WhatsAppથી પેમેન્ટ કરવા પર મેળવો રૂ. 51નું કેશબેક, કેવી રીતે મળશે ફાયદો? જાણો

વોટ્સએપ કેશબેક ઑફર

WhatsApp cashback offer: વોટ્સએપ આ ઑફરની સાથે ગૂગલ પે (Google Pay), પેટીએમ (Paytm) અને PhonePe જેવા પ્રતિસ્પર્ધીઓને ટક્કર આપવાની યોજના બનાવી રહ્યું છે.

  • Share this:
મુંબઈ: વોટ્સએપ (WhatsApp) યૂઝર્સને ચૂકવણી માટે વોટ્સએપનો ઉપયોગ કરવા માટે કેશબેકની ઑફર (Cashback Offer) આપી રહી છે. મેટાના સ્વામિત્વવાળું ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ યtઝર્સને રૂ. 51નું કેશબેક આપી રહી છે. આ ઑફર માત્ર એન્ડ્રોઈડ બીટા ટેસ્ટરને આપવામાં આવી રહી છે. એન્ડ્રોઈડ બીટા વર્ઝન 2.21.20.3 પર યૂઝર્સને નવી ઑફર (WhatsApp cashback offer)ને પ્રમોટ કરતું બેનર મળી રહ્યું છે. બેનરમાં કહેવામાં આવ્યું છે કે, ‘ચૂકવણી કરો, રૂ. 51 કેશબેક મેળવો’. ખૂબ જ જલ્દી તમામ વોટ્સએપ યૂઝર્સને આ ઑફરનો લાભ આપવામાં આવશે. કંપની વધુમાં વધુ યૂઝર્સને વોટ્સએપના પ્લેટફોર્મ પર UPI બેઝ્ડ ટ્રાન્ઝેક્શન કરાવવા ઈચ્છે છે.  ઉલ્લેખનીય છે કે ગૂગલે પણ પેમેન્ટ એપ લૉંચ કરી તે સમયે યૂઝર્સને આ પ્રકારના રિવોર્ડ આપ્યા હતા. જોકે, ધીમે ધીમે તેમણે મોટાભાગની ઑફર બંધ કરી દીધી છે.

આ ઑફર કેવી રીતે કામ કરશે

વોટ્સએપે આ ઑફર માટે કોઈ ન્યૂનતમ રકમ નક્કી નથી કરી. જેનો અર્થ છે કે, રૂ. 1ની ચૂકવણી કરનાર વ્યક્તિ પણ રૂ. 51નું કેશબેક મેળવશે.

આ ઑફર માટે ન્યૂનતમ રકમ નક્કી કરવામાં આવી નથી, વોટ્સએપ યૂઝર્સને માત્ર પાંચવાર કેશબેકનો લાભ મળશે. જેનો અર્થ છે કે, વોટ્સએપ યૂઝર્સ આ ઑફરનો ઉપયોગ કરીને કુલ રૂ. 225 નું કેશબેક મેળવી શકશે.

શરતો

વોટ્સએપે આ ઑફર પર કોઈપણ પ્રકારના પ્રતિબંધ લગાવ્યા નથી. આ ઑફરનો લાભ મેળવવા માટે યૂઝર્સે પાંચ અલગ અલગ એકાઉન્ટમાં પૈસા મોકલવાના રહેશે. ચૂકવણી કર્યા બાદ યૂઝર્સના એકાઉન્ટમાં તાત્કાલિક કેશબેક જમા થઈ જશે.

આ પણ વાંચો: શું વોટ્સએપથી HD તસવીરો મોકલી શકાય? સરળ સ્ટેપ્સમાં જાણો આવું કેવી રીતે થઈ શકે

વોટ્સએપ આ ઑફરની સાથે ગૂગલ પે (Google Pay), પેટીએમ (Paytm) અને PhonePe જેવા પ્રતિસ્પર્ધીઓને ટક્કર આપવાની યોજના બનાવી રહ્યું છે. ગૂગલે પણ પેમેન્ટ એપ લોન્ચ કરી તે સમયે યૂઝર્સને આ પ્રકારના રિવોર્ડ આપ્યા હતા. કંપનીએ નવા સ્ક્રેચ કાર્ડ રજૂ કર્યા હતા કે જે, રૂ.1,000 સુધીનું કેશબેક આપી શકે છે. કંપનીએ ધીરે ધીરે કેશબેક આપવાનું બંધ કરી દીધું છે હવે તેઓ અલગ અલગ સર્વિસ પર છૂટછાટ અને કૂપન આપે છે.

આ પણ વાંચો: વોટ્સએપ Undo બટન પર કરી રહ્યું છે કામ, જાણો કઈ રીતે કામ કરશે આ બટન

કેશબેક માટે વોટ્સએપે ગૂગલ પેની જેમ કાર્ડસની શરૂઆત કરી છે, જે પર્સનલાઈઝ્ડ એક્સપીરિયન્સ માટે છે. આ ફીચર પણ માત્ર બીટા યૂઝર્સ માટે ઉપલબ્ધ હશે.
First published: