WhatsApp પ્રાઇવસી પોલિસીમાં ઉમેરાશે વધુ વિગતો, 225 મિલિયન યુરોના દંડ બાદ લીધો નિર્ણય

વોટ્સએપ (ફાઇલ તસવીર)

WhatsApp Privacy Policy: સોમવારથી વોટ્સએપ કઈ રીતે ડેટા એકત્ર કરે છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે, તે અંગેની પ્રાઇવસી પોલિસી વિશે જાણકારી આપશે.

  • Share this:
મુંબઈ: મેસેંજીગ એપ વોટ્સએપ (WhatsApp)ને આઇરીશ રેગ્યુલેટર્સ (Irish Regulators) દ્વારા EU ડેટા પ્રાઇવસી નિયમો (Data Privacy Rules)ના ભંગ બદલ મોટો દંડ ફટકારવામાં આવ્યા બાદ યુરોપિયન યtઝર્સ (European Users) માટે કંપની તેની પ્રાઇવસી પોલિસી (WhatsApp Privacy Policy)માં વધુ વિગતો ઉમેરી રહી છે. સોમવારથી વોટ્સએપ કઈ રીતે ડેટા એકત્ર કરે છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે, તે અંગેની પ્રાઇવસી પોલિસી વિશે જાણકારી આપશે. આ ઉપરાંત કંપનીએ વધુમાં જણાવ્યું કે, તેઓ વિશ્વભરમાં પોતાની સર્વિસ અંગે અને ડેટા પ્રોટેક્શન વિશે પણ વધુ વિગતવાર જાણકારી આપશે.

બેનર નોટિફિકેશન દ્વારા અપાશે અપડેટ

મેટા પ્લેટફોર્મ્સની માલિકીની મેસેજીંગ એપ વોટ્સએપ યુરોપમાં યૂઝર્સને તેમની ચેટ લીસ્ટ પર એક બેનર નોટિફિકેશન આપશે, જેના દ્વારા તેઓ નવી માહિતી મેળવી શકશે. આપને જણાવી દઇએ કે ફેસબુકની અન્ય કંપનીઓ સાથે યૂઝર્સના ડેટા શેર કરવાનું ખુલતા યુરોપિયન યુનિયન ડેટા પ્રોટોક્શન રૂલ્સનું ઉલ્લંઘન કરવા બદલ સપ્ટેમ્બર મહિનામાં કંપનીને આયર્લેન્ડના ડેટા પ્રાઇવસી વોચડોગ દ્વારા રેકોર્ડ 225 મિલિયન યુરોનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જે બાદ કંપનીએ આ નિર્ણય લીધો છે.

કંપનીએ નિર્ણય સામે દર્શાવી અસંમતિ

ચેટ સર્વિસે જણાવ્યું કે, તેઓ આ આદેશ સાથે અસંમત છે. તેઓ હવે પોલિસીને અપડેટ કરીને તેનું પાલન કરશે. આ અપડેટમાં ડેટા કઈ રીતે હેન્ડલ કરવામાં આવે છે તેને કોઇ જ અસર કરશે નહીં. અને યુઝર્સે કંઇ પણ સ્ટેપ ફોલો કરવાની કે કોઇ પણ સંમતિ દર્શાવવાની પણ જરૂર રહેશે નહીં.

યુરોપિયન યુનિયન રૂલ્સ હેઠળ આયર્લેન્ડનું ડેટા પ્રાઇવસી કમિશન વોટ્સએપ માટે મુખ્ય ગોપનીયતા નિયમનકાર છે, કારણ કે તેનું પ્રાદેશિક હેડક્વાર્ટર્સ ડબલિનમાં છે.

આ પણ વાંચો: વોટ્સએપ યૂઝર્સની પ્રાઇવસીને લઈને લાવશે દમદાર ફીચર, જાણો My contact Except ફીચર અંગે

શરૂઆતથી વિવાદમાં રહી પ્રાઇવસી પોલિસી

વોટ્સએપ આ વર્ષની શરૂઆતથી જ પોતાની પ્રાઇવસી પોલિસીને લઇને વિવાદમાં રહ્યુ છે. કારણે નવી પોલિસી અનુસાર યુઝર્સને પોતાના ડેટા ફેસબુક સાથે શેર કરવા સંમત થવાની ફરજ પડતા ડેટા પ્રાઇવસી અંગે વધુ ચિંતાજનક સ્થિતિ ઊભી થઇ હતી.

આ પણ વાંચો: WhatsApp Tips: સ્માર્ટફોન ખોવાઈ જાય તો આ રીતે રિકવર કરો વોટ્સએપ મેસેજ

વોટ્સએપના આ પગલાથી અન્ય સ્પર્ધક કંપનીઓ ટેલિગ્રામ અને સિગ્નલ પર યૂઝર્સ સ્વિચ થવા લાગ્યા હતા. તુર્કીના કોમ્પિટિશન વોચડોગ દ્વારા કરાયેલ ઇન્વેસ્ટિગેશન અનુસાર ડેટા એકત્ર કરવા પર જર્મન પ્રતિબંધ અને લગાવવામાં આવ્યો છે અને યુરોપિયન યુનિયનના અમુક જૂથો દ્વારા ફરીયાદ કરવામાં આવી છે. ગયા મહિને ફેસબુકની સેવાઓની છ કલાકની આઉટેજ એ દર્શાવે છે કે વિશ્વભરમાં તેના 2 અબજથી વધુ વપરાશકર્તાઓ માટે WhatsApp કેટલું મહત્વપૂર્ણ બની ગયું છે.
First published: