ડ ટુ એન્ડ એન્ક્રીપ્ટેડ છે ખરાં? કઈ રીતે કોઈ અનેય વ્યક્તિ ચેટ એક્સેસ કરી શકે છે.

વોટ્સએપ તરફથી હંમેશા કહેવામાં આવતું હોય છે કે બે યૂઝર્સ વચ્ચે થયેલી ચેટ સંપૂર્ણ રીતે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ધરાવે છે, જેને કોઈ ત્રીજી વ્યક્તિ વાંચી કે એક્સેસ કરી શકતી નથી. એટલે સુધી કહેવામાં આવે છે કે વોટ્સએપ અને કંપની ફેસબુક પણ આ ચેટ વાંચી શકતી નથી.

શું કહે છે WhatsApp?

WhatsAppનાં FAQ પેજ પર લખવામાં આવ્યું છે કે વોટ્સએપ પાસે એન્ડ ટુ એન્ડ એન્ક્રીપ્ટેડ મેસેજ વાંચવા કે સાંભળવાની ક્ષમતા નથી. એ એવું એટલા માટે કે તમારા ડિવાઈસ દ્વારા મોકલવામાં આવેલો મેસેજ અથવા રિસીવ કરલો મેસેજ માત્ર તમારા ડિવાઈસ પર જ ડિસ્ક્રિપ્ટ થઈ શકે છે. જ્યારે કોઈ મેસેજ તમારા ફોન દ્વારા મોકલવામાં આવે છે, તે પહેલા તેમા પર એક ક્પિપ્યોગ્રાફિક લોક લાગી જાય છે. દરેક મેસેજની સાથે તમારી કી પણ બદલાતી રહે છે. આ તમામ વસ્તુ બિહાઈન્ડ ધ સીન થાય છે, તમે કન્સર્વેશનને સિક્યોરિટી વેરિફિકેશન કોડ સાથે તે સિક્યોર છે કે નહી તે અંગે કન્ફોર્મ કરી શકો છો.

આ રીતે બહાર આવે છે ચેટ

એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનની વાત કરવામાં આવે તો આ એક સારી સિક્યુરિટી છે, પણ જો આ ખરેખર એટલું જ સુરક્ષિત છે તો શા માટે ચેટ લીક થાય છે? મોટાભાગે તો કોઈ ચેટ લીક નથી થતી. આ ચેટ સામે એટલા માટે આવે છે કેમ કે તમે તમારા મોબાઈલનું એક્સેસ કોઈ બીજાના હાથમાં આપી દો છો.

આ પણ વાંચો: WhatsApp યૂઝર્સને મળશે નવી ગિફ્ટ, દમદાર પેમેન્ટ સ્ટીકર લોન્ચ કરવામાં આવ્યા, આ રીતે મોકલી શકશોઅમેરિકા અને યૂરોપ જેવા દેશોની વાત કરવામાં આવે તો ત્યાં પોલીસ પણ સરળતાથી તમારુ ડિવાઈસ તમારી પાસેથી લઈ શકતી નથી. તમારા ડિવાઈસને કબજે કરવા અથવા તો તેની તપાસ કરવા પોલીસે પહેલા વોરંટ લાવવો પડે છે. પણ આપણા દેશમાં આ કામ અઘરુ નથી. અહીં કેટલીક વસ્તુઓ એવી છે જેના થકી સરળતાથી ચેટ બહાર આવી જાય છે.

અહીં ફોનને ફિઝીકલી સેટ કરવામાં આવે છે અને યૂઝર પાસેથી તેને અનલોક કરાવવામાં આવે છે. એક વખત જ્યારે ફોન અનલોક હોય તો તેની ચેટ્સ સરળતાથી જોઈ શકાય છે સાથે જ તેના સ્ક્રીન શોટ પણ લઈ શકાય છે. સ્ક્રીનશોટ લીધા બાદ તમે તને શેર કરી શકો છો.

આ પણ વાંચો:  VIP ફોન નંબર્સને લઈને ચાલી રહ્યું છે મોટું કૌભાંડ, શું તમને પણ આવો મેસેજ આવ્યો છે?

બીજી રીત એ છે કે ફોન તો લેવામાં આવે પણ તેને અનલોક ન કરાવાય તો આવી સ્થિતીમાં ફોરેન્સિક ટીમ પોતાનો કમાલ દેખાડે છે. થોડ સમય પહેલા સુધી ગૂગલ ક્લાઉડ અને આઈ ક્લાઉડમાં રાખવામાં આવેલી ચેટ એન્ક્રિપ્ટેડ નહોતી તેને હાલ જ એન્ક્રિપ્ટેડ કરવામાં આવી છે. જે ચેટ ગૂગલ ડ્રાઈવ અને આઈ ક્લાઉડમાં હોય તેને ફોરેન્સિક ટીમ દ્વારા અમુક સ્પેસેફિક ટુલ્સની મદદથી સર્ચ કરવામાં આવતા. પણ હવે તેવું થઈ શકશે નહી કેમ કે આ ચેટ્સ પણ હવે એન્ડ ટુ એન્ડ એક્રિપ્ટેડ હશે.

આ સિવાય લો એન્ફોર્સમેન્ટ એજન્સી પાસે ગૂગલ અને એપલ સુધી પહોંચવાના વિકલ્પો પણ ઉપલબ્ધ છે. એક લીગલ કોર્ટ ઓર્ડર સાથે આ એજન્સી વોટ્સએપ પાસેથી ચેટ બેકઅપ માંગી શકે છે. હવેથી ચેટ બેકઅપ પણ એન્ક્રિપ્ટેડ હશે તો કોઈ વ્યક્તિ તેને ડિક્રિપ્ટ નહી કરી શકે.

શું વોટ્સએપ લો એન્ફોર્સમેન્ટ ઓથોરિટી સાથે ડેટા શેર કરે છે?

કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતીમાં લો એન્ફોર્સમેન્ટ ઓથોરિટી વોટ્સએપ સાથે સંપર્ક કરી, વોટ્સએપ પાસે જે માહિતી હોય જેમાં અબાઉટ, પ્રોફાઈલ ફોટો, ગ્રુપ ઈન્ફોર્મેશન અને એડ્રેસ બુક વગેરે લઈ શકે છે. જ્યારે પણ કોઈ ઓથોરિટી તરફથી સ્ટોર કરેલું કન્ટેન્ટ માંગે તો તેની રિક્વેસ્ટ રિવ્યૂ કરવામાં આવે છે ત્યારબાદ લો એન્ફોર્સમેન્ટની રિક્વેસ્ટ અને પોલિસીને આધારે જવાબ આપવામાં આવે છે.

આ પણ વાંચો: 1 નવેમ્બરથી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, ક્યાંક તમારો ફોન તો આ યાદીમાં નથી ને?

જોકે, પોતાના FAQ પેજ પર વોટ્સએપ ક્યાંય નથી જણાવતું કે તે લો એન્ફોર્સમેન્ટ ઓથોરિટી સાથે મેસેજ કન્ટેન્ટ શેર કરે છે. આ એટલા માટે છે કે મોકલેલા મેસેજ વોટ્સએપ શેર કરતું નથી. કેટલાક મેસેજ જે ડિલીવર થતા નથી તે વોટ્સએપના સર્વર પર 30 દિવસ રહે છે ત્યારબાદ જાતે હટી જાય છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Anany Pandey, Chat, Whatsapp

विज्ञापन
विज्ञापन